Fake News: શું ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા પીએમ મોદીને “વિશ્વની શ્રેષ્ઠ આશા” ગણાવામાં આવી?

વિશ્વના પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સનો કથિત ફ્રન્ટ પેજ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતની પૃષ્ઠભૂમિ સામે વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં વડા પ્રધાન મોદીના આખા પાનાનો ફોટો છે, જેને “વિશ્વની છેલ્લી અને શ્રેષ્ઠ આશા” કહેવામાં આવી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને વિશ્વની […]

Continue Reading

વડાપ્રધાન મોદીની સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની મુલાકાતની ફોટોમાં એડિટ કરી ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કંન્ટ્રક્શન સાઈટ મુલાકાત કરી હતી, તેમની આ મુલાકાત બાદના ફોટા સમાચારો અને સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવ્યા હતા. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે એક ફોટોગ્રાફ શેર કર્યો હતો આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદીનો લો-એંગલથી  ફોટો લેવા માટે કેમેરા […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કેટલાક એન્જીનિયર સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એન્જીનિયરોની હાથમાં જે કાગળ છે તેના પર કલરમાં ઘોડાનું ચિત્ર દોરેલું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ખાડાવાળા રસ્તાનો ફોટો વારાણસીનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાડાઓમાં પાણી ભરાયેલા રસ્તાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ઉત્તરપ્રદેશના વારાણસીના રસ્તાઓનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વારાણસીના ખાડાવાળા રસ્તાનો નહીં પરંતુ મુંબઈના […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ 11 ફ્લેટમાં પડેલી વિજળીનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં આકાશમાંથી વિજળી પડતી જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો અમદાવાદમાં 11 ફ્લેટસ પર પડેલી વિજળીનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર હાલમાં અગ્નિ-5 મિસાઈલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં એક મિસાઈલ જોવા મળે છે. તેમજ એક પુજારી જમીન પર બેસી અને પૂજા કરી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અગ્નિ-5 મિસાઈલનું હાલમાં ટેસ્ટિંગ કરવામાં આવી તેનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આગામી વર્ષ 2022માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્યમંત્રીની બદલી કર્યા બાદ તેમને લઈ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે.  આ વચ્ચે ટીવીનાઈન ગુજરાતીની કથિત ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટો સાથે લખવામાં આવ્યુ હતુ કે, “પેટ્રોલ-ડીઝલ ઉપરના તમામ ટેક્ષ હટાવ્યા પેટ્રોલ 72રૂ. ડીઝલ 68 રૂ. […]

Continue Reading

ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની સાંપ્રદાયિક ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નામે એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, સંવિધાન કા અનુચ્છેદ 30 “મદરસો” મેં કુરાન વ હદીસ પઢાને કી છૂટ દેતા હૈ, લેકિન “અનુચ્છેદ 30 A” “ગુરુકુલો’ વ “સ્કૂલો’ મેં મહાભારત, રામાયણ, વેદ, પુરાણ વ ગીતા પઢાને કી બિલ્કુલ […]

Continue Reading

શું ખરેખર કિસાન આંદોલનમાં મફતમાં દારૂનું વેચાણ થઈ રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં મોટી સંખ્યામાં લોકો દારૂ લેતા જોઈ શકાય છે અને કેટલાક લોકો તેમને દારૂનું વિતરણ કરી રહ્યા છે. સોશિયલમાં આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોટી સંખ્યામાં દારૂ વિતરણનો આ વિડિયો ખેડૂત આંદોલન દરમિયાનનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

વાયરલ ટપાલ ટિકિટ તુર્કીના રાષ્ટ્રપતિ દ્વારા 2015ના જી-20 શિખર સંમેલનને યાદગાર બનાવવા માટે બહાર પાડવામાં આવી હતી…

વડાપ્રધાન મોદીના 71 માં જન્મદિવસની પૃષ્ઠભૂમિ સામે સામાજિક મંચ પર એક ટપાલ ટિકિટની તસવીર શેર કરવામાં આવી રહી છે, તે શેર કરવામાં આવી રહી છે કે આ સ્ટેમ્પ ટિકિટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુસ્લિમ રાષ્ટ્ર તુર્કી દ્વારા વડાપ્રધાન મોદીના સન્માનમાં આ સ્ટેમ્પ બહાર પાડવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર નવા વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી દ્વારા મીડિયા સમક્ષ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપનો ખેસ પહેરીને મીડિયા સામે બોલી રહેલા એક નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ બોલી રહ્યા છે એ ભાજપના નવા વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી છે તેઓ મીડિયા સામે અભદ્ર શબ્દો બોલી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ દ્વારા તેમના દીકરાને સોમનાથ ખાતે દાન કરતાં રોકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનો તેમના દીકરાને એક મંદિરની દાનપેટીમાં દાન કરતાં અટકાવતા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે પવિત્ર શ્રાવણ માસમાં તેમના દીકરાને સોમનાથ ખાતે દાનપેટીમાં દાન કરતાં રોક્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

