વર્ષ 2015ના કાર બોમ્બ બ્લાસ્ટની ફોટોને કાબુલ એરપોર્ટ પરના બ્લાસ્ટ તરીકે ગણાવવામાં આવી રહી….

Partly False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

તાલિબાનોએ અફઘાનિસ્તાન દેશ પર કબજો કર્યા બાદ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં પત્રકારોએ 26 ઓગસ્ટ 2021ના રોજ 13 અમેરિકી સૈનિકો સહિત ઓછામાં ઓછા 160 લોકોના મોતનો દાવો કરતા કાબુલ એરપોર્ટ નજીક થયેલા જોડિયા વિસ્ફોટના ભયાનક સમાચારની જાણ કરી હતી. વિસ્ફોટ બાદ ધુમાડો દર્શાવતી એક તસવીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ બહાર વિસ્ફોટની ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટો હાલમાં કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટની તસ્વીર નથી, આ ફોટો વર્ષ 2015માં થયેલા બ્લાસ્ટની ફોટો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

TV9 Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ બહાર વિસ્ફોટની ફોટો છે.”

Facebook | Fb post Archive | Fb Article Archive

ઘણી વખત અમુક સંસ્થાઓ દ્વારા આર્ટીકલમાં ફાઈલ ફોટો તરીકે અમુક ફોટોનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ટીવીનાઈન ગુજરાતીના આ આર્ટીકલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ હતુ કે, આ “કાબુલ એરપોર્ટ બ્લાસ્ટની” જ ફોટો છે. જે તમે નીચે જોઈ શકો છો.

TV9 Article | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ફોટો 1TVNewsAF અફઘાનિસ્તાન સમાચાર સંસ્થાના ઓફિશિલ ટ્વિટર એકાઉન્ટ પર આ ફોટો પ્રાપ્ત થઈ હતી. આ ટ્વિટ 10 ઓગસ્ટ 2015ના કરવામાં આવ્યુ હતુ. ફારસીમાં લખેલા આ ટવિટના કેપ્શનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બ્લાસ્ટ શક્તિશાળી હતો અને આત્મઘાતી બોમ્બરે સરકારી અધિકારીઓને લઈ જતા બે વાહનોને નિશાન બનાવ્યા હતા.

Archive 

The IBTimes દ્વારા 10 ઓગસ્ટ 2015ના રોજ આ ફોટો પોસ્ટ કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, “વર્ષ 2015માં કાબુલમાં હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રવેશદ્વાર પર બ્લાસ્ટની જાણ કરવામાં આવી હતી.” 

અમને એ પણ જાણવા મળ્યું છે કે રોઇટર્સે 10 ઓગસ્ટ 2015ના રોજ આ ઘટનાની જાણ કરી હતી કે, કાબુલ એરપોર્ટના પ્રવેશદ્વાર પાસે એક કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો અને જાનહાનિની આશંકા હતી. અફઘાનિસ્તાનની રાજધાનીમાં શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલામાં ડઝનબંધ લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયાના થોડા દિવસો બાદ આ ઘટના બની હતી. બોમ્બ ધડાકા બાદની અન્ય ફોટો રોઇટર્સ વેબસાઇટ પર જોઈ શકાય છે. તમે વાયરલ ઇમેજ અને 2015માં રોઇટર્સ દ્વારા પોસ્ટ કરેલી ફોટો વચ્ચે સમાનતા દર્શાવતી તુલનાત્મક ફોટો નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટો હાલમાં કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટની તસ્વીર નથી, આ ફોટો વર્ષ 2015માં થયેલા બ્લાસ્ટની ફોટો છે.

Avatar

Title:વર્ષ 2015ના કાર બોમ્બ બ્લાસ્ટની ફોટોને કાબુલ એરપોર્ટ પરના બ્લાસ્ટ તરીકે ગણાવવામાં આવી રહી….

Fact Check By: Yogesh Karia 

Result: Partly False