શું ખરેખર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર નમાજ અદા કરી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેરિસ ખાતે રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર નાટો દ્વારા રશિયા સામે યુદ્ધનું એલાન કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા યુક્રેન-રશિયા યુધ્ધમાં નાટોની મહત્વની ભૂમિકા રહેલી છે અને સમાંયતરે તેનો ઉલ્લેખ થતો આવતો હોય છે. આ વચ્ચે એક મિડિયા સંસ્થાનો એક અહેવાલ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે અહેવાલના હેડિંગમાં લખવામાં આવ્યુ છે. કે, “NATO એ રશિયા જોડે કર્યું યુદ્ધનું એલાન, જર્મનીએ કહ્યું થોડા જ સમય માં થશે ત્રીજુ […]

Continue Reading

શું ખરેખર ભૂતપૂર્વ મિસ યુક્રેન બનેલી યુવતી યુક્રેનિયન આર્મીમાં જોડાઈ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ બધાની વચ્ચે એક સુંદર યુવતીના બંદૂક સાથેના કેટલાક ફોટા સાથેનો આર્ટિકલ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રશિયા સામેના યુદ્ધમાં ભૂતપૂર્વ મિસ યુક્રેન બનેલી યુવતી અનાસ્તાસિયા લેના યુક્રેનની આર્મીમાં જોડાઈ તેના […]

Continue Reading

FAKE: શું પુતિને ભારતને રશિયા યુક્રેન યુદ્ધથી દૂર રહેવાની ચેતવણી આપી હતી…? જાણો શું છે સત્ય….

CNN ન્યૂઝ પ્લેટને શેર કરીને, સોશિયલ મિડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને રશિયા-યુક્રેનના ચાલી રહેલા સંઘર્ષથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. નહિંતર, ભારતે પુતિનના આદેશનું પાલન ન કરવાના પરિણામો ભોગવવા પડશે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, CNN ન્યૂઝ પ્લેટની નકલી અને ફોટોશોપ કરેલી […]

Continue Reading

શું ખરેખર સીએનએન દ્વારા એક જ પત્રકારના મૃત્યુ અંગેની બે યુદ્ધ દરમિયાન મૃત્યુ થયાની ખબર પ્રસારિત કરી…? જાણો શું છે સત્ય….

હાલમાં બે સ્ક્રિનશોટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં સીએનએન ન્યુઝ ના બે સ્ક્રિન શોટ છે. અને જેમાં એક જ વ્યક્તિના બે ફોટો છે. આ ટ્વિટના સ્ક્રિનશોટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સીએનએન દ્વારા જુઠાણુ ફેલાવવામાં આવીર રહ્યુ છે એક જ પત્રકારના બે વખત મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

Russia-Ukraine War | શું ખરેખર એર ઈન્ડિયાની ફ્લાઈટ યુક્રેનમાં નો ફ્લાય ઝોન પર ઉડી હતી.? જાણો શું છે સત્ય…

રશિયન આક્રમણના પ્રકાશમાં, યુક્રેન દેશ યુદ્ધ ક્ષેત્રમાં ફેરવાઈ ગયો છે. રશિયાના હવાઈ હુમલાને કારણે યુક્રેનનું આકાશ પણ બંધ થઈ ગયું છે. આમ, આ વિસ્તાર નો-ફ્લાય ઝોનમાં ફેરવાઈ ગયો હતો. જોકે એક એક ફોટો શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “એર ઈન્ડિયા એકમાત્ર એરલાઈન છે જેને નો-ફ્લાય ઝોનમાં કામ કરવાની મંજૂરી […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા બોમ્બમારાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોમ્બમારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં […]

Continue Reading

શું ખરેખર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એર ઈન્ડિયાના વિમાનમાં જઈને ભારતીય વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર યુક્રેનથી એર ઈન્ડિયાના વિમાનમાં ભારત પરત ફરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી […]

Continue Reading

વર્ષ 2020 માં લેબેનોનના બૈરુત ખાતે થયેલા બ્લાસ્ટનો વીડિયો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વાસ્તવિક યુદ્ધના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર બ્લાસ્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો […]

Continue Reading

વર્ષ 2003ના બગદાદ હુમલાના વિડિયોને હાલના રશિયા-યુક્રેન યુદ્ધનો ગણાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

રશિયા-યુક્રેન યુદ્ધ 24 ફેબ્રુઆરી 2022થી ચાલી રહ્યુ છે અને દરરોજ નવા-નવા ખુલાસાઓ અને યુદ્ધના આંકડાઓ સામે આવી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ ઘણા વિડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી-મોટી બિલ્ડિંગો પર હુમલાઓ થતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર વાહનો પર ભારતીય રાષ્ટ્રધ્વજ લગાડ્યો હશે તેવા ભારતીયોને રશિયાએ સલામત માર્ગનું વચન આપ્યું હતુ..?

રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી, વિસ્ફોટો અને હુમલાઓના વીડિયો અને તસવીરો સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ જ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મિડિયા પર એક તસવીર ફરતી થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “રશિયન સંરક્ષણ પ્રધાન જનરલ સર્ગેઈ શોયગુએ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેમના વાહનો, ઘરો પર […]

Continue Reading

એનિમેશન દ્વારા બનાવવામાં આવેલો વીડિયો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વાસ્તવિક યુદ્ધના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર આકાશમાં વિમાન પર થઈ રહેલા હુમલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા-યુક્રેન […]

Continue Reading

Russia-Ukraine War: વર્ષ 2014ના વિડિયોને યુક્રેન-રશિયનના યુદ્ધના વિડિયો તરીકે શેર કરવામાં આવી રહ્યો.

જેમ જેમ રશિયા-યુક્રેનનું યુદ્ધ આગળ વધી રહ્યુ છે, ત્યારે વિસ્ફોટો અને હુમલાઓના વિડિયો અને તસવીરો સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ રહી છે. આવા ઘણા વિડિયો અને તસવીરો જૂના છે અને યુક્રેનમાં ચાલી રહેલી પરિસ્થિતિ સાથે અસંબંધિત છે.  પેરાસુટ આકાશમાંથી ઉતરતા હોય તેવો એક વિડિયો સોશિયલ મિડિયા પર વ્યાપકપણે ફરતો થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં […]

Continue Reading

જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વૈશાલી યાદવ નામની વિદ્યાર્થીનીના વાયરલ વીડિયો બાદના દાવાનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર યુક્રેન ખાતે મેડિકલ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરી રહેલી વૈશાલી યાદવ નામની વિદ્યાર્થીનીનો ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સાથેના લખાણમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર રશિયા સામે લડવા અમેરિકા યુક્રેનમાં સેના મોકલશે…? જાણો શું છે સત્ય….

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દરરોજ કોઈ દેશના મુખ્યા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં અને સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં એક ન્યુઝ વેબસાઈટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે અહેવાલ પ્રસારિત કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકા રશિયા સામે લડવા માટે યુક્રેનમાં […]

Continue Reading

Russia Ukraine war: ધડાકાના જુના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ ઘણી પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને ન્યુઝ ચેનલ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં એક ધડાકો થતો જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીની જુની ફોટો ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહી… જાણો શું છે સત્ય…

યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ સોશિયલ મિડિયામાં ઘણી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહ્યી છે. હાલમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ આર્મીનો ગણવેશ ધારણ કરેલા જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હાલમાં ચાલી રહેલા યુદ્ધનો મોરચો સંભાળ્યો અને […]

Continue Reading

રશિયન ફાઇટર જેટ યુક્રેનમાં ઉતર્યા હોવાના દાવા સાથે હવાઈ કવાયતનો જૂનો વિડિયો વાયરલ થયો…

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી સોશિયલ મિડિયા અપ્રસ્તુત અને જૂના વિડિયોથી ભરાઈ ગયું છે. સત્તાવાર સમાચાર આઉટ લેટસ કોઈપણ ચકાસણી વિના રશિયા-યુક્રેન યુદ્ધના વિડિયો અને ફોટા ફેલાવવા લાગ્યા. આકાશમાં ખાસ ડિઝાઈનમાં ઉડતા વિમાનનો વિડિયો શેર કરીને કહ્યું કે “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાનનો વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સૈનિક પર ગુસ્સો કરી રહેલી બાળકીના વીડિયોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર સૈનિક પર ગુસ્સો કરી રહેલી એક નાની બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેનસ્કી હાલમાં યુદ્ધના મેદાનમાં ઉતરી ગયા તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

રશિયા યુક્રેન વચ્ચે દિવસે ને દિવસે યુદ્ધના વાતાવરણ વચ્ચે સમગ્ર વિશ્વના સોશિયલ મિડિયામાં અનેક સાચી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક પોસ્ટ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેનસ્કીનો આર્મીના ડ્રેસ પહેરોલો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

