Fake News: વર્ષ 2020ના બૈરૂત બ્લાસ્ટના વીડિયોને યુક્રેન બ્લાસ્ટના વીડિયોના નામે વાયરલ કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....
આ વીડિયો ક્લિપ્સ બેરૂતનો છે. જે લેબનોનમાં વિસ્ફોટના ફૂટેજ દર્શાવે છે આ દૂરઘટનામાં 200 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 30 સેકન્ડના આ વીડિયોમાં ત્રણ ક્લિપ્સનો કોલાજ છે જેમાં મોટા વિસ્ફોટને જોઈ શકાય છે. વાઈરલ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યુક્રેનના ઓડેસામાં પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયન મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો તેના દ્રશ્યો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Shaileshbhai Ajani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુક્રેનના ઓડેસામાં પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયન મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો તેના દ્રશ્યો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 9 ઓગસ્ટ 2020ના રોજ અલ અરેબિયા ઇંગ્લિશ દ્વારા યુટ્યુબ પર શેયર કરાવામાં આવેલો 37-સેકન્ડ લાંબો વીડિયો પ્રાપ્ત થયો હતો. જે વીડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતું, "બિલ્ડીંગની ટોચ પરથી બેરૂતમાં વિસ્ફોટ દેખાયો."
લેબનોનના બેરૂતમાં ઓગસ્ટ 2020ના રોજ લેબનોનના બેરૂતમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. તે એક વેરહાઉસમાં અસુરક્ષિત રીતે સંગ્રહિત આશરે 2,750 ટન એમોનિયમ નાઈટ્રેટના વિસ્ફોટને કારણે થયો હતો. વિસ્ફોટમાં 218 લોકો માર્યા ગયા, 7,000 ઘાયલ થયા અને 300,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા. અમને યુટ્યુબ પર બીજો બેરૂત બ્લાસ્ટનો વીડિયો મળ્યો જેમાં વાયરલ વીડિયોમાં દેખાતી સૌથી ઊંચી ઇમારત દર્શાવવામાં આવી હતી.
તેમજ વઘુ સર્ચ કરતા અમને વાયરલ વીડિયોનો બીજો ભાગ પણ અમને 5 ઓગસ્ટ 2020ના ટ્વિટર પર પ્રાપ્ત થઈ હતી. જે બેરૂત બ્લાસ્ટના ત્રણ દિવસ પછી અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “તે ડોગ પેલેસ લેબનોન અને માવેરિક્સ કેફેમાંથી વિસ્ફોટના વિસ્ફોટનું દ્રશ્ય છે. જેક જી ઇસા નામના વ્યક્તિએ આગળ લખ્યું, "અમે બધા ઠીક છીએ અને અમારા કૂતરા પણ ઠીક છે."
તેમજ વધુ સર્ચ કરતા અમને ત્રીજો વીડિયો 5 ઓગસ્ટ 2020 દ્વારા મિરર દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે બેરૂત વિસ્ફોટ અહેવાલના વિઝ્યુઅલ હોવાનું જણાવ્યું હતું, “આ ક્લિપ લેનાર વ્યક્તિને જમીન પર ફેંકી દેવાની સાથે સમાપ્ત થઈ હતી. વધુ શોધ અમને તે જ સમયની એક ટ્વિટ તરફ દોરી ગઈ જેમાં સમાન વિડિયોનું લાબું સંસ્કરણ હતું. આ ટ્વિટમાં બેરૂત બ્લાસ્ટ બતાવવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો યુક્રેન પર હુમલાનો નહીં પરંતુ વાયરલ વીડિયોની તમામ ક્લિપ્સ વર્ષ 2020માં બેરૂતમાં વિસ્ફોટના ફૂટેજ છે, જેને જુદા-જુદા એંગલ અને સ્થાનોથી લેવામાં આવી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Fake News: વર્ષ 2020ના બૈરૂત બ્લાસ્ટના વીડિયોને યુક્રેન બ્લાસ્ટના વીડિયોના નામે વાયરલ કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: False