તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નામે એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, લાલા બહાદુર શાસ્ત્રી કો વિષ દેનેવાલા મુસ્લિમ રસોઈયા પાકિસ્તાન ભાગ ગયા થા, જિસે ઈન્દિરા ગાંધી આજીવન પેંશન દેતી રહી થી, “યે હર હિન્દુ કો પતા હોની ચાહિએ”. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર તેમનું કોઈ જ સત્તાવાર એકાઉન્ટ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Amit Kanani AK નામના ફેસબુક યુઝર દ્વારા 20 ઓગષ્ટ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં ફોટોમાં મૂકવામાં આવેલી રંજન ગોગોઈની ટ્વિટમાં એવું લખવામાં આવ્યું છે કે, लाल बहादुर शास्त्री को विष देनेवाला मुस्लिम रसोइया पाकिस्तान भाग गया था, जिसे इन्दिरा गांधी आजीवन पेंशन देती रही थी, ये हर हिन्दु को पता होनी चाहिए. જેનો ગુજરાતી મતલબ એવો થાય કે, “લાલ બહાદુર શાસ્ત્રીને ઝેર આપનાર મુસ્લિમ રસોઈયો પાકિસ્તાન ભાગી ગયો હતો, જેને ઈન્દિરા ગાંધી દ્વારા આજીવન પેંશન આપવામાં આવ્યું હતું, આ દરેક હિન્દુએ જાણવું જરુરી છે”. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ટ્વિટ સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા કરવામાં આવ્યું છે.

screenshot-www.facebook.com-2021.09.01-22_35_00.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે ટ્વિટર પર સર્ચ કરતાં અમને ક્યાંય પણ સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયું નહતું.

અમારી વધુ તપાસમાં અમે સીધો જ સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સાથે સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર તેમનું કોઈ જ સત્તાવાર એકાઉન્ટ નથી.”

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “મારું કોઈ પણ સામાજિક પ્લેટફોર્મ પર કોઈ જ એકાઉન્ટ નથી. વાયરલ થઈ રહેલી માહિતી તદ્દન ખોટી છે. આ ટ્વિટ અને ફેક એકાઉન્ટ વિરુદ્ધમાં મેં ફરિયાદ દાખલ કરી છે. સાથે જ સુપ્રિમ કોર્ટના સેક્રેટરી જનરલને નિવેદન કર્યું છે કે, આ નકલી ટ્વિટર એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવે. મારા વિશે આવા ઘણા ફેક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ પહેલાં પણ ઘણી વાર આવા ઘણા નકલી ટ્વિટ અને નકલી એકાઉન્ટ મારા નામે ફેલાવવામાં આવ્યા હતા. દર વખતે મે આવા નકલી એકાઉન્ટ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે અને એ એકાઉન્ટને સસ્પેન્ડ પણ કરાવ્યા છે. પરંતુ તેના પછી પણ ઘણા લોકો મારા નામથી નકલી એકાઉન્ટ બનાવીને ભ્રામક માહિતી ફેલાવતા રહે છે.”

1509240821.png

અમારી વધુ તપાસમાં અમને ટ્વિટર પર સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નામે ઘણા નકલી એકાઉન્ટ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ બધા ફેક એકાઉન્ટ તમે નીચે જોઈ શકો છો.

image3.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે એવું રંજન ગોગોઈએ જણાવ્યું હતું.

Avatar

Title:ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની સાંપ્રદાયિક ટ્વિટ થઈ વાયરલ...

Fact Check By: Vikas Vyas

Result: False