ધારાસભ્ય રામેશ્વર શર્માના નિવેદનના વિડિયોને હેમંત બિસ્વા શર્માના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે...જાણો શું છે સત્ય....
હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તાજેતરમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહોરમ પ્રસંગે કથિત રીતે ઉઠાવવામાં આવેલા પાકિસ્તાન ઝિંદાબાદના નારા વિશે બોલતા વ્યક્તિને સાંભળી શકાય છે. આ વિડિયો શેરને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ આસામ રાજ્યના મુખ્યમંત્રી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ આસામના મુખ્યમંત્રી નહિં પરંતુ મધ્યપ્રદેશ ભાજપાના ધારાસભ્ય રામેશ્વર શર્મા છે. આસામના મુખ્યમંત્રી હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hamir Piprotar Hamir નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ આસામ રાજ્યના મુખ્યમંત્રી છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વર્ષે જ 22 ઓગસ્ટના રોજ રામપ્રસાદ જેટી નામના ટ્વિટર યુઝરે આ જ વિડિયો અપલોડ કર્યો હતો. તેમના ટ્વીટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વિડિયોમાં દેખાતી વ્યક્તિ મધ્યપ્રદેશના નેતા રામેશ્વર શર્મા છે.
ત્યારબાદ ઉપર આપેલી માહિતીને ધ્યાનમાં રાખીને, અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા. અમને 21 ઓગસ્ટ 2021ના રોજ INH ન્યૂઝ દ્વારા પ્રસારિત વિડિયો મળી હતી. વાયરલ થઈ રહેલો વિડિયો તેમાં બતાવવામાં આવ્યો છે. આ વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યું છે કે, "ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માનું નિવેદન - માતાનું દૂધ પીધુ હોય તો થોડા દિવસ તાલિબાન-અફઘાનિસ્તાનમાં વિતાવો."
ત્યારબાદ અમે ઉપરના વિડિયોમાં આપેલી માહિતીના આધારે ગૂગલ પર વધુ કીવર્ડ સાથે શોધ કરતા અમને 22 ઓગસ્ટ 2021ના રોજ જનસત્તા દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, “મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ સ્થિત હુઝુરના ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. મિડિયા સાથે વાત કરતી વખતે, ઉજ્જૈનમાં કથિત રીતે ઉઠાવવામાં આવેલા પાકિસ્તાન ઝિંદાબાદના નારાના સંબંધમાં તેમણે જે પણ કહ્યું તે આ લેખમાં ઉલ્લેખિત છે.”
નીચે આપેલી તુલનાત્મક ફોટોમાં તમે આસામના મુખ્યમંત્રી હેંમત બિશ્વ શર્મા અને ભાજપાના ધારાસભ્ય રામેશ્વર શર્મા ફરક જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ આસામના મુખ્યમંત્રી નહિં પરંતુ મધ્યપ્રદેશ ભાજપાના ધારાસભ્ય રામેશ્વર શર્મા છે. આસામના મુખ્યમંત્રી હોવાની વાત તદ્દન ખોટી છે.
Title:ધારાસભ્ય રામેશ્વર શર્માના નિવેદનના વિડિયોને હેમંત બિસ્વા શર્માના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે...
Fact Check By: Yogesh KariaResult: False