હાલ એક મેસેજ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તાલિબાનને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે. તાલિબાનના કબ્જા બાદ સોશિયલ મિડિયામાં સાચા-ખોટા ઘણા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ન્યુઝ સંસ્થા ટોલો ન્યુઝના પત્રકારની હત્યા કરવામાં આવી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. અફઘાનિસ્તાનની ન્યુઝ સંસ્થા ટોલોન્યુઝના પત્રકારની હત્યા કરવામાં આવી નથી. રિપોર્ટર અને કેમેરામેન સાથે તાલિબાન દ્વારા મારપીટ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Satya Ghatna News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ન્યુઝ સંસ્થા ટોલો ન્યુઝના પત્રકારની હત્યા કરવામાં આવી.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ઉપરોક્ત દાવાની સત્યતા તપાસવા ટોલોન્યુઝના ઓફિશિયલ ટ્વિટરની મુલાકાત લીધી હતી.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ટોલો ન્યુઝ દ્વારા 26 ઓગસ્ટ 2021ના તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જે અનુસાર તાલિબાન દ્વારા ટોલો ન્યુઝના રિપોર્ટર અને કેમેરામેનને માર મારવામાં આવ્યો હતો.

તેમજ ટોલોન્યુઝના પત્રકાર ઝિઆર ખાન યાદ દ્વારા પણ ટ્વિટ કરી અને તેમની હત્યાના સમાચારને ખોટા ગણાવ્યા હતા, જોકે તાલિબાન દ્વારા તેમને માર મારવામાં આવ્યો હોવાનુ તેમજ અભદ્રતા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Archive

ANI દ્વારા પણ ટોલો ન્યુઝના પત્રકારના મોતના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. પરંતુ બાદ તેમણે પણ ખુલાસો કર્યો હતો કે, અફઘાનિસ્તાનના પત્રકારની હત્યા નથી થઈ પરંતુ તાલિબાન દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. અફઘાનિસ્તાનની ન્યુઝ સંસ્થા ટોલોન્યુઝના પત્રકારની હત્યા કરવામાં આવી નથી. રિપોર્ટર અને કેમેરામેન સાથે તાલિબાન દ્વારા મારપીટ કરવામાં આવી હતી.

Avatar

Title:શું ખરેખર ટોલો ન્યુઝના પત્રકારની તાલિબાન દ્વારા હત્યા કરવામાં આવી...?

Fact Check By: Yogesh Karia

Result: False