આગામી વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. તે વચ્ચે હાલમાં સોશિયલ મિડિયામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “ગુજરાતમાં ગ્રામ પંચાયતની તારીખ જાહેર કરવામાં આવી છે. જે ચૂંટણીનું આયોજન 27 ડિસેમ્બરના યોજાશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં પાંચ દેશની ખાનગી એજન્સીની મિટિંગનું આયોજન થયુ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં વિડિયોમાં જોવામળે છે કે, જૂદા-જૂદા અધિકારીઓની મિટિંગ ચાલી રહી છે. તેમજ અમુક વિદેશી મહેમાનો પણ આ મિટિંગમાં જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બેઠકમાં ભારતની ખુફિયા એજન્સી RAW, ઇઝરાયેલની મોસાદ, અમેરિકાની CIA, રશિયાની […]

Continue Reading

શું ખરેખર ભાવનગરમાં કુખ્યાત શખ્સને પોલીસે હાલમાં જાહેરમાં મારમાર્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં ગુજરાતની સત્તામાં ભારે ઉથલ-પાથલ થઈ છે. 5 વર્ષથી મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીને તેમજ તેમની કેબીનેટને હટાવી અને સંપૂર્ણ નવી કેબીનેટ અને મુખ્યમંત્રી ગુજરાતની જનતા આપવામાં આવ્યા છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુનેગારોને જાહેરમાં માર-મારતા પોલીસ અધિકારીને જોઈ શકાય છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ઉજ્જવલા યોજનાનો ગેસનો બાટલો લેવાની મહિલાએ ના પાડી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં એક મહિલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રદાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રતિક ચિહ્ન રુપે ગેસનો બાટલો આપે છે તો એ મહિલા એ બાટલો પરત કરીને પાછા પગલે ચાલતી થાય છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

ધારાસભ્ય રામેશ્વર શર્માના નિવેદનના વિડિયોને હેમંત બિસ્વા શર્માના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે…જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તાજેતરમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહોરમ પ્રસંગે કથિત રીતે ઉઠાવવામાં આવેલા પાકિસ્તાન ઝિંદાબાદના નારા વિશે બોલતા વ્યક્તિને સાંભળી શકાય છે. આ વિડિયો શેરને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ આસામ રાજ્યના મુખ્યમંત્રી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

કોરોના પ્રબંધો બાદ પોતાના વતન પરત ફરી રહેલા અફધાન નાગરિકોના વિડિયોને તાલિબાન સાથે જોડવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી, આ સંદર્ભમાં ઘણી ગેરમાર્ગે દોરતી તસવીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર ફેલાવવામાં આવી રહ્યા છે, આ જ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સેંકડો લોકોને ગેટ તરફ દોડતા જોઈ શકાય છે આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાને તેના સરહદ દરવાજા ટૂંક […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના અમદાવાદ રેલવે જંક્શનનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટુ સ્ટેશન જોવા મળી રહ્યુ છે અને જૂદા-જૂદા પ્લેટફોર્મ પર ટ્રેન ઉભેલી તેમજ આવતી-જતી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ રેલવે સ્ટેશનના જંકશનનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર વિડિયોમાં થપ્પડ ખાઈ રહેલો વ્યક્તિ ભાજપાનો ઉમેદવાર છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં એક માણસે ફૂલનો હાર પહેરેલો જોવા મળે છે અને બીજા માણસ હાથમાં માઇક પકડીને જોઇ શકાય છે. જે બાદમાં ફૂલ પહેરેલા વ્યક્તિને મકાન પાછળ લઈ જઈ અને ફડાકા મારે છે બાદમાં તેને ફરી લોકો સામે લઈ આવે છે. આ વિડિયોને શેર કરીને […]

Continue Reading

શું ખરેખર પોલીસને મારી રહેલો વ્યક્તિ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હોટલ જેવા સ્થળ પર પોલીસને માર મારી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ પોલીસને મારી રહ્યો છે એ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદ બાદનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક લોકોના રેસક્ર્યુ પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જૂનાગડ પંથકમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પહાડો માંથી ધોધ પડતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

