Pinnal Patel નામના ફેસબુક યુઝર દ્વારા 22 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રશિયામાં સરકારે શેરીઓ માં સિંહ છુટા મૂક્યા. હવે ત્યા કોઈ ઘર બહાર નીકળતા નથી. મોદી સાહેબ આવું કંઈ કરે એ પેલા સમજી જાવ. #JANTACURFUE. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રશિયામાં જાહેર કરફ્યુ લાદવા માટે શેરીઓમાં સિંહ છૂટા મૂકવામાં આવ્યા. આ પોસ્ટને 14 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.03.23-20_37_41.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર રશિયામાં જાહેર કરફ્યુ લાદવા માટે શેરીઓમાં સિંહોને છૂટા મૂકવામાં આવ્યા છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને dailymail.co.uk દ્વારા 15 એપ્રિલ, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ શહેરની છે. આ એક ફિલ્મનું શૂટિંગ છે. જેમાં દેખાતા સિંહનું નામ કોલંબસ છે જે જુદી જુદી ફિલ્મો અને જાહેરાતોમાં દેખાઈ રહ્યો છે. જ્યારે આ શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે શહેરના શૂટિંગ વિસ્તારના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા.

screenshot-www.dailymail.co.uk-2020.03.23-21_48_26.png

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથે અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. thesun.co.uk | ednews.net

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો રશિયાનો નહીં પરંતુ દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ શહેરમાં 4 વર્ષ પહેલાં કરવામાં આવેલા એક ફિલ્મના શૂટિંગનો છે જેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો રશિયાનો નહીં પરંતુ દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ શહેરમાં 4 વર્ષ પહેલાં કરવામાં આવેલા એક ફિલ્મના શૂટિંગનો છે જેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર રશિયામાં જાહેર કરફ્યુ લાદવા માટે સિંહોને શેરીઓમાં છૂટા મૂકવામાં આવ્યા...? જાણો શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False