બેંગ્લોરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર હુમલાનો વીડિયો નડિયાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Coronavirus False રાષ્ટ્રીય I National

‎‎Mitesh Khilwani નામના ફેસબુક યુઝર દ્વારા 30 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નડિયાદ માં મુસ્લિમ પોલીસ ની સામે થઇ ને મારે છે. જેટલો થાય તેટલો વિડિયો વધારે લોકો ને મોકલો🙏🏻. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ગુજરાતના નડિયાદ શહેરમાં લોકડાઉન દરમિયાન મુસ્લિમ દ્વારા પોલીસ પર કરવામાં આવેલા હુમલાનો છે. આ પોસ્ટને 47 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી.11 વ્યક્તિએ પોતાના મત રજૂ કર્યા હતા. 4000 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 258 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.04.03-18_28_28.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો નડિયાદમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર મુસ્લિમ યુવકો દ્વારા કરવામાં આવેલા હુમલાનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને InVID ટુલ્સની મદદથી સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ વીડિયોને ઘણા લોકો દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો અને તેને બેંગ્લોરના સંજયનગરનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

હવે ખરેખર આ વીડિયો બેંગ્લોરના સંજયનગરનો છે કે કેમ? એ જાણવા માટે અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને TNIE Karnataka દ્વારા 25 માર્ચ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી છે કે, લોકડાઉન દરમિયાન બેંગ્લોરના સંજયનગર ખાતે પોતાની ફરજ બજાવતા બે પોલીકર્મીઓને માર મારવામાં આવ્યો. આ ઘટનામાં પોલીસ પર હુમલો કરનાર બંને વ્યક્તિઓને પોલીસ દ્વારા ગિરફ્તાર કરવામાં આવ્યા હતા.

Archive

અમારી વધુ તપાસમાં અમને business-standard.com દ્વારા 25 માર્ચ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, બેંગ્લોરના સંજયનગર ખાતે લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા રોકવામાં આવતા બે વ્યક્તિઓ દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસને માર મારવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા બે લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા અને 9 લોકો પર કલમ 353 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એવું બેંગ્લોરના પોલીસ કમિશનર ભાસ્કર રાવ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

વધુ તપાસમાં અમને bangaloremirror.indiatimes.com અને daijiworld.com વેબસાઇટ પર પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેના અનુસાર, 26 માર્ચના રોજ સવારે પોલીસને માર મારનારા શંકાસ્પદ લોકોની ધરપકડ કરવા પોલીસ ગઈ હતી. ત્યારબાદ એક શંકાસ્પદ વ્યક્તિએ ત્યાંથી જવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે તેને પગમાં ગોળી મારી હતી. આ ઘટનામાં તે ઘાયલ થયો હતો. પોલીસે આરોપ લગાવ્યો હતો કે આરોપીએ પોલીસથી ભાગવાની કોશિશ કરી હતી.

image3.png

Archive

તપાસની અંતે અમને SP Kheda Nadiad દ્વારા 29 માર્ચ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો નડિયાદ કે ખેડા જિલ્લાનો નથી. અફવા ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાતના નડિયાદનો નહીં પરંતુ બેંગ્લોરના સંજયનગરનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયોને ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાતના નડિયાદનો નહીં પરંતુ બેંગ્લોરના સંજયનગરનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:બેંગ્લોરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર હુમલાનો વીડિયો નડિયાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False