હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં એક મિસાઈલ જોવા મળે છે. તેમજ એક પુજારી જમીન પર બેસી અને પૂજા કરી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અગ્નિ-5 મિસાઈલનું હાલમાં ટેસ્ટિંગ કરવામાં આવી તેનો ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ 15 સપ્ટેમ્બર 2013ના રોજ કરવામાં આવેલા પરિક્ષણ દરમિયાનનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Satish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અગ્નિ-5 મિસાઈલનું હાલમાં ટેસ્ટિંગ કરવામાં આવી તેનો ફોટો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ફોટો ગેટીઇમેજ પર પ્રાપ્ત થઈ હતી. આ ફોટો 15 સપ્ટેમ્બર 2013નો છે. આ ફોટો સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ભારતે આજે બીજી વખત લાંબા અંતરની પરમાણુ સક્ષમ અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું જે 5000 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવે છે. ભારત હવે યુનાઇટેડ સ્ટેટ્સ, યુકે, રશિયા, ફ્રાન્સ અને ચીન જેવા રાષ્ટ્રની પસંદગીની ક્લબમાં જોડાય છે, જે યુરોપ, એશિયા અને આફ્રિકામાં પોતાની મરજીથી પ્રહાર કરતા ખંડોમાં મિસાઇલો ચલાવવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલ 1000કિલો પરમાણુ હથિયાર લઈ જઈ શકે છે અને તેમાં ત્રણ રોકેટ મોટર્સ છે અને તેને ભારતના વ્હીલર આઈલેન્ડથી લોન્ચ કરવામાં આવી હતી. આ ફોટો પલ્લવ બગલા/કોર્બીસ દ્વારા લેવામાં આવ્યો.

ગેટીઈમેજ

તેમજ અમને આજતકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ અગ્નિ-5 મિસાઇલનું પ્રથમ સફળ પરિક્ષણ 19 એપ્રિલ 2012ના રોજ થયું હતું. આ પછી 15 સપ્ટેમ્બર 2013, 31 જાન્યુઆરી 2015, 26 ડિસેમ્બર 2016, 18 જાન્યુઆરી 2018, 3 જૂન 2018 અને 10 ડિસેમ્બર 2018 ના રોજ સફળ પરીક્ષણો થયા. કુલ મળીને અગ્નિ-5 મિસાઈલનાં સાત સફળ પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ પરીક્ષણોમાં આ મિસાઇલનું વિવિધ પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે આ મિસાઈલ દુશ્મનનો નાશ કરવા માટેનું શ્રેષ્ઠ હથિયાર છે. તેની ચોકસાઈ, ઝડપ અને વિનાશક શક્તિ દુશ્મનને પરસેવો પાડશે.

Aajtak | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ 15 સપ્ટેમ્બર 2013ના રોજ કરવામાં આવેલા પરિક્ષણ દરમિયાનનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર હાલમાં અગ્નિ-5 મિસાઈલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ તેનો ફોટો છે...?

Fact Check By: Yogesh Karia

Result: Partly False