શું ખરેખર વિડિયોમાં થપ્પડ ખાઈ રહેલો વ્યક્તિ ભાજપાનો ઉમેદવાર છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં એક માણસે ફૂલનો હાર પહેરેલો જોવા મળે છે અને બીજા માણસ હાથમાં માઇક પકડીને જોઇ શકાય છે. જે બાદમાં ફૂલ પહેરેલા વ્યક્તિને મકાન પાછળ લઈ જઈ અને ફડાકા મારે છે બાદમાં તેને ફરી લોકો સામે લઈ આવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જે વ્યક્તિએ હાર પહેરેલો છે અને જેને ફડાકા મારવામાં આવી રહ્યા છે તે ભાજપાનો ઉમેદવાર છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ફક્ત મંનોરંજન માટે બનાવવામાં આવેલો છે. તેમાં જોવા મળતા કિરદાર ઓરિજનલ નથી અને થપ્પડ ખાઈ રહેલો વ્યક્તિ ભાજપાનો ઉમેદવાર પણ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Nitin Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જે વ્યક્તિએ હાર પહેરેલો છે અને જેને ફડાકા મારવામાં આવી રહ્યા છે તે ભાજપાનો ઉમેદવાર છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને હર્ષ રાજપૂત નામની યુટ્યુબ ચેનલ પર આ સંપૂર્ણ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો પહેલાથી જ સ્ક્રિપ્ટેડ છે અને મનોરંજન હેતુથી બનાવવામાં આવ્યો છે. વિડીયોમાં અપમાનજનક ભાષાને કારણે દર્શકોને હેડફોન પહેરવા જણાવવામાં આવ્યુ હતુ.

વિડિયોમાં રિપોર્ટિંગ કરનાર વ્યક્તિએ પોતાનું નામ ધર્મેન્દ્ર ધક્કડ આપ્યું છે. ધર્મેન્દ્ર કહે છે કે પંચાયત ચૂંટણી માટેનો સમય ચાલી રહ્યો છે. ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવાર પાસે જાઓ અને તેની સાથે વાત કરો. વાતચીત દરમિયાન, ધર્મેન્દ્રએ ઉમેદવારને માસ્ક ન પહેરવા માટે પ્રશ્ન કર્યો. જવાબમાં, ઉમેદવાર કહે છે, “કોઈ કોરોના છે જ નહિં અને દર્દીઓ બહાર જતા જ નથી, તેથી માસ્ક પહેરવામાં આવતા નથી.” ફોટો લેવાના બહાને ધર્મેન્દ્ર મુખ્ય ઉમેદવારને ઘરની પાછળ લઈ જાય છે અને તેને થપ્પડ મારવાનું શરૂ કરે છે. જ્યારે થપ્પડ મારીને ધર્મેન્દ્ર કોરોનામાં માસ્ક પહેરવાની સલાહ આપે છે.

હર્ષ રાજપૂત દ્વારા તેમના ફેસબુક પેજ પર પણ આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. તેમાં પણ તેમણે જણાવ્યુ હતુ કે, “હર્ષ રાજપૂત દ્વારા મનોરંજક વિડિયો ફક્ત મનોરંજનમાટે બનાવવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ફક્ત મંનોરંજન માટે બનાવવામાં આવેલો છે. તેમાં જોવા મળતા કિરદાર ઓરિજનલ નથી અને થપ્પડ ખાઈ રહેલો વ્યક્તિ ભાજપાનો ઉમેદવાર પણ નથી.

Avatar

Title:શું ખરેખર વિડિયોમાં થપ્પડ ખાઈ રહેલો વ્યક્તિ ભાજપાનો ઉમેદવાર છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False