શું ખરેખર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

આગામી વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. તે વચ્ચે હાલમાં સોશિયલ મિડિયામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “ગુજરાતમાં ગ્રામ પંચાયતની તારીખ જાહેર કરવામાં આવી છે. જે ચૂંટણીનું આયોજન 27 ડિસેમ્બરના યોજાશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવમાં આવેલો મેસેજ પાંચ વર્ષ જુનો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. આ તદ્દન ખોટો મેસેજ વાયરલ થઈ રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ishwar Patel Asodar Tharad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં ગ્રામ પંચાયતની તારીખ જાહેર કરવામાં આવી છે. જે ચૂંટણીનું આયોજન 27 ડિસેમ્બરના યોજાશે.”

Facebook | Fb post Archive 

ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સોશિયલ મિડિયામાં ખુબ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

FACEBOOK

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને વર્ષ 2016ના એબીપી અને દિવ્યભાસ્કરના અહેવાલ પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી જ માહિતી આપવામાં આવી હતી. તે સિવાય હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

એબીપી | સંગ્રહ

ત્યારબાદ અમે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ અમને ત્યા આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

તેમજ વર્ષ 2016માં ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે જે નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યુ હતુ તેમાં વાયરલ મેસેજ પ્રમાણેની જ તારીખો છે. જે નોટિફિકેશન તમે આ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો.

ત્યારબાદ અમે અમારી પડતાલને મજબૂત કરવા મુખ્ય ચૂંટણી અધિકારી સંજય પ્રસાદના પીએ માયાબેનનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહેલો મેસેજ તદ્દન ખોટો છે. આ પ્રકારે કોઈ આયોજન કરવામાં આવ્યુ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવમાં આવેલો મેસેજ પાંચ વર્ષ જુનો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. આ તદ્દન ખોટો મેસેજ વાયરલ થઈ રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી…?

Fact Check By: Yogesh Karia 

Result: False