હાલમાં ગુજરાતની સત્તામાં ભારે ઉથલ-પાથલ થઈ છે. 5 વર્ષથી મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીને તેમજ તેમની કેબીનેટને હટાવી અને સંપૂર્ણ નવી કેબીનેટ અને મુખ્યમંત્રી ગુજરાતની જનતા આપવામાં આવ્યા છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુનેગારોને જાહેરમાં માર-મારતા પોલીસ અધિકારીને જોઈ શકાય છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર બનતાની સાથે જ ભાવનગરની પોલીસે કુખ્યાત ડોનને પકડીને જાહેરમાં મારમાર્યો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા ગુજરાતમાં બનેલી ઘટનાનો છે. હાલમાં રાજ્યમાં થઈ રહેલી રાજકીય ઉથલ-પાથલ સાથે કોઈ સંબંધ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hemant Sukhdiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર બનતાની સાથે જ ભાવનગરની પોલીસે કુખ્યાત ડોનને પકડીને જાહેરમાં મારમાર્યો.”

Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં આપેલા ન્યુઝ ચેનલના નામ (Metro India News) ના આધારે સર્ચ કરતા અમને ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો.

મેટ્રો ઇન્ડિયા ન્યુઝ દ્વારા આ વિડિયો 8 સપ્ટેમ્બર 2018ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાત પોલીસે ડોનને રસ્તા વચ્ચે મારમાર્યો, ભાવનગરના ડોનને ખૂબ મારમાર્યો હતો.” આ સંપૂર્ણ વિડિયોને તમે નીચે જોઈ શકો છો.

તેમજ S9ન્યુઝ-ગુજરાત દ્વારા પણ સપ્ટેમ્બર 2018માં આ જ વિડિયો તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો અને આ જ માહિતી આપી હતી. આ વિડિયો પણ તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમે વધુ સર્ચ કરતા અમને સંદેશ ન્યુઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયોમાં ભાવનગર ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર દિપક મિશ્રાનો છે. ભાવનગરની તળાજાની શેરીઓ માંથી ગુંડા શૈલેષ ધાંધલ્યા, મુકેશ શિયાલ અને ભદ્રેશ ગોસ્વામીને મારતા અને પરેડ કરતા બતાવવામાં આવ્યા છે.

ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ “તળાજા નગરમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં ત્રણેયની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તળાજા કોર્ટે ત્રણેયને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ ભાવનગર પોલીસે તેમની પરેડ કરી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા ગુજરાતમાં બનેલી ઘટનાનો છે. હાલમાં રાજ્યમાં થઈ રહેલી રાજકીય ઉથલ-પાથલ સાથે કોઈ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર ભાવનગરમાં કુખ્યાત શખ્સને પોલીસે હાલમાં જાહેરમાં મારમાર્યો...?

Fact Check By: Yogesh Karia

Result: False