યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીની જુની ફોટો ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહી… જાણો શું છે સત્ય…

Missing Context આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ સોશિયલ મિડિયામાં ઘણી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહ્યી છે. હાલમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ આર્મીનો ગણવેશ ધારણ કરેલા જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હાલમાં ચાલી રહેલા યુદ્ધનો મોરચો સંભાળ્યો અને યુદ્ધના મેદાનમાં ઉતર્યા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, તમામ ફોટોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીની વાયરલ તસ્વીર અલગ-અલગ સમયે ફ્રન્ટલાઈન પર સૈનિકો સાથે કરેલી મુલાકાત સમયે લેવામાં આવેલ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

GSTV નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હાલમાં ચાલી રહેલા યુદ્ધનો મોરચો સંભાળ્યો અને યુદ્ધના મેદાનમાં ઉતર્યા છે.”

Facebook | Fb post Archive 

Facebook | Fb Post Archive 

Facebook | Fb Post Archive

Facebook | FB Post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

Photo No 01.

સૌપ્રથમ અમે પહેલી પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આરટી ન્યુઝ દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “06 ડિસેમ્બર, 2021 ના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ યુક્રેનના ડોનબાસમાં યુક્રેનિયન સૈન્યની ફ્રન્ટ લાઇન પોઝિશન્સની મુલાકાત લીધી.

RT.com | Archive

Photo No 02.

તેમજ અમે બીજી પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ukrainetodayનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટોને શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, “વોલોડિમિર ઝેલેન્સકી આ મહિને ડોનેટસક પ્રદેશમાં ફ્રન્ટલાઈન પર યુક્રેનના સૈનિકોને મળે છે.” 

Ukrainetoday | Archive

Photo No 03.

તેમજ અમે ત્રીજી પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને Reuters દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “9 એપ્રિલ, 2021ના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ ડોનબાસ પ્રદેશમાં રશિયન સમર્થિત અલગતાવાદીઓ સાથે ફ્રન્ટલાઈન નજીક સશસ્ત્ર દળોની સ્થિતિની મુલાકાત લીધી.

Reuters | Archive

આ પહેલા પણ ગુજરાતી ફેક્ટક્રેસન્ડો દ્વારા યુક્રેન-રશિયાના યુદ્ધના લઈ વાયરલ થઈ રહેલી પોસ્ટ પર અહેવાલ પ્રસારિત કર્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ ફોટો જૂની છે, જેને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ લેવા-દેવા નથી. તમામ ફોટોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીની વાયરલ તસ્વીર અલગ-અલગ સમયે ફ્રન્ટલાઈન પર સૈનિકો સાથે કરેલી મુલાકાત સમયે લેવામાં આવેલ છે.

Avatar

Title:યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીની જુની ફોટો ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહી…

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context