શું ખરેખર કિસાન આંદોલનમાં મફતમાં દારૂનું વેચાણ થઈ રહ્યુ છે...? જાણો શું છે સત્ય....
હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં મોટી સંખ્યામાં લોકો દારૂ લેતા જોઈ શકાય છે અને કેટલાક લોકો તેમને દારૂનું વિતરણ કરી રહ્યા છે. સોશિયલમાં આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોટી સંખ્યામાં દારૂ વિતરણનો આ વિડિયો ખેડૂત આંદોલન દરમિયાનનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કિસાન આંદોલનનો નહિં પરંતુ લુધિયાણામાં બાબા રોડે શાહજીની દરગાહમાં યોજાયેલા મેળાનો છે. જ્યા પ્રસાદ તરીકે દારૂનું વિતરણ કરવામાં આવે છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
કાકા ચાલે વાંકા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મોટી સંખ્યામાં દારૂ વિતરણનો આ વિડિયો ખેડૂત આંદોલન દરમિયાનનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ઉપરોક્ત વિડિયોને સબંધિત કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આવા ઘણા વિડિયો મળ્યા જેમાં આ રીતે દારૂનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે વિડિયો સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વિડિયો લુધિયાણાના કૌંકે કલાન ગામમાં આવેલી બાબા રોડે શાહજીની દરગાહનો છે.
ત્યારબાદ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને 7 સપ્ટેમ્બર 2021ના જનશક્તિ ન્યૂઝ પંજાબ દ્વારા પ્રસારિત વિડિયો મળી આવ્યો હતો. તેમાં તમે વાયરલ વિડિયો માંથી 10.41 થી 11.06 મિનિટ અને 14.46 થી 18.09 મિનિટ સુધી સમાન દ્રશ્યો જોઈ શકો છો. તેમાં, લોકો ડ્રમમાં દારૂની બોટલો ખાલી કરતા જોવા મળે છે. આ વિડિયોના શીર્ષકમાં લખ્યું છે, "મેલા બાબા રોડે શાહ જીની ભવ્ય સભા."
આ પછી અમને બીજો વિડિયો મળ્યો હતો જેમાં તમે ઘણા લોકોની ભીડ જોઈ શકો છો. તેમાં તમે જોઈ શકો છો કે લોકોમાં દારૂ વહેંચવામાં આવી રહ્યો છે. આ વિડિયો આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ જ શીર્ષક મુજબ, આ વિડિયો કૌંકે કલાન ગામમાં બાબા રોડે શાહની દરગાહનો છે.
ત્યાર બાદ ક્રેસેન્ડોની ટીમ દ્વારા પંજાબ સ્થિત પત્રકારોને પૂછપરછ કરી હતી. અમે શીખ સિયાસત ન્યૂઝ નામની એક ન્યૂઝ વેબસાઈટના તંત્રી પરમજીત સિંહનો સંપર્ક કર્યો. તેમની પાસેથી અમે આ વિડિયો વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. તમને અમને જણાવ્યુ હતુ કે, “શીખ રાજકારણ દેશમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને આવરી લે છે. પંજાબમાં કેટલાક ડેરા છે જ્યાં આ પ્રકારની પ્રથા થાય છે. આ વિડિયો કિસાન આંદોલનનો ન હોઈ શકે કારણ કે આવી વસ્તુઓ ત્યાં થતી નથી. હું આ વાત નિશ્ચિતપણે કહી શકું છું કારણ કે મારી ટીમ શરૂઆતથી જ ખેડૂતોના આંદોલનનું કવરેજ કરી રહી છે.”
ત્યારબાદ ફેક્ટ ક્રેસેન્ડોએ અન્ય પત્રકાર જસવીરસિંહ મુક્તસરનો સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે “આ વિડિયો ખેડૂતોના આંદોલનનો નથી. લુધિયાણાના કૌંકે કલાન ગામમાં સ્થિત બાબા રોદે શાહજીની દરગાહમાં દારૂ વહેંચવાનો આ વિડિયો છે. દર વર્ષે બાબા રોડે શાહજીની દરગાહમાં મેળો ભરાય છે અને પ્રસાદના રૂપમાં દારૂ વહેંચવામાં આવે છે. આ વિડિયોને ખેડૂતોના આંદોલન સાથે કોઈ લેવાદેવા નથી.”
તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વિડિયોની લિંક અમારી સાથે શેર કરી હતી. તેમાં, એક પત્રકાર વાયરલ થઈ રહેલા દાવાને નકારી રહ્યો છે. આ પોસ્ટના શીર્ષકમાં કહેવામાં આવ્યું છે કે આ વિડિયો ખેડૂતોના આંદોલનનો નથી પણ લુધિયાણાના કૌંકે કલાન ગામમાં દારૂના લંગરનો છે. આ પ્રથાનો વિરોધ કરીને, તેમણે આ શીર્ષકમાં તેમના વિચારો લખ્યા છે.
જસવીર સિંહ મુક્તરે અમને જણાવ્યુ હતુ કે, આ વિડિયો એક ફ્રિલાન્સ પત્રકાર સંદિપ સિંહે બનાવ્યો છે અને તે ત્યાં રિપોર્ટિંગ પણ કરી રહ્યા છે.
ત્યારબાદ ફેક્ટ ક્રેસેન્ડોની ટીમએ "પોલા સિંહ" નો સંપર્ક કર્યો હતો જે બાબ રોડે શાહ ડાગરાની સમિતિના સભ્ય હતા. તેમણે વાયરલ દાવાને રદિયો આપ્યો અને કહ્યું હતુ કે, "આ વિડિયો બાબા રોડે શાહજીની દરગાહ પર યોજાયેલા મેળાનો છે. આ મેળો દર વર્ષે 5-6 સપ્ટેમ્બરના રોજ યોજાય છે. આ વિડિયો આ વર્ષના મેળાનો છે. આ મેળામાં પ્રસાદ તરીકે દારૂનું વિતરણ કરવામાં આવે છે.”
પોલા સિંહ દ્વારા આ વર્ષના મેળાના કેટલાક લાઇવ વિડિયોની લિંક પણ શેર કરવામાં આવી હતી.
અંતે, ફેક્ટ ક્રેસેન્ડોએ ઉપરોક્ત તમામ પુરાવાઓની પુષ્ટિ કરવા માટે કૌંકે કલાન પોલીસ સ્ટેશનના ASI હરપ્રીત સિંહનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને કહ્યું કે “વાયરલ થઈ રહેલો વિડિયો આ વર્ષે બાબા રોડે શાહજીના દરબારમાં યોજાયેલા મેળાનો છે. દર વર્ષે આ મેળો ત્યાં ભરાય છે અને પ્રસાદમાં આ રીતે દારૂ વહેંચવામાં આવે છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કિસાન આંદોલનનો નહિં પરંતુ લુધિયાણામાં બાબા રોડે શાહજીની દરગાહમાં યોજાયેલા મેળાનો છે. જ્યા પ્રસાદ તરીકે દારૂનું વિતરણ કરવામાં આવે છે.
Title:શું ખરેખર કિસાન આંદોલનમાં મફતમાં દારૂનું વેચાણ થઈ રહ્યુ છે...?
Fact Check By: Yogesh KariaResult: False