શું ખરેખર અમદાવાદ 11 ફ્લેટમાં પડેલી વિજળીનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં આકાશમાંથી વિજળી પડતી જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો અમદાવાદમાં 11 ફ્લેટસ પર પડેલી વિજળીનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદમાં પડેલી વિજળીનો નહિં પરંતુ શટરસ્ટોક દ્વારા બનાવવામાં આવેલી ફોટો છે. અમદાવાદમાં વિજળી પડી છે. પરંતુ આ ફોટો તેનો નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jiyaa patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ફોટો અમદાવાદમાં 11 ફ્લેટસ પર પડેલી વિજળીનો છે.”

Facebook | Fb post Archive | FB Article Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને લાઈવસાયન્સ વેબસાઈટનો માર્ચ 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

લાઈવસાયન્સ | સંગ્રહ

ઉપરોક્ત ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને અમને જાણવા મળ્યુ કે શટરસ્ટોક દ્વારા આ ઈમેજ વેસિન લી દ્વારા બનવવામાં આવી હોવાની જાણવા મળ્યુ હતુ. જે તમે આ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો. 

તેમજ વધુ માહિતી સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા સ્વાગત એપાર્ટમેન્ટ પર વિજળી પડી હતી અને ફ્લેટ ધારકોના વીજઉપકરણો બંધ થઈ ગયા હતા. જેનો અહેવાલ સંદેશ ન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.  

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદમાં પડેલી વિજળીનો નહિં પરંતુ શટરસ્ટોક દ્વારા બનાવવામાં આવેલી ફોટો છે. અમદાવાદમાં વિજળી પડી છે. પરંતુ આ ફોટો તેનો નથી.

Avatar

Title:શું ખરેખર અમદાવાદ 11 ફ્લેટમાં પડેલી વિજળીનો ફોટો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply