રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી સોશિયલ મિડિયા અપ્રસ્તુત અને જૂના વિડિયોથી ભરાઈ ગયું છે. સત્તાવાર સમાચાર આઉટ લેટસ કોઈપણ ચકાસણી વિના રશિયા-યુક્રેન યુદ્ધના વિડિયો અને ફોટા ફેલાવવા લાગ્યા. આકાશમાં ખાસ ડિઝાઈનમાં ઉડતા વિમાનનો વિડિયો શેર કરીને કહ્યું કે “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાનનો વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, બે વર્ષ પહેલાની હવાઈ કવાયતનો વિડિયો હાલમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધના નામે ફેલાઈ રહ્યો છે. આ 4 મે, 2020 ના રોજ વિજય દિવસ પહેલા રશિયન વાયુસેના દ્વારા હાથ ધરવામાં આવેલી કવાયતનો વિડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kaushik Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાનનો વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

તેમજ સંદેશ ન્યુઝ ચેનલ દ્વારા પણ આ વિડિયોને તેમના ન્યુઝ બુલેટિયનમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

સંદેશ ન્યુઝ | સંગ્રહ

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌથી પહેલા તો રિવર્સ ઈમેજ સર્ચ કર્યા પછી મને ખબર પડી કે આ વિડિયો છેલ્લા બે વર્ષથી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વિડિયો રશિયન યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. સાથેની માહિતી અનુસાર, વાયુસેનાએ 4 મેના રોજ રશિયન શહેર તુશિનોમાં પાઇલટ કવાયત હાથ ધરી હતી.

વધુ શોધ કરતા મોસ્કો ટાઈમ્સે તેમની યુટ્યુબ ચેનલ પર પ્રેક્ટિસના વિડિયો પણ અપલોડ કર્યા.

તેમણે એમ પણ કહ્યું કે રશિયાના વિજય દિવસના અવસર પર રશિયન વાયુસેનાના 74 ફાઈટર જેટ્સે કવાયત હાથ ધરી હતી. મૂળ ઇવેન્ટ 9 મેના રોજ નક્કી કરવામાં આવી હતી.

બીજા વિશ્વયુદ્ધમાં રશિયાએ જર્મની સામે યુદ્ધ જીત્યું તે દિવસ રશિયામાં દર વર્ષે 9 મેના રોજ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વિડિયો 2020માં 75માં વિજય દિવસ પહેલાનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બે વર્ષ પહેલાની હવાઈ કવાયતનો વિડિયો હાલમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધના નામે ફેલાઈ રહ્યો છે. આ 4 મે, 2020 ના રોજ વિજય દિવસ પહેલા રશિયન વાયુસેના દ્વારા હાથ ધરવામાં આવેલી કવાયતનો વિડિયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24 ફેબ્રુઆરીએ યુક્રેન વિરૂદ્ધ લશ્કરી કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.

Avatar

Title:રશિયન ફાઇટર જેટ યુક્રેનમાં ઉતર્યા હોવાના દાવા સાથે હવાઈ કવાયતનો જૂનો વિડિયો વાયરલ થયો…

Fact Check By: Yogesh Karia

Result: False