શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ઉજ્જવલા યોજનાનો ગેસનો બાટલો લેવાની મહિલાએ ના પાડી…? જાણો શું છે સત્ય….

Satire રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં એક મહિલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રદાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રતિક ચિહ્ન રુપે ગેસનો બાટલો આપે છે તો એ મહિલા એ બાટલો પરત કરીને પાછા પગલે ચાલતી થાય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેમાં એડિટીંગ કરીને રિવર્સ ઈફેક્ટ મૂકવામાં આવી છે. વાસ્તવમાં તો મહિલા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રતિક ચિહ્ન બાટલાનો સ્વિકાર કરી રહી છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dinesh Vekariya નામના ફેસબુક યુઝર દ્વારા 2 સપ્ટેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ બહેને મોદીને રામ રામ કરીને કહે છે..રાખ તારી પાસે તારો બાટલો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં એક મહિલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રદાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રતિક ચિહ્ન રુપે ગેસનો બાટલો આપે છે તો એ મહિલા એ બાટલો પરત કરીને પાછા પગલે ચાલતી થાય છે.

Facebook Post | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર યુટ્યુબ ચેનલ Bharatiya Janata Party પર 01 મે, 2016 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના બલિયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું લોકાર્પણ કર્યું. આ વીડિયોમાં વડાપ્રધાન ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસના બાટલાનું પ્રતિક ચિહ્ન આપી રહ્યા છે. આ સંપૂર્ણ વીડિયોમાં તમે 26.15 મિનિટ પછી પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી મહિલાને જોઈ શકો છો. પરંતુ તે ગેસના બાટલાનો સ્વિકાર કરી રહી છે એ સ્પષ્ટ જોઈ શકાય છે.

અમારી વધુ તપાસમાં અમને અન્ય મીડિયા માધ્યમ દ્વારા પણ આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Narendra Modi | India TV

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં એડિટીંગ કરીને તેને રિવર્સ ઈફેક્ટ આપવામાં આવી છે.

નીચે તમે ઓરિજીનલ વીડિયો અને એડિટીંગ કરેલા વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેમાં એડિટીંગ કરીને રિવર્સ ઈફેક્ટ મૂકવામાં આવી છે. વાસ્તવમાં તો મહિલા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રતિક ચિહ્ન બાટલાનો સ્વિકાર કરી રહી છે.

Avatar

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ઉજ્જવલા યોજનાનો ગેસનો બાટલો લેવાની મહિલાએ ના પાડી…?

Fact Check By: Vikas Vyas 

Result: Satire