ભારતમાં ઇલેક્ટ્રીક વાહનોને લઈ સરકાર દ્વારા પુરતો જોર આપવામાં આવી રહ્યો છે અને વાહનોની ખરિદી પર સબસીડી પણ બહાર પાડવામાં આવી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઇલેક્ટ્રીક ચાર્જીગ સ્ટેશન પરા ચાર્જ થઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગતા આસપાસના અન્ય વાહનોમાં પણ આગ લાગી હોવાના સીસીટીવી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઇલેક્ટ્રીક કારમાં ચાર્જીગ દરમિયાન આગ લાગ્યાનો આ વિડિયો ભારતનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો ભારતનો નહિં પરંતુ ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ડોંગગુઆન શહેરનો છે. ભારતનો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Aiyub Pathan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઇલેક્ટ્રીક કારમાં ચાર્જીગ દરમિયાન આગ લાગ્યાનો આ વિડિયો ભારતનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સીસીટીવીનો વધુ એક સ્પષ્ટ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં કારની નંબર પ્લેટ જોઈ શકાય છે. જે ભારતની ન હોવાનું જણાઇ રહ્યુ છે.

ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને People’s Daily, China દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વિડિયો અપલોડ કરી અને માહિતી આપી હતી કે, “આ ઘટના 8 મે 2020ના સાઉથ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં ઇલેક્ટ્રીક ચાર્જિગ સ્ટેશન પર કારમાં અચાનક આગ લાગી હતી.

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને news.yahoo.com નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ જ માહિતી આપવામાં આવી હતી કે, “દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ડોંગગુઆન શહેરમાં એક ચાર્જિંગ સ્ટેશનમાં ઈલેક્ટ્રિક કારમાં ચાર્જિગ દરમિયાન ભારે આગ લાગી હતી અને અન્ય ત્રણ વાહનો બળી ગયા હતા. 8 મે 2020ના રોજ આ ઘટના બનવા પામી હતી.

news.yahoo.com

ચીનના sixthtone.com મિડિયા હાઉસ દ્વારા પણ વિશેષ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો ભારતનો નહિં પરંતુ ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ડોંગગુઆન શહેરનો છે. ભારતનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:ચીનના ઇલેક્ટ્રીક કારમાં લાગેલી આગના વિડિયોને ભારતનો ગણાવવામાં આવી રહ્યો...

Fact Check By: Yogesh Karia

Result: False