વર્ષ 2016ના લાલબાગના ગણપતિના વિડિયોને આ વર્ષનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Missing Context રાષ્ટ્રીય I National સામાજિક I Social

ગત વર્ષે કોરોના કહેરના કારણે ગણપતિનો ઉત્સવ ધામધૂમથી લોકો ઉજવી શક્યા ન હતા. પરંતુ વેક્સિનેશન અને કોરોના કહેરમાં ઘટાડાના કારણે આ વર્ષે ગણેશ ઉત્સવમાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 57 સેકેન્ડના આ વિડિયોમાં પડદો ખુલ્યા બાદ ગણપતિના દર્શન થઈ રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 2021ના લાલબાગના રાજાના ગણપતિનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો લાલ બાગના રાજાનાનો વિડિયો આ વર્ષનો નહિં પરંતુ 2016નો છે, આ વર્ષનો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Navnit Bhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 સપ્ટેમ્બર 2021ના B+ You are not Alone નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 2021ના લાલબાગના રાજાના ગણપતિનો છે.”

Facebook | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વિડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. જે 7 સપ્ટેમ્બર 2016ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડિયોને તમે નીચે જોઈ શકો છો.

તેમજ આ વિડિયોને મળતો એક વિડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. આ વિડિયો 1 સપ્ટેમ્બર 2016ના અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડિયોમાં વાયરલ વિડિયોમાં જે બેકગ્રાઉન્ડ એજ પડદો જોઈ શકાય છે. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.

લોકસત્તા દ્વારા તેમની યુટ્યુબ ચેનલ પર પણ 1 સપ્ટેમ્બર 2016ના આ અંગે વિશેષ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમા પણ તમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ગણેશજીના દર્શન કરી શકો છો.

ઇન્ડિયા ટીવી દ્વારા પણ તેમની યુટ્યુબ ચેનલ પર આ વિડિયોને પ્રસારિતકરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ લાલબાગના રાજા મંડળના સેક્રેટરી સુધીર સાલ્વી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વર્ષે કોરોનાના પ્રોટોકલ મુજબ 4 ફૂટની ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે.” એએનઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે માહિતી આપી હતી.

ANI

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો લાલ બાગના રાજાનાનો વિડિયો આ વર્ષનો નહિં પરંતુ 2016નો છે, આ વર્ષનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:વર્ષ 2016ના લાલબાગના ગણપતિના વિડિયોને આ વર્ષનો ગણાવવામાં આવી રહ્યો…

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context