રશિયાનો જૂનો વીડિયો ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

‎‎Naresh Baxi ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 જાન્યુઆરી, 2020 ના રોજ khichdi..from ABCD ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Video / વ્યક્તિએ રીંછનાં બચ્ચાનો જીવ બચાવ્યો તો સામે તે બચ્ચાએ જે કર્યું તે જોઇને ખુશ થઇ જશો VTV Gujarati ટ્વીટર પર હાલમાં એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં બોધ મળે છે કે જો તમે પ્રાણીઓને પ્રેમ આપશો તો સામે પ્રાણીઓ પણ પ્રેમ આપે છે. એક વ્યક્તિએ રીંછનો જીવ બચાવ્યો તો સામે રીંછ પણ તે વ્યક્તિ જાણે આભાર માનતો હોય એમ તેના પગ પકડીને ઉભો રહી ગયો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ ધૂમ મચાવી રહ્યો છે. મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનાં પ્રેમાળ સંબંધનો વિડીયો ટ્વીટર યુઝર જૂલી મેરી કૈપીલીઓએ આ વિડીયો શેર કર્યો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ રીંછનાં બચ્ચાને આગથી બચાવ્યો જે બાદ તે રીંછનાં બચ્ચાએ તે વ્યક્તિનાં પગ પકડી લીધા અને તેને આગળ વધતા અટકાવી દીધો. એવું લાગે છે જાણે તે આભાર માનવા ઈચ્છતો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં લોકોને ખુબ ગમી રહ્યો છે. ટ્વીટર યુઝર જૂલી મેરી કૈપીલીઓએ આ વિડીયો શેર કર્યો છે. julie marie cappiello Ⓥ ✔ @jmcappiello This bear, rescued from a fire, won’t let go of the man who saved him. 7,754 8:34 PM – Jan 1, 2020 Twitter Ads info and privacy 2,177 people are talking about this નોંધનીય છે કે જંગલમાં આગ લાગી ગઈ હતી જે બાદ એક વ્યક્તિએ રીંછનાં બચ્ચાને આગથી તેનો જીવ બચાવી લીધો. જે બાદ તે રીંછે તે વ્યક્તિનાં પગ પકડી લીધા અને કુદકો મારીને હાથ પણ પકડ્યા