સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટુ સ્ટેશન જોવા મળી રહ્યુ છે અને જૂદા-જૂદા પ્લેટફોર્મ પર ટ્રેન ઉભેલી તેમજ આવતી-જતી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ રેલવે સ્ટેશનના જંકશનનો ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ રેલવે સ્ટેશનના જંક્શનનો નથી. આ ફોટો દિલ્હી રેલવે સ્ટેશનની બ્લુપ્રિન્ટનો છે. લોકોએ અમદાવાદ રેલવે સ્ટેશનનો ફોટો હોવાની ભ્રામક્ત થી દૂર રહેવુ જોઈએ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Azad Yoddha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ રેલવે સ્ટેશનના જંકશનનો ફોટો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Indiainfrahub નામની વેબસાઈટ પર પ્રસારિત 14 ફેબ્રુઆરી 2020ના આ ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “3-સૂચિત સ્તરો સાથે નવી દિલ્હી રેલવે સ્ટેશન માટેની બ્લુપ્રિન્ટ.

Indianfrahub | Archive

તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને નવભારત ટાઈમ્સ અને લાઈવ હિન્દુસ્તાન વેબસાઈટના અહેવાલ પ્રાપ્ત થયા હતા. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, “દિલ્હી રેલવે સ્ટેશનનું નવીનિકરણ કરવામાં આવશે. જે માટે 6500 કરોડનો ખર્ચ કરવામાં આવશે.” જે તમે નીચે જોઈ શકો છો.

નવભારતટાઈમ્સ | સંગ્રહ

લાઈવહિન્દુસ્તાન | સંગ્રહ

તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે પશ્ચિમ રેલવેના પીઆરઓ પ્રદિપ શર્માનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ અમદાવાદ રેલવે સ્ટેશનના જકંશનનો ફોટો નથી, આ ફોટો અમદાવાદનો હોવાની વાત તદ્દન ખોટી છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ ફોટો શેર કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ રેલવે સ્ટેશનના જંક્શનનો નથી. આ ફોટો દિલ્હી રેલવે સ્ટેશનની બ્લુપ્રિન્ટનો છે. લોકોએ અમદાવાદ રેલવે સ્ટેશનનો ફોટો હોવાની ભ્રામક્ત થી દૂર રહેવુ જોઈએ.

Avatar

Title:શું ખરેખર ગુજરાતના અમદાવાદ રેલવે જંક્શનનો આ ફોટો છે...?

Fact Check By: Yogesh Karia

Result: False