કંધારથી બ્લેક હોક હેલિકોપ્ટર પર એક માણસ લટકતો દેખાતો એક વિડિયો વાયરલ થયો છે અને તે માત્ર સોશિયલ મિડિયા પર જ નહીં પરંતુ મુખ્ય પ્રવાહના મિડિયામાં પણ ઘણી સનસનાટી મચાવી રહ્યો છે. લોકોએ આ વિડિયોને શેર કરીને દાવો કર્યો હતો કે તે અફઘાનો પર તાલિબાનની ક્રૂરતાનું બીજું ઉદાહરણ દર્શાવે છે, “તાલિબાન દ્વારા અમેરિકાનું સમર્થન કરનારની હત્યા કરી હેલિકોપ્ટરમાં લટકાવ્યો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

बडौदेकर बंधु નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તાલિબાન દ્વારા અમેરિકાનું સમર્થન કરનારની હત્યા કરી હેલિકોપ્ટરમાં લટકાવ્યો.”

Facebook | Fb post Archive

FACT CHECK

વાઇસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તાલિબ ટાઇમ્સ નામના ટ્વિટર હેન્ડલ દ્વારા સોમવારે વિડિયોને પ્રથમ ટ્વિટ કરવામાં આવ્યો હતો. તાલિબ ટાઇમ્સ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં માહિતી આપવામાં આવી હતી કે, “અમારી વાયુસેના! આ સમયે, ઇસ્લામિક અમીરાતના હવાઈ દળના હેલિકોપ્ટર કંદહાર શહેર ઉપર ઉડી રહ્યા છે અને શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.

Twitter | Archive

વિડિયોમાં આપણે પશ્તોમાં લખેલું નામ જોઈ શકીએ છીએ. નામ તબસ્સુમ રેડિયોનું ભાષાંતર કરે છે. જ્યારે અમે તબસ્સુમ રેડિયોની શોધ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે તે કંધાર સ્થિત સ્થાનિક રેડિયો સ્ટેશન છે. અમે સાદિકુલ્લા અફઘાન પાસે પહોંચ્યા જે તબસ્સુમ રેડિયોના વડા છે. અફઘાને ફેક્ટ ક્રેસેન્ડોને કહ્યું, “મેં ગઈકાલે કંધારમાં પ્રાંતીય સરકારી ભવન પાસે મારા ફોન પર વિડિયો શૂટ કર્યો હતો. અમે એક માણસને હેલિકોપ્ટર પર લટકતો જોયો અને અમે દંગ રહી ગયા. પાછળથી, અમને જાણવા મળ્યું કે તે એક તાલિબાની ફાઇટર હતો જે બિલ્ડિંગ પરિસરની અંદર એક પોસ્ટ પર તાલિબાની ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે કોઈ નિર્દોષ નથી જેને તાલિબાન દ્વારા ફાંસી આપવામાં આવી હતી, સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહેલી કથા ખોટી છે.”

અફઘાને સોમવારે પોસ્ટ કરેલા વિડીયોની લિંક શેર કરી હતી. તેમનું ટ્વીટ નીચે જોઈ શકાય છે.

Archive

અમને કંધારના પત્રકારો અને સ્થાનિકોએ પોસ્ટ કરેલા સમાન ઘટનાના વિવિધ વિડિયો મળ્યા હતા જે અમને વિવિધ એંગલથી ઘટના બતાવે છે. અફઘાન પત્રકાર શ્રી અરખંદ અબ્દુલમાનન દ્વારા પોસ્ટ કરવામાં આવેલ નીચેનો વિડિયો આપણને એક ફ્લેગ પોસ્ટની ઉપર હેલિકોપ્ટરમાં લટકતો માણસ બતાવે છે. કેપ્શનમાં અરખંડ જણાવે છે કે, "લશ્કરી માણસે પોસ્ટ પર ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શક્યો નહીં."

બીજા વિડિયોમાં જોઈ શકાય છે કે ફ્લેગ પોસ્ટ ઉપર ઉડતા હેલિકોપ્ટર પર સસ્પેન્ડ કરાયેલ માણસ પણ તે સુધી પહોંચી શક્યો નથી. આ વિડિયો ખાન મોહમ્મદ અયાન નામના ફેસબુક યુઝરે પોસ્ટ કર્યો હતો. વિડિયો નીચે જોઈ શકાય છે.

તેમજ અફઘાનિસ્તાનના પત્રકાર બિલાલ સરવરીએ તેમના ઓફિશીયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતુ અને જણાવ્યુ હતુ કે, “તેમણે હેલિકોપ્ટર ઉડાવતા પાયલોટ સાથે વાત કરી છે અને તેમણે તેમને પુષ્ટિ આપી છે કે વિડિયોમાં દેખાતો માણસ ખરેખર એક તાલિબાની હતો જે એક પોસ્ટ પર ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વિડિયોમાં બ્લેક હોક હેલિકોપ્ટર સાથે લટકતો જોવા મળતો માણસ જીવંત છે અને તે તાલિબાની સૈનિક હતો જે કંધાર પ્રાંતીય સરકારી ભવનના પરિસરમાં ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

Avatar

Title:બ્લેક હોક હેલિકોપ્ટર પર લટકતો માણસ તાલિબાની ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે...

Fact Check By: Yogesh Karia

Result: False