
હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં વિડિયોમાં જોવામળે છે કે, જૂદા-જૂદા અધિકારીઓની મિટિંગ ચાલી રહી છે. તેમજ અમુક વિદેશી મહેમાનો પણ આ મિટિંગમાં જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બેઠકમાં ભારતની ખુફિયા એજન્સી RAW, ઇઝરાયેલની મોસાદ, અમેરિકાની CIA, રશિયાની KGB અને ઇંગ્લેન્ડની MI6એ હાજરી આપી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો માત્ર ભારત અને રશિયા વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ તેનો હતો. અન્ય દેશોની એજન્સીની હાજર રહી હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Janak Bhimani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ બેઠકમાં ભારતની ખુફિયા એજન્સી RAW, ઇઝરાયેલની મોસાદ, અમેરિકાની CIA, રશિયાની KGB અને ઇંગ્લેન્ડની MI6એ હાજરી આપી છે.”

આ સિવાય પણ અન્ય ગુજરાતી સોશિયલ મિડિયામાં આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેની લિંક તમે નીચે જોઈ શકો છો.
Facebook 1 | Facebook 2 | Facebook 3 | Facebook 4
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ભાસ્કર.કોમનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “8 સપ્ટેમ્બરનો આ ફોટો દિલ્હીમાં યોજાયેલી ભારત અને રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકનો છે. જોકે, સીઆઈએ ચીફની ભારત મુલાકાતને ગુપ્તતાના પડદા હેઠળ રાખવામાં આવી હતી.”

તેમજ આ અંગે વધુ તપાસ કરતા અમને ANI દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “દિલ્હીમાં ભારત અને રશિયા વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક.”
Embed
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો માત્ર ભારત અને રશિયા વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ તેનો હતો. અન્ય દેશોની એજન્સીની હાજર રહી હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર દિલ્હીમાં પાંચ દેશની ખાનગી એજન્સીની મિટિંગનું આયોજન થયુ છે…?
Fact Check By: Yogesh KariaResult: False
