શું ખરેખર સીએનએન દ્વારા એક જ પત્રકારના મૃત્યુ અંગેની બે યુદ્ધ દરમિયાન મૃત્યુ થયાની ખબર પ્રસારિત કરી…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલમાં બે સ્ક્રિનશોટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં સીએનએન ન્યુઝ ના બે સ્ક્રિન શોટ છે. અને જેમાં એક જ વ્યક્તિના બે ફોટો છે. આ ટ્વિટના સ્ક્રિનશોટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સીએનએન દ્વારા જુઠાણુ ફેલાવવામાં આવીર રહ્યુ છે એક જ પત્રકારના બે વખત મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સીએનએનના બંને સ્ક્રિન શોટ ફર્જી છે. સીએનએન દ્વારા આ પ્રકારે કોઈ ટ્વિટ કરવામાં આવ્યા નથી. આ બંને પોસ્ટ સંપર્ણ કાલ્પનિક છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Aasif Chhipa નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સીએનએન દ્વારા જુઠાણુ ફેલાવવામાં આવીર રહ્યુ છે એક જ પત્રકારના બે વખત મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા.”

Facebook  

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને ટ્વિટર એકાઉન્ટ (CNNAfghan, CNNUKR) અંગે ચેક કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, “આ બંને ટ્વિટર એકાઉન્ટને હાલમાં ટ્વિટર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.” 

તેમજ અમારી પડતાલને મજબુત કરવા અમે કથિત CNN અફઘાનિસ્તાન એકાઉન્ટનું એક આર્કાઇવ વર્ઝન પ્રાપ્ત થયુ હતુ તે દર્શાવે છે કે એકાઉન્ટ મે 2021માં બનાવવામાં આવ્યું હતુ, જેમાં ફક્ત 132 ફોલોઅર્સ હતા, અને સત્તાવાર CNN ટ્વિટર એકાઉન્ટથી વિપરીત તેની ચકાસણી કરવામાં આવી ન હતી.

તેમજ આ જ રીતે ચકાસયા વગરનું CNN યુક્રેન એકાઉન્ટનું આર્કાઇવ વર્ઝન બતાવે છે કે મૃત પત્રકારની ટ્વિટ 23 ફેબ્રુઆરી, 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી અને એકાઉન્ટમાં માત્ર 129 ફોલોઅર્સ હતા.

ફોટામાંની વ્યક્તિ વાસ્તવિક છે. તે જોર્ડી જોર્ડન તરીકે ઓળખાય છે અને તે વિવાદાસ્પદ યુટ્યુબ વિડીયો ગેમ કોમેન્ટેટર છે. તેમની સાર્વજનિક રીતે સંપાદિત વિકિટુબિયા પ્રોફાઈલ પણ છે કે જોર્ડન વિવિધ વિવાદોનો વિષય રહ્યો છે અને તે ઓનલાઈન સતામણીનું વારંવાર લક્ષ્ય છે.

Jordie Jordanની YouTube ચેનલ પર જોયું, જ્યાં અમને વિડિયોમાં જોર્ડન સાથે ગેમપ્લેની લાઇવ સ્ટ્રીમ જોવા મળી. આવા જ એક લાઇવસ્ટ્રીમમાં, જોર્ડન લાઇવસ્ટ્રીમમાં બે કલાક અને અગિયાર મિનિટે તેના પ્રેક્ષકોના સંદેશાઓ અને ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા જોઈ શકાય છે.

તેમજ સીએનએનના સ્પોકપર્સન મેટ ડોર્નિકે રાઇટર્સને ઇમેઇલ દ્વારા જણાવ્યું હતું કે આ પોસ્ટ “સંપૂર્ણ કાલ્પનિક” છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સીએનએનના બંને સ્ક્રિન શોટ ફર્જી છે. સીએનએન દ્વારા આ પ્રકારે કોઈ ટ્વિટ કરવામાં આવ્યા નથી. આ બંને પોસ્ટ સંપર્ણ કાલ્પનિક છે.

Avatar

Title:શું ખરેખર સીએનએન દ્વારા એક જ પત્રકારના મૃત્યુ અંગેની બે યુદ્ધ દરમિયાન મૃત્યુ થયાની ખબર પ્રસારિત કરી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False