
વિશ્વના પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સનો કથિત ફ્રન્ટ પેજ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતની પૃષ્ઠભૂમિ સામે વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં વડા પ્રધાન મોદીના આખા પાનાનો ફોટો છે, જેને “વિશ્વની છેલ્લી અને શ્રેષ્ઠ આશા” કહેવામાં આવી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને વિશ્વની છેલ્લી અને શ્રેષ્ઠ આશા ગણાવામાં આવી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ન્યુયોર્ક ટાઇમ્સે નરેન્દ્ર મોદીને “વિશ્વની છેલ્લી અને શ્રેષ્ઠ આશા” નથી ગણાવી. વાયરલ થતા સમાચારનો ફોટો નકલી છે. ન્યૂયોર્ક ટાઈમ્સે આવા કોઈ સમાચાર પ્રકાશિત કર્યા નથી. વ્યંગાત્મક સમાચાર સાચા તરીકે ફેલાવવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
અમિતકુમાર એમ સોની નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને વિશ્વની છેલ્લી અને શ્રેષ્ઠ આશા ગણાવામાં આવી.”
Facebook | Fb post Archive | Facebook
FACT CHECK
વાયરલ ફોટોને નજીકથી જોતા ખબર પડે છે કે તે ન્યૂયોર્ક ટાઇમ્સનું પ્રથમ પાનું હોઈ શકે છે.
સૌ પ્રથમ, લખાણ અતિશયોક્તિભર્યું છે. જેમ કે,
” World’s most loved and most powerful leader is here to bless us”(વિશ્વના સૌથી લોકપ્રિય અને શક્તિશાળી નેતા તમને આશીર્વાદ આપવા આવ્યા છે.)
ફોટાની નીચે મોદીને His Highness તરીકે સંબોધવામાં આવ્યા છે. તેમણે હર હર મોદી પણ કહ્યું છે.
અખબારો આવી ભાષાનો ઉપયોગ કરતા નથી. લખાણમાં જોડણી અને વ્યાકરણની ભૂલો પણ છે. સપ્ટેમ્બરની જોડણી ” Setpember” છે.
26 સપ્ટેમ્બર, 2021 ના રોજ પ્રકાશિત ન્યૂ યોર્ક ટાઇમ્સના પહેલા પાના અને વાયરલ ફોટોની સરખામણી નીચે છે. તે સ્પષ્ટ કરે છે કે આ વાયરલ ફોટો નકલી છે.
હાલમાં ન્યૂયોર્ક ટાઇમ્સની કિંમત 6 ડોલર છે. વાયરલ ફોટોમાં તેની કિંમત 2.5 ડોલર છે. વધુમાં, CLXXI વોલ્યુમ હાલમાં ચાલુ છે, અને વાયરલ ફોટામાં CLXVI છે.
ન્યૂયોર્ક ટાઈમ્સ વેબસાઈટના 26 સપ્ટેમ્બર, 2021 ના અંક પર તપાસમાં જાણવા મળ્યું કે મોદી વિશે વાયરલ થયેલા સમાચાર તે દિવસે પ્રકાશિત થયા ન હતા. મૂળમાં, ન્યુ યોર્ક ટાઇમ્સ દ્વારા આવો કોઈ અહેવાલ આપવામાં આવ્યો ન હતો.
તમે નીચે 26 મી તારીખનો મૂળ અંક જોઈ શકો છો.
scanફેક્ટ ક્રેસેન્ડોએ ત્યારબાદ ન્યૂયોર્ક ટાઇમ્સનો સંપર્ક કર્યો. અખબારના પ્રવક્તા નિકોલ ટેલરે વાયરલ દાવાને ફગાવી દીધો.
તેમજ નિકોલ દ્વારા વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “ન્યૂયોર્ક ટાઈમ્સના પહેલા પાનાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે તે સંપૂર્ણપણે નકલી છે. આ ફર્જી ફોટોને એવા સમયે ફોટોશોપ કરવામાં આવ્યા છે કે જે સમયે વિશ્વસનીય પત્રકારત્વની સૌથી વધુ જરૂર છે.”
તમે નરેન્દ્ર મોદી વિશે ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા પ્રકાશિત તમામ સમાચાર અહીં વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ન્યુયોર્ક ટાઇમ્સે નરેન્દ્ર મોદીને “વિશ્વની છેલ્લી અને શ્રેષ્ઠ આશા” નથી ગણાવી. વાયરલ થતા સમાચારનો ફોટો નકલી છે. ન્યૂયોર્ક ટાઈમ્સે આવા કોઈ સમાચાર પ્રકાશિત કર્યા નથી. વ્યંગાત્મક સમાચાર સાચા તરીકે ફેલાવવામાં આવી રહ્યા છે.

Title:Fake News: શું ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા પીએમ મોદીને “વિશ્વની શ્રેષ્ઠ આશા” ગણાવામાં આવી?
Fact Check By: Yogesh KariaResult: False