એક વર્દીધારી મહિલાના ફોટોવાળો વીડિયો યુક્રેનના ઉપરાષ્ટ્રપતિની પત્નીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર વર્દીધારી મહિલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે […]

Continue Reading

ફિલ્મમાં યુદ્ધ પર જઈ રહેલા એક સૈનિકનો વીડિયો યુક્રેનની વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર સૈનિક અને અને મહિલાનો એક હ્રદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા દ્વારા […]

Continue Reading

એક વીડિયો ગેમનો વીડિયો યુક્રેન દ્વારા રશિયાના લડાકુ વિમાનને તોડી પાડવાના પ્રયાસને નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક લડાકુ વિમાન પર હુમલો કરી રહેલ મિસાઈલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં યુક્રેન ખાતે શીખ સમુદાય દ્વારા લોકોને ભોજન માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં યુક્રેન અને રશિયા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અને ફોટા સાથે ઘણી બધી ખોટી માહિતી વાયરલ થઈ રહી છે. જેમાં તાજેતરમાં જ શીખ સમુદાયના લંગર દ્વારા લોકોને ભોજન આપવામાં આવી રહેલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક બ્લાસ્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો […]

Continue Reading

આર્ક્ટિક મહાસાગરમાં સૂર્ય ગ્રહણ કરતો વિશાળ ચંદ્ર બતાવતો વિડિયો નકલી છે…. જાણો શું છે સત્ય….

એક ઉજ્જડ જગ્યા પાછળ દર્શાવતી વિડિયોમાં સૂર્ય ગ્રહણ કરતો વિશાળ ચંદ્ર બતાવવામાં આવ્યો છે. વિડિયોમાં, ચંદ્ર પૃથ્વીની સપાટીથી ખૂબ નજીકના અંતરે દેખાય છે, સૂર્ય ગ્રહણ કરતા પહેલાં અને એક ક્ષણમાં જ અંધકાર પેદા કરે છે, અને ક્ષિતિજની નીચે ફેડ થઈ જાય છે. આ વિડિયો શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો રશિયા […]

Continue Reading

શું ખરેખર ભારતીય સૈનિકોનો સિયાચીન વિસ્તારનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

દીકરી મારી લાડકવાયી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતીય સૈનિકો ની સિયાચીનમાં રાત સલામ છે ઇન્ડિયન આર્મીને ગર્વથી આ ફોટાને લાઈક અને શેર કરો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 249 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 21 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર રશિયામાં જાહેર કરફ્યુ લાદવા માટે સિંહોને શેરીઓમાં છૂટા મૂકવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

Pinnal Patel  નામના ફેસબુક યુઝર દ્વારા 22 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રશિયામાં સરકારે શેરીઓ માં સિંહ છુટા મૂક્યા. હવે ત્યા કોઈ ઘર બહાર નીકળતા નથી. મોદી સાહેબ આવું કંઈ કરે એ પેલા સમજી જાવ. #JANTACURFUE. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર આ દ્રશ્યો ઈરાકમાં હાલમાં જોવા મળ્યા છે….? જાણો શું છે સત્ય…

Rupal J Mistry નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે ઇરાકની આકાશમાં વિચિત્ર રચનાઓ જોવા મળી હતી અને લોકો ડરતા ડરતા રડવાનું શરૂ કરતાં વિચાર્યું કે આ વિશ્વના અંતની શરૂઆત છે!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 14 […]

Continue Reading

શું ખરેખર તમિલનાડુમાં 300 વર્ષ પહેલા સમાધિ લીધેલા યોગી હજુ પણ જીવિત છે…? જાણો શું છે સત્ય…

Raval Pradip‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સરકારે સત્તાવાર ખાનદાન કર નથી પણ અંબાજી વાળા ચુંદડી વાળા માતાજી અન્ન નો દાણો ખાધા વિના આપણી વચ્ચે આવી આશીર્વાદ આપે છે એટલે આં જીવિત શબ્દ બોલતું હોવાથી માની શકાય…આશા રાખીએ કે […]

Continue Reading

રશિયાનો જૂનો વીડિયો ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Naresh Baxi ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 જાન્યુઆરી, 2020 ના રોજ khichdi..from ABCD ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Video / વ્યક્તિએ રીંછનાં બચ્ચાનો જીવ બચાવ્યો તો સામે તે બચ્ચાએ જે કર્યું તે જોઇને ખુશ થઇ જશો VTV Gujarati ટ્વીટર પર હાલમાં એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો […]

