શું ખરેખર દિલ્હીના ડૉ. ઉસ્માન રિયાઝનું કોરોના વાયરસની સારવાર દરમિયાન મોત થયું…? જાણો શું છે સત્ય…

Coronavirus False રાષ્ટ્રીય I National

Munaf Radhanpuri  નામના ફેસબુક યુઝર દ્વારા 26 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના સામે લડતા-લડતા દિલ્હીના # ડો. ઉસ્માન રીયાઝ આજ આપણી વચ્ચે નથી રહયા 😢 #એમની શહિદી દેશ હમેશાં યાદ રાખશે જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં જે વ્યક્તિ છે તે દિલ્હીના ડૉ. ઉસ્માન રિયાઝ છે. તે પોતે કોરોના વાયરસને કારણે મોતને ભેટ્યા છે. આ પોસ્ટને 133 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 31 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.03.28-17_03_49.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ફોટોમાં જે વ્યક્તિ છે તે દિલ્હીના ડૉ. ઉસ્માન રિયાઝ છે. તે પોતે કોરોના વાયરસને કારણે મોતને ભેટ્યા છે? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને www.healthigo.com નામની એક વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેના પરથી અમને એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, ફોટોમાં દેખાતા વ્યક્તિનું નામ ડૉ. રિયાઝ ઉસ્માન છે. જે બર દુબઈ ખાતે આવેલી Aster Clinic સાથે જોડાયેલા છે.

screenshot-www.healthigo.com-2020.03.28-17_37_22.png

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, ડૉ. રિયાઝ ઉસ્માને 2009 માં રાજીવ ગાંધી સ્વાસ્થ્ય અને વિજ્ઞાન યુનિવર્સિટી, બેંગ્લોર ખાતે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. તેમજ કેરળની પ્રતિષ્ઠિત અમૃતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી પુનર્વસન અને ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયા છે. વધુમાં તેમણે કેરળના પોનાની તાલુકાની મુખ્ય હોસ્પિટલમાં ફરજ નિભાવી છે. તે જુલાઈ, 2016 થી એસ્ટર ક્લિનિક, કરમા (UMC) માં ડૉક્ટર તરીકે કાર્યરત છે. 

ત્યાર બાદ અમને ડૉ. રિયાઝ ઉસ્માનની ફેસબુક આઈડી મળી. જેમાં તેમણે 26 માર્ચ, 2020 ના રોજ કરેલી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “કોવિડ -19 માં કોવિડ દર્દીઓની સારવાર કરતા ડો. રિયાઝ ઉસ્માનના મૃત્યુ અંગે 25/03/2020 થી ફેસબુકમાં એક પોસ્ટ ફેલાયેલી છે. વાયરલ ફોટો મારો છે. હું ડૉક્ટર રિયાઝ ઉસ્માન દુબઈમાં એસ્ટર હેલ્થકેરમાં જનરલ પ્રેક્ટિશનર તરીકે કાર્યરત છું અને હું હાલમાં જીવિત છું. તે ખરેખર કમનસીબ અને નિરાશાજનક છે કે કોરોના સામેના આ મુશ્કેલ સમયે આ પ્રકારના ખોટા સમાચાર ફેલાઈ રહ્યા છે.”

Archive

વધુમાં અમે આવી કોઈ ઘટના દિલ્હીમાં બની છે કે કેમ? તે શોધવા માટs દિલ્હીના આરોગ્ય વિભાગ (110-22482016) નો સંપર્ક કર્યો હતો. જ્યારે પૂછવામાં આવ્યું કે, શું રિયાઝ ઉસ્માન નામના ડોક્ટરનું મૃત્યુ દિલ્હીમાં કોરોનરી કેર દરમિયાન થયું છે? તો આરોગ્ય અધિકારીએ કહ્યું કે, આવી કોઈ ઘટના દિલ્હીમાં બની નથી.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દિલ્હી ખાતે રિયાઝ ઉસ્માન નામના કોઈ ડૉક્ટરનું કોરોના વાયરસને કારણે મોત નથી થયું તેમજ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો દુબઈમાં એસ્ટર ક્લિનિક ખાતે ફરજ બજાવતા ડૉક્ટર રિયાઝ ઉસ્માનનો છે જે હાલમાં જીવિત છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દિલ્હી ખાતે રિયાઝ ઉસ્માન નામના કોઈ ડૉક્ટરનું કોરોના વાયરસને કારણે મોત નથી થયું તેમજ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો દુબઈમાં એસ્ટર ક્લિનિક ખાતે ફરજ બજાવતા ડૉક્ટર રિયાઝ ઉસ્માનનો છે જે હાલમાં જીવિત છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર દિલ્હીના ડૉ. ઉસ્માન રિયાઝનું કોરોના વાયરસની સારવાર દરમિયાન મોત થયું…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False