શું ખરેખર પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવનારના ઘર તોડી નાખવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

તાજેતરમાં, ઉજ્જૈનનો એક વિડિયો ઇન્ટરનેટ પર ફરતો હતો અને જે સોશિયલ પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યો હતો, તે વિડિયોમાં કેટલાક લોકો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ જ વિડિયો સાથે જોડીને એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, તે વિડિયોમાં ઘણા પોલીસકર્મીઓને યુનિફોર્મ પહેરેલા અને જેસીબીની મદદથી બંદોબસ્ત તોડતા જોઈ શકો છો. આ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉજ્જૈનમાં જેમણે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા, શિવરાજ સરકારે જેસીબી સાથે તેમના ગેરકાયદે મકાનને સંપૂર્ણપણે તોડી પાડ્યા હતા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rocky Bhai Hindu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉજ્જૈનમાં જેમણે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા, શિવરાજ સરકારે જેસીબી સાથે તેમના ગેરકાયદે મકાનને સંપૂર્ણપણે તોડી પાડ્યા હતા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વિડિયો એચબીસી ન્યૂઝ 18 દ્વારા આ વર્ષે 28 ઓગસ્ટના રોજ પ્રસારિત થયો હતો. વિડિયોના શીર્ષકમાં લખ્યું છે કે, “ઉજ્જૈન પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અતિક્રમણ દૂર કરવા માટે સંયુક્ત કાર્યવાહી.”

આ વિડિયોમાં આપેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, “ઉજ્જૈનમાં સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામને મહાનગરપાલિકા દ્વારા ભારે પોલીસ બળની હાજરીમાં દૂર કરવામાં આવ્યું. આ વિડિયોમાં એવું નથી કહેવામાં આવ્યું કે ઉજ્જૈનની ગફૂર બસ્તીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા, જેના કારણે શિવરાજ સિંહ ચૌહાણ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી.

ત્યારબાદ, ગૂગલ પર આ સંદર્ભમાં ઉલ્લેખિત કીવર્ડ્સ શોધવા પર, અમને આ વર્ષે 27 ઓગસ્ટના રોજ દૈનિક ભાસ્કર દ્વારા પ્રકાશિત એક સમાચાર લેખ મળ્યો, જે મુજબ ઉજ્જૈનમાં જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો, જેમાં હરિ ફાટક ઉપર ઓવર બ્રીજ સહિતના વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યુ. રિપોર્ટ અનુસાર, 15 વર્ષથી દુકાનદારોએ ગેરકાયદે બાંધકામ કરીને સરકારી જમીન પર કબજો જમાવ્યો હતો અને હવે કોર્ટના આદેશ બાદ આ ગેરકાયદેસર અતિક્રમણ બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. ઉજ્જૈન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ પાર્કિંગ, શિપ્રા નદીના ઘાટ, ગાર્ડન ઝોન આ જમીન પર બનાવવામાં આવશે.

દૈનિક ભાસ્કર | સંગ્રહ

ત્યારબાદ આ વિડિયો ક્યાં વાયરલ થઈ રહ્યો છે તે શોધવાનો પ્રયાસ કર્યો હતો અને ઉજ્જૈનના નીલગંગા પોલીસ સ્ટેશનના SHO તરૂણ કુરિલનો સંપર્ક કર્યો હતો, તેમણે અમને કહ્યું કે “વાયરલ થઈ રહેલો વિડિયો ઉજ્જૈનમાં સ્થિત હરિ ફાટક બ્રિજ વિસ્તારનો છે. જે જમીન માંથી ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે તે સરકારી એટલે કે મ્યુનિસિપલ જમીન છે અને હવે જ્યારે કોર્ટનો આદેશ આવ્યો છે, ત્યારે આદેશ મુજબ કાર્યવાહી કરીને આ જમીન પરથી ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું છે.” 

અંત માં અમે ઉપરોક્ત તમામ પુરાવાઓની પુષ્ટિ કરવા અને વાયરલ થઈ રહેલા દાવાની સત્યતા જાણવા માટે ઉજ્જૈનના એસપી સત્યેન્દ્ર કુમાર શુક્લાનો સંપર્ક કર્યો અને તેમણે અમને કહ્યું કે, “સૌથી પહેલા ઉજ્જૈનમાં ગફૂર બસ્તી નામની કોઈ જગ્યા નથી. વાયરલ થઈ રહેલા વિડિયોમાં જોવા મળતી જગ્યા હરી ફાટક નજીક છે, જ્યાં નગરપાલિકાની બે હેક્ટરથી વધુ જમીનનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું, આ વિડિયોને ભૂતકાળમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાની ઘટના સાથે કોઈ સંબંધ નથી, આ બંને ત્યાં છે જુદા-જુદા કેસો, ગેરકાયદે બાંધકામો દૂર કરવા અને સૂત્રોચ્ચારના કેસો વચ્ચે કોઈ સંબંધ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો ઉજ્જૈનના હરી ફાટક વિસ્તારનો છે. કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા દ્વારા સરકારી જમીનમાંથી હટાવવામાં આવેલા અતિક્રમણનો છે. ભૂતકાળમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાની ઘટના સાથે તેનો કોઈ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવનારના ઘર તોડી નાખવામાં આવ્યા…?

Fact Check By: Yogesh Karia 

Result: False