Continue Reading

વર્ષ 2016ની ફોટોને હાલની પશ્રિમ બંગાળની ઘટના સાથે જોડી ફેલાવવામાં આવી રહી છે…

રંગ છે – Rang Chhe નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#આ_બાળકનો_શુ_વાંક ??? પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા તોફાનમાં એક ટ્રેનમા આ બાળક તેના માતા પિતા સાથે મુસાફરી કરી રહ્યુ હતું અને ટ્રેનમાં થયેલા પથ્થરમારા માં આ બાળકની ની આંખ ફૂટી ગઈ..આ બાળકને આ નાગરિકતા બિલ સાથે શુ લેવા […]

Continue Reading

શું ખરેખર જાપાન દ્વારા માઈક્રો ઓવનનો નિકાલ અને નાશ કરવાનો નિર્ણય લીધો છે…? જાણો શું છે સત્ય..

ઝરૂખો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જાપાન સરકારે આ વર્ષના અંત પહેલા દેશના તમામ ” માઇક્રોવેવ ઓવન ” નો નિકાલ/નાશ કરવાનો નિર્ણય કરી લીધો છે.* *યુનિવર્સિટી ઓફ હિરોશિમાના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે, સપ્ટેમ્બર 1945 માં હિરોશિમા અને નાગાસાકી પર યુ.એસ.ના અણુ બોમ્બ કરતા પણ વધારે […]

Continue Reading

શું ખરેખર મોસ્કોમાં 30 ઉઠક-બેઠક કરવાથી ફ્રિ ટિકિટ પ્રાપ્ત થાય છે..? જાણો શું છે સત્ય…..

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 નંબર પર એક વોટ્સઅપ યુઝર દ્વારા “જોવો આ છે મોસ્કો નું મેટ્રો સ્ટેશન કે જયાં 30 ઉઠક બેઠક કરવાથી ટિકિટ ફ્રી મા મળે છે..આવી વ્યવસ્થા ત્યાંની ગવર્મેંન્ટ દ્રારા કરવામાં આવી છે…વાત પૈસા ની નથી પણ સરકાર ને લોકો નાં સ્વાસ્થ્યની કેટલી કદર છે એનું જીવંત ઉદાહરણ…” લખાણ સાથે એક […]

Continue Reading

શું ખરેખર આ ફોટો ભારતના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ 1954 માં લીધેલી અમેરિકાની મુલાકાતનો છે…? જાણો શું છે સત્ય….

Anwar Ahmed Malik‎ નામના ફેસબુક યુઝર દ્વારા 23 સપ્ટેમ્બર,2019   ના રોજ અપના અડ્ડા નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ 1954 માં નહેરુ જી યુ.એસ. માં વગર કોઇ પીઆર ટીમ , કોઈ બ્રાંડિંગ, કોઈ હાઇપેડ અભિયાન. મુખ્ય તફાવત – અમેરિકનો ભારતીય પીએમ નહેરુ માટે ઉત્સાહિત […]

Continue Reading

શું ખરેખર રશિયામાં કરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનનો આ વિડિયો છે….?જાણો શું છે સત્ય..

મારા વહાલા ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ તારીખ 25 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘રશિયામાં બોરવેલ માં પડીગયેલી ૨ વરસની છોકરીને બચાવવામાટે ૧૭ વરસની પાતરી છોકરીએ જે કર્યું તેને Notional Geography televised દ્વારા કરેલું શૂટ…’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 361 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 13 લોકોએ […]

Continue Reading

શું ખરેખર ઈસ્કોનના અનુયાયીઓએ રૂસમાં ટ્રેન પર આ પ્રકારે ચિત્ર દોરાવ્યા….?જાણો શું છે સત્ય…

Jigar Maisuria નામના ફેસબુક યુઝર Real Hindu History નામના પેજ પર દ્વારા 24 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 175 લોકો દ્વારા પોતાના અભિપ્રાય આપવામાં આવ્યા હતા, 5 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 50 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર હવે કેન્સરની બિમારીથી કોઈનું મૃત્યુ નહિં થાય…? જાણો શું છે સત્ય……

Jo Baka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હવે કેન્સરથી કોઈનું મૃત્યુ થશે નહિ,જાણો કે છત્તીસગઢની મમતા ત્રિપાઠીએ શોધી છે કેન્સરની દવા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 94 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકો દ્વારા આ […]

Continue Reading