શું ખરેખર અમુલ કંપની દ્વારા દૂધના ભાવમાં ફરી બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં સૌથી વધુ દૂધ અને દૂધથી બનતી વસ્તુઓ  અમુલ કંપની દ્વારા પુરી પાડવામાં આવે છે. સમાંયતરે અમુલ કંપની દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવતો હોય છે. હાલમાં એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમુલ કંપની દ્વારા દૂધના ભાવમાં પ્રતિલિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે 7 સપ્ટેમ્બર 2021થી અમલ થશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. અમુલ દ્વારા 30 જૂન 2021ના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં સપ્ટેમ્બરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vadodara Is Great નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમુલ કંપની દ્વારા દૂધના ભાવમાં પ્રતિલિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે 7 સપ્ટેમ્બર 2021થી અમલ થશે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે અમુલ કંપનીના ઓફિશિયલ સોશિયલ મિડિયા એકાઉન્ટ ફેસબુક અને ટ્વિટર ચેક કર્યા હતા. પરંતુ અમને કોઈ માહિતી મળી ન હતી. 

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને બીબીસી ગુજરાતીનો 30 જૂન 2021નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમુલ દ્વારા દૂધમાં પ્રતિ લિટરે રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો.

BBC | ARCHIVE

તેમજ ટીવીનાઈન ન્યુઝ ચેનલ દ્વારા પણ આ અંગે વિશેષ માહિતી આપતો અહેવાલ 30 જૂન 2021ના પ્રસારિત કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ અમે અમારી પડતાલને મજૂબત કરવા અમુલ કંપનીના એમડી ડો. આરએસ સોઢીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ, “અમુલ કંપની દ્વારા હાલમાં દૂધના ભાવમાં કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. જૂન મહિનામાં દૂધના ભાવમાં પ્રતિલિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા વિનંતી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. અમુલ દ્વારા 30 જૂન 2021ના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં સપ્ટેમ્બરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

Avatar

Title:શું ખરેખર અમુલ કંપની દ્વારા દૂધના ભાવમાં ફરી બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…?

Fact Check By: Yogesh Karia 

Result: False