જાણો મહિલા ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર અને પાકિસ્તાની ક્રિકેટર ફાતિમા સના વચ્ચેની લડાઈના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહિલા ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર અને પાકિસ્તાની ક્રિકેટર ફાતિમા સના વચ્ચેની લડાઈનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર અને પાકિસ્તાની ક્રિકેટર ફાતિમા સના વચ્ચેની લડાઈનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ AI જનરેટેડ છે. આ વીડિયોને વાસ્તવિક ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ સત્તાવાર રીતે આ વીડિયો અને માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને આ વીડિયોમાં પાકિસ્તાની મહિલા ક્રિકેટરે પહેરેલા ડ્રેસ પર પાકિસ્તાનનો સ્પેલિંગ ખોટો લખેલો જોવા મળ્યો હતો. વધુમાં એક પાકિસ્તાની મહિલા ક્રિકેટરે જર્સી પણ ઉંધી પહેરી હોવાનું જોવા મળ્યું હતું.

ત્યાર બાદ અમે વાયરલ વીડિયોને AI ડિટેક્શન વીડિયો ટુલ્સ દ્વારા સર્ચ કરતાં અમને આ વીડિયો 79.5 ટકા AI દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું તેમજ ફ્રેમ ટુ ફ્રેમ જોતાં 97.8 ટકા AI દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

PTI દ્વારા પણ 16 જૂન, 2026ના રોજ આ વીડિયો AI જનરેટેડ હોવાની પુષ્ટિ કરતી એક ટ્વિટ કરવામાં આવી હતી.

અમારી વધુ તપાસમાં અમે BCCI અને PCBના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ સર્ચ કર્યા તો ત્યાં પણ અમને આ પ્રકારનો કોઈ જ વીડિયો કે માહિતી જોવા મળી ન હતી.

વધુમાં અમે Jio Hotstar પર પણ આ મેચની હાઈલાઈટ્સ જોઈ પણ ત્યાં પણ આ પ્રકારના ઝઘડાનું કોઈ દ્રશ્ય જોવા મળ્યું ન હતું. જો ખરેખર આવું બન્યું હોત તો ચોક્કસ આ હાઈલાઈટ્સમાં જોવા મળતું.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયોમાં છેડછાડ કરવામાં આવી છે અને વીડિયોમાં AI દ્વારા એડિટીંગ કરવામાં આવ્યું છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર અને પાકિસ્તાની ક્રિકેટર ફાતિમા સના વચ્ચેની લડાઈનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ AI જનરેટેડ છે. આ વીડિયોને વાસ્તવિક ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો મહિલા ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર અને પાકિસ્તાની ક્રિકેટર ફાતિમા સના વચ્ચેની લડાઈના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *