તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કેટલાક એન્જીનિયર સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એન્જીનિયરોની હાથમાં જે કાગળ છે તેના પર કલરમાં ઘોડાનું ચિત્ર દોરેલું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એન્જીનિયરોની હાથમાં જે કાગળ દેખાઈ રહ્યો છે એ દિલ્હી ખાતે સેન્ટ્રલ વિસ્ટામાં બની રહેલા નવા સંસદ ભવનની કન્સ્ટ્રક્શન સાઈટના નકશાનો ફોટો છે જેમાં એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Tejabhai Mali નામના ફેસબુક યુઝર દ્વારા 18 ઓગષ્ટ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એન્જીનિયરોની હાથમાં જે કાગળ છે તેના પર કલરમાં ઘોડાનું ચિત્ર દોરેલું છે.

screenshot-www.facebook.com-2021.09.28-17_37_23.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને aajtak.in પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર 26 સપ્ટેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ ફોટોમાં અમને ક્યાંય પણ કાગળમાં ઘોડો દોરેલો જોવા મળ્યો નહતો. આ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે સેન્ટ્રલ વિસ્ટા કન્સ્ટ્રક્શન સાઈટની મુલાકાત લીધી એ સમયનો આ ફોટો છે. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવનિર્માણ થઈ રહેલા સંસદ ભવનની કન્સ્ટ્રક્શન સાઈટની મુલાકાત લીધી ત્યારે એન્જીનિયરોના હાથમાં તમે આ સાઈટનો નકશો સ્પષ્ટ રીતે જોઈ શકો છો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે તે એડિટ કરેલો છે.

screenshot-www.aajtak.in-2021.09.28-17_43_54.png

આજ ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. navbharattimes.indiatimes.com | tv9hindi.com | hindi.news18.com

અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો narendramodi_in દ્વારા પણ તેના સત્તાવાર ટ્વિટર પર 27 સપ્ટેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એન્જીનિયરોની હાથમાં જે કાગળ દેખાઈ રહ્યો છે એ દિલ્હી ખાતે સેન્ટ્રલ વિસ્ટામાં બની રહેલા નવા સંસદ ભવનની કન્સ્ટ્રક્શન સાઈટના નકશાનો ફોટો છે જેમાં એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ.... જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: Satire