હોંગકોંગમાં બનેલી ઘટનાનો જૂનો વીડિયો ચીનમાં કોરોના વાયરસના નામે થયો વાયરલ… જાણો શું છે સત્ય…

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Saurastra Samachar‎ નામના ફેસબુક પેજ દ્વારા 16 માર્ચ, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના ચાઇનમાં શુ થયું જુઓ વિડિઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનનો છે. જ્યાં કોરોના વાયરસને પગલે આવી સ્થિતિ સર્જાઈ છે. આ પોસ્ટને 9 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 1400 થી વધુ લોકો દ્વારા આ વીડિયો જોવામાં આવ્યો હતો. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ પોસ્ટને વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો ચીનનો છે અને જ્યાં કોરોના વાયરસને લીધે આવી પરિસ્થિતિ સર્જાઈ છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને InVID ટુલ્સની મદદથી સર્ચ કરતાં અમને bbc.com દ્વારા 1 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, હોંગકોંગમાં સરકાર વિરોધી પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓ દ્વારા ઘણી જગ્યાઓ પર તોડફોડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેઓ એક પેસેન્જર ટ્રેનમાં મુસાફરો સાથે પણ બબાલ કરવા લાગ્યા હતા. પોલીસે ત્યાર બાદ 60 જેટલા પ્રદર્શનકારીઓને પકડી લીધા હતા. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. theguardian.com | citinewsroom.com

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં ઉપરોક્ત માહિતી સાથેના વીડિયો સમાચાર પણ અમને South China Morning Post દ્વારા 1 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સપ્ટેમ્બર 2019 ના રોજ હોંગકોંગ ખાતે બનેલી ઘટનાનો છે જેને ચીનના કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી. હાલમાં આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સપ્ટેમ્બર 2019 ના રોજ હોંગકોંગ ખાતે બનેલી ઘટનાનો છે જેને ચીનના કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી. 

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:હોંગકોંગમાં બનેલી ઘટનાનો જૂનો વીડિયો ચીનમાં કોરોના વાયરસના નામે થયો વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False