ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ ધમાસણ ચાલી રહ્યુ છે. તમામ રાજીકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે પક્ષપલટાના સમાચાર પણ સામે આવતા હોય છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપાનો કેસ ધારણ કરી અને લોકો જોવા મળે છે, આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટના તમામ કાર્યકરો ભાજપામાં જોડાયા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આમ આદમી પાર્ટીનુ આખુ યુનિટ ભાજપામાં નથી જોડાયુ ફક્ત 250 કાર્યકર્તાઓ ભાજપામાં જોડાયા હતા. આપના તમામ નેતા ભાજપામાં જોડાયા હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Gaurav Bayal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટના તમામ કાર્યકરો ભાજપામાં જોડાયા.”

Facebook | Fb post Archive

ટ્વિટર પર પણ આ જ દાવા સાથે આ ફોટોને શેર કરવામાં આવી રહ્યો છે. જે પણ તમે નીચે જોઈ શકો છો.

Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ભાજપાના ગુજરાતના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ ફોટો પ્રાપ્ત થયો હતો. જેમા માહિતી આપવામાં આવી હતી કે, “સુરત, જૂનાગઢ, નવસારી અને વડોદરા જિલ્લાના (AAP Gujarat) આમ આદમી પાર્ટીના 250થી વધુ કાર્યકર્તાઓ ભાજપ સાથે જોડાયા છે.

Archive

તેમજ બીજેપી ગુજરાતના ઓફિશિયલ ફેસબુક પેજ પર પણ આ જ માહિતી સાથે 24 ઓગસ્ટના ફોટો શેર કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ સ્થાનિક મિડિયા એબીપી અસ્મિતા અને દિવ્યભાસ્કર દ્વારા પણ આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

તેમજ આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ઈસુદાન ગઢવી સાથે પણ આ અંગે પૂછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકરો વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. બીજેપી આઈટી સેલ દ્વારા લોકોમાં ભ્રામક્તા ફેલાવવા ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે.

તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વાત તદ્દન ખોટી છે. આપના અમુક કાર્યકરોએ આપ પાર્ટી છોડી છે. પરંતુ જ્યારે તે લોકોને સમજાશે તેઓ પણ ફરી આમ આદમી પાર્ટીમાં જોડાય જાશે. ગુજરાત આપનું તમામ યુનિટ આપ માટે સક્રિય અને સમ્રપિત છે. જેનું પરિણામ 2022ની ચૂંટણીમાં જોવા મળશે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, આમ આદમી પાર્ટીનુ આખુ યુનિટ ભાજપામાં નથી જોડાયુ ફક્ત 250 કાર્યકર્તાઓ ભાજપામાં જોડાયા હતા. આપના તમામ નેતા ભાજપામાં જોડાયા હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ કાર્યકરો ભાજપામાં જોડાયા...?

Fact Check By: Yogesh Karia

Result: Partly False