શું ખરેખર મોબાઈલ એક મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જાય એવા મશીનની શોધ થઈ…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Mukesh Dhone‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા સોનેરી સુવિચાર / SONERI SUVICHAR નામના ગ્રુપમાં 3 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુજરાતનો વિકાસ અને ટેકનોલોજી જુઓ , લ્યો હવે મોબાઈલ..2..કલાક ચાર્જ માં રાખવાની જંજત ખતમ.. હવે મોબાઈલ ચાર્જ મશીન આવ્યું બસ મોબાઈલ મશીન માં નાખો. એક મિનિટ માં બેટ્રી ફૂલ ચાર્જ  #ગુજરાતનું સાબરકાંઠા ઈડર બસ સ્ટેન્ડ માં લાગી ગયેલ છે.🙋‍♂👇🏻👇🏻. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એક એવા મોબાઈલ ચાર્જ કરવાના મશીનનો છે કે, જેના દ્વારા ફક્ત એક મિનિટમાં જ મોબાઈલ ફૂલ ચાર્જ થઈ જાય છે. આ પોસ્ટને 36 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ પોસ્ટને વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં દેખાતા મશીનમાં મોબાઈલ ફક્ત એક મિનિટમાં જ ફૂલ ચાર્જ થઈ જાય છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોતાં વીડિયોમાં દેખાતા મશીન પર ChargeIn Mobile Charging Kiosk લખેલું જોવા મળ્યું હતું. તેથી અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ENGIEXPO INDUSTRIAL EXHIBITION દ્વારા 27 નવેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો મોબાઈલ ચાર્જીંગ મશીનનો વીડિયો પ્રાપ્ત થયો હતો. આજ મશીનની માહિતી આપતાં Chargein Kiosk Private Limited ના CEO મેહુલ શુક્લા એવું જણાવે છે કે, મોબાઈલ ચાર્જ કરવા માટેના મશીનની શોધ કરવામાં આવી છે. જેને જુદી જુદી જગ્યાઓ પર મૂકવામાં આવશે અને લોકો તેનો ઉપયોગ કરી શકશે. આ સંપૂર્ણ વીડિયોમાં તેઓ ક્યાંય પણ એવું નથી જણાવતા કે, આ મશીનથી ફક્ત એક મિનિટમાં જ મોબાઈલ ફૂલ ચાર્જ થઈ જાય છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને ENGIEXPO INDUSTRIAL EXHIBITION દ્વારા પ્રસારિત કરવામાં આવેલો વધુ એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 9 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એક એન્જિનીયરિંગ એક્સ્પોમાં ChargeIn Mobile Charging Kiosk વિશે માહિતી આપવામાં આવી હતી. તેમાં પણ ક્યાંય મોબાઈલ એક મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જાય એવી કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.

ત્યાર બાદ અમે Chargein Kiosk Private Limited ના CEO મેહુલ શુક્લા સાથે સીધી જ વાત કરી હતી અને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે જણવ્યું હતું. તો તેઓએ અમને એ માહિતી આપી હતી કે, અમારી કંપની દ્વારા મોબાઈલ ચાર્જીંગ માટે મશીન વિકસાવવામાં આવ્યું છે પરંતુ તેના દ્વારા મોબાઈલ ફક્ત એક મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જાય એ માહિતી ખોટી છે. અમે સોશિયલ મીડિયા પર જે ખોટી માહિતી વાયરલ થઈ રહી છે તેના અનુંસંધાને આગળની કાર્યવાહી કરીશું.

વધુમાં અમને Chargein Kiosk Private Limited દ્વારા બનાવવામાં આવેલા ChargeIn Mobile Charging Kiosk વિશે કંપનાના CEO મેહુલ શુક્લાનો માહિતી આપતો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તેઓ આ મશીન વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છે. તેઓ એક કલાક મોબાઈલ ચાર્જમાં મૂકે છે ત્યારે તેમનો મોબાઈલ 52% ચાર્જ થયો હોવાનું તેઓ જણાવી રહ્યા છે. આ વીડિયોમાં પણ અમને ક્યાંય મોબાઈલ ચાર્જીંગ મશીન દ્વારા ફક્ત એક જ મિનિટમાં મોબાઈલ ફૂલ ચાર્જ થઈ જાય એવી માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

Archive

આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ફક્ત એક જ મિનિટમાં મોબાઈલ ફૂલ ચાર્જ થઈ જવાનો દાવો ખોટો સાબિત થાય છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અંગે કંપનીના CEO મેહુલ શુક્લા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “આ મોબાઈલ ચાર્જીંગ મશીન દ્વારા ફક્ત એક જ મિનિટમાં મોબાઈલ ફૂલ ચાર્જ થઈ જાય એ માહિતી ખોટી છે.”

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર મોબાઈલ એક મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જાય એવા મશીનની શોધ થઈ…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False