છેલ્લા ત્રણ ચાર દિવસમાં ગુજરાતના રાજકારણમાં ભારે ચડાવ ઉતાર જોવા મળ્યા હતા. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દિધુ અને ગુજરાતને તેના 17માં મુખ્યમંત્રી રૂપમાં ભૂપેન્દ્ર પટેલ પ્રાપ્ત થયા હતા.  આ વચ્ચે પૂર્વમુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિજય રૂપાણી તેમની કાર પર લાગેલી લાલલાઈટ દૂર કરી […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ કાર્યકરો ભાજપામાં જોડાયા…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ ધમાસણ ચાલી રહ્યુ છે. તમામ રાજીકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે પક્ષપલટાના સમાચાર પણ સામે આવતા હોય છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપાનો કેસ ધારણ કરી અને લોકો જોવા મળે છે, આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર તાલિબાનોના લીડર દ્વારા ભાજપ અને આરએસએસને તાકાતવાર ગણાવવામાં આવ્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાઢીવાળા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ બોલી રહ્યો છે એ તાલિબાનનો લીડર છે અને તે ભાજપ અને આરએસએસ તાકાતવાર હોવાનું જણાવી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

ગૃહમંત્રી અમિત શાહના નામે ભ્રામક નિવેદન વાયરલ, ABP અસ્મિતાની ન્યુઝ પ્લેટમાં કરાયુ એડિટ…જાણો શું છે સત્ય….

ગૃહમંત્રી અમિત શાહના લોકસભા બેઠક ગાંધીનગરમાં ઓક્ટોબર મહિનામાં મહાનગર પાલિકાની ચૂંટણી છે. 3 ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણીની તૈયારી તમામ પક્ષ દ્વારા કરી દેવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખ્યુ છે કે “પાટીદારોને ગરજ હતી એટલે તેમણે ભાજપને મત આપ્યાં, ભાજપને એમની કોઈ જરૂર […]

Continue Reading

ચીનના ઇલેક્ટ્રીક કારમાં લાગેલી આગના વિડિયોને ભારતનો ગણાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

ભારતમાં ઇલેક્ટ્રીક વાહનોને લઈ સરકાર દ્વારા પુરતો જોર આપવામાં આવી રહ્યો છે અને વાહનોની ખરિદી પર સબસીડી પણ બહાર પાડવામાં આવી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઇલેક્ટ્રીક ચાર્જીગ સ્ટેશન પરા ચાર્જ થઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગતા આસપાસના અન્ય વાહનોમાં પણ આગ લાગી હોવાના સીસીટીવી જોઈ શકાય […]

Continue Reading

વર્ષ 2016ના લાલબાગના ગણપતિના વિડિયોને આ વર્ષનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

ગત વર્ષે કોરોના કહેરના કારણે ગણપતિનો ઉત્સવ ધામધૂમથી લોકો ઉજવી શક્યા ન હતા. પરંતુ વેક્સિનેશન અને કોરોના કહેરમાં ઘટાડાના કારણે આ વર્ષે ગણેશ ઉત્સવમાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 57 સેકેન્ડના આ વિડિયોમાં પડદો ખુલ્યા બાદ ગણપતિના દર્શન થઈ રહ્યા છે. આ વિડિયોને શેર […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાન સરકારે મસ્જિદ અને મદરેસા માટે નવી સૂચના બહાર પાડી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાજસ્થાન સરકારના નામે મસ્જિદ અને મદરેસાને લગતી એક માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાન સરકાર દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે, IPC કલમ 427 તેમજ 2/3 લોક સંપત્તિ અધિનિયમ 1985 અનુસાર મસ્જિદ અને મદરેસા વિરુદ્ધ દુર્વ્યવહાર કરવા બદલ કે તેની સંપત્તિને […]

Continue Reading

FACT CHECK: બ્લેક હોક હેલિકોપ્ટર પર લટકતો માણસ તાલિબાની ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે…

કંધારથી બ્લેક હોક હેલિકોપ્ટર પર એક માણસ લટકતો દેખાતો એક વિડિયો વાયરલ થયો છે અને તે માત્ર સોશિયલ મિડિયા પર જ નહીં પરંતુ મુખ્ય પ્રવાહના મિડિયામાં પણ ઘણી સનસનાટી મચાવી રહ્યો છે. લોકોએ આ વિડિયોને શેર કરીને દાવો કર્યો હતો કે તે અફઘાનો પર તાલિબાનની ક્રૂરતાનું બીજું ઉદાહરણ દર્શાવે છે, “તાલિબાન દ્વારા અમેરિકાનું સમર્થન કરનારની […]

Continue Reading

બેંક લૂંટના મોક ડ્રિલના વિડિયોને વાસ્તવિક ઘટના ગણાવવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

પોલીસકર્મીઓની સ્યુડો પ્રેક્ટિસ હેઠળ કરવામાં આવેલી નાટકીય રજૂઆતો ઘણી વખત સોશિયલ મીડિયા પર વાસ્તવિક ઘટના ગણાવીને ફેલાવવામાં આવતી હોય છે. આ ક્રમમાં, સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક લોકો એક બિલ્ડિંગથી ભાગી રહ્યા છે અને પોલીસકર્મીઓ આ લોકોને પકડી રહ્યા છે, આ લોકોને પકડ્યા પછી, […]

Continue Reading

શું ખરેખર અમુલ કંપની દ્વારા દૂધના ભાવમાં ફરી બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં સૌથી વધુ દૂધ અને દૂધથી બનતી વસ્તુઓ  અમુલ કંપની દ્વારા પુરી પાડવામાં આવે છે. સમાંયતરે અમુલ કંપની દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવતો હોય છે. હાલમાં એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમુલ કંપની દ્વારા દૂધના ભાવમાં પ્રતિલિટર 2 રૂપિયાનો […]

Continue Reading

જૂના વિડિયોને તાલિબાન સાથે જોડી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર એક વિડિયો  વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિના હાથમાં બંધુક છે પરંતુ તેને તે ચલાવતા નથી આવડતી બાદમાં તેનાથી તે હથિયારથી તેના પગમાં ગોળી વાગી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાલિબાનને હથિયાર તો મળી ગયા પરંતુ ચલાવતા ન […]

Continue Reading

શું ખરેખર ભાજપા દ્વારા ગાંધી પરિવારની માફી માંગવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રખ્યાત સમાચાર ચેનલ આજ તકની એક ટ્વિટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, “ગાંધી પરિવાર કે ખિલાફ સીબીઆઇ નહીં ઢૂંઢ પાઈ એક ભી ભ્રષ્ટાચાર કા સબૂત, કોર્ટ મેં ગાંધી પરિવાર સે ભાજપાને માંગી માફી”. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાંધી પરિવારના […]

Continue Reading

શું ખરેખર ઝવેરચંદ મેઘાણીની આમંત્રણ પત્રિકામાં તેમનો ફોટો જ નથી…? જાણો શું છે સત્ય….

હાલમાં ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી માટે આયોજિત કાર્યક્રમની નિમત્રંણ પત્રિકાનો છે. જેનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ નિમત્રંણ પ્રતિકાને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રીય શાયર માટે આયોજિત કાર્યક્રમની નિમત્રંણ પત્રિકામાં ઝવેરચંદ મેઘાણીનો […]

Continue Reading

વર્ષ 2015ના કાર બોમ્બ બ્લાસ્ટની ફોટોને કાબુલ એરપોર્ટ પરના બ્લાસ્ટ તરીકે ગણાવવામાં આવી રહી….

તાલિબાનોએ અફઘાનિસ્તાન દેશ પર કબજો કર્યા બાદ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં પત્રકારોએ 26 ઓગસ્ટ 2021ના રોજ 13 અમેરિકી સૈનિકો સહિત ઓછામાં ઓછા 160 લોકોના મોતનો દાવો કરતા કાબુલ એરપોર્ટ નજીક થયેલા જોડિયા વિસ્ફોટના ભયાનક સમાચારની જાણ કરી હતી. વિસ્ફોટ બાદ ધુમાડો દર્શાવતી એક તસવીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી […]

Continue Reading

ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની સાંપ્રદાયિક ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નામે એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, લાલા બહાદુર શાસ્ત્રી કો વિષ દેનેવાલા મુસ્લિમ રસોઈયા પાકિસ્તાન ભાગ ગયા થા, જિસે ઈન્દિરા ગાંધી આજીવન પેંશન દેતી રહી થી, “યે હર હિન્દુ કો પતા હોની ચાહિએ”. આ લખાણ સાથે એવો […]

Continue Reading

શું ખરેખર ટોલો ન્યુઝના પત્રકારની તાલિબાન દ્વારા હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય.

હાલ એક મેસેજ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તાલિબાનને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે. તાલિબાનના કબ્જા બાદ સોશિયલ મિડિયામાં સાચા-ખોટા ઘણા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ન્યુઝ સંસ્થા ટોલો ન્યુઝના પત્રકારની હત્યા કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવનારના ઘર તોડી નાખવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, ઉજ્જૈનનો એક વિડિયો ઇન્ટરનેટ પર ફરતો હતો અને જે સોશિયલ પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યો હતો, તે વિડિયોમાં કેટલાક લોકો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ જ વિડિયો સાથે જોડીને એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, તે વિડિયોમાં ઘણા પોલીસકર્મીઓને યુનિફોર્મ પહેરેલા અને જેસીબીની મદદથી બંદોબસ્ત તોડતા જોઈ શકો છો. આ […]

Continue Reading