શું ખરેખર વેનેઝુએલામાં આવેલા હાલના ભૂકંપનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં આવેલા બે ભૂકંપમાં અત્યાર સુધીમાં 589 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 2,980 લોકો ઘાયલ થયા છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકો અને શિક્ષકો ભૂકંપમાં બચાવ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વેનેઝુએલામાં હાલમાં આવેલા ભૂકંપ દરમિયાનનો આ વીડિયો છે.

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને Associated Press દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “મહાયાહય પ્રાથમિક શાળા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં, સોમવારે વહેલી સવારે દક્ષિણ ફિલિપાઇન્સમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે શાળાના બાળકો ચીસો પાડતા અને રડતા જોવા મળ્યા.

વધુ સર્ચ કરતા અમને લાઈવ મિન્ટ દ્વારા પ્રસારિત 8 જૂન 2026ના આ જ માહિતી સાથે વીડિયો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે પણ આ જ માહિતી શેર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ વધુ સર્ચ કરતા અમને ટાઈમ્સ નાઉ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો આ જ વીડિયોનો સંપર્ણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં આ સ્થળનો સંપૂર્ણ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં વેનેઝુએલામાં આવેલા ભૂકંપનો નથી. આ વીડિયો ફિલિપાઇન્સમાં આવેલા 7.8ના ભૂકંપનો વીડિયો છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે શેર કરવામાં આવી રહ્યુ છે.

Result Stamp

Title: શું ખરેખર વેનેઝુએલામાં આવેલા હાલના ભૂકંપનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *