‎‎‎‎ Piyush Kakadiya નામના ફેસબુક યુઝર દ્વારા 5 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ચીનનાં વુહાન અને અન્ય કોરોનાવાઈરસ અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા પોતાના દેશનાં નાગરિકોના ઈવેક્યુએશન માટે ઓસ્ટ્રેલીયાએ વ્યક્તિદિઠ ૧૦૦૦ ડોલર્સ અને ન્યુઝીલેંડે વ્યક્તિદિઠ ૫૦૦ ડોલર્સનો ચાર્જ ઉઘરાવવાનુ શરુ કર્યુ. બીજી બાજુ પાકિસ્તાને ચીનમાં ફસાયેલ પોતાના નાગરિકોને ઈવેક્યુટ કરવાની ઘસીને ના પાડી દીધી. ભારતીય એંબેસીની બસ પોતાના નાગરીકોને લેવા આવી હતી એ ઘટનાનો વિડીઓ પાકિસ્તાનનાં વિધ્યાર્થીઓ વિવિધ શોશીયલ મિડીયામાં શેર કરી પોતાની વ્યથા વર્ણવતા અને પાકિસ્તાનની સરકારને કોષતા નજરે પડે છે. ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેંડ ભારત કરતા વિકસિત દેશ હોવા છતા જ્યારે ઈવેક્યુએશનનો ચાર્જ ઉઘરાવે છે ત્યારે ભારત સરકારે પોતાના દેશના નાગરિકોને વિનામુલ્યે અને તાત્કાલિક ધોરણે ઈવેક્યુએટ કર્યા એ પગલુ અત્યંત સરાહનિય અને આવકારદાયક છે. સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજે એક વખત પોતાના વક્તવ્યમાં કહ્યુ હતુ કે "Even if you are stuck on Mars, Indian Embassy will help you" (તમે કદાચ મંગળ ગ્રહ પર ફસાયેલા હશો તો ત્યા પણ ભારતીય રાજદુતાલય તમને મદદ કરવા પહોચી જશે) શોશીયલ મિડીયામાં નિયમીત એંટી-ગવર્મેંટ ન્યુઝ શેર કરનારાઓ, વિરોધપક્ષો અને સરકારથી વિપરીત વિચારધારા વાળા દરેક લોકોએ ભારત સરકારનુ આ ઈવેક્યુએશનનુ કાર્ય બિરદાવવુ જોઈએ. ન્યુઝીલેંડનાં સમાચારઃ https://www.newshub.co.nz/.../wuhan-evacuation-plan-new... ઓસ્ટ્રેલીયાનાં સમાચારઃ https://www.abc.net.au/.../government-blames.../11921846 ભારતીય એંબેસીની બસ ઈવેક્યુએટ કરવા આવી એ વિડીઓઃ https://www.youtube.com/watch?v=XbB7ZtSz4SU ~પ્રતીક ઝોરા ( ૨ ફેબ્રુઆરી, ૨૦૨૦). આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસની જે અસર થઈ છે તેનો આ ફોટો છે. આ પોસ્ટને 4 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ માહિતીને વોટ્સએપ પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને કોરોના વાયરસ સાથે કોઈ સંબંધ છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને 24 માર્ચ, 2014 ના રોજ pictures.reuters.com દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ફ્રેન્કફર્ટ ખાતે 24 માર્ચ, 2014 ના રોજ કેટઝબાચ નાઝી એકાગ્રતા શિબિરના 528 પીડિતોની યાદમાં લોકો એક આર્ટ પ્રોજેક્ટના ભાગ રૂપે રાહદારી ક્ષેત્રમાં સૂઈ ગયા. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથે hindustantimes.com દ્વારા પણ 25 માર્ચ, 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. ibtimes.co.uk દ્વારા પણ 25 માર્ચ, 2014 ના રોજ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોને ચીનના વુહાન શહેરમાં ફેલાયેલા કોરોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોને ચીનના વુહાન શહેરમાં ફેલાયેલા કોરોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો વર્ષ 2014 માં જર્મનીના ફ્રેન્કફર્ટમાં આર્ટ પ્રોજેક્ટમાં ભાગ લેનારા લોકોનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:જર્મનીમાં યોજાયેલા આર્ટ પ્રોજેક્ટનો ફોટો કોરોના વાયરસના નામે વાયરલ... જાણો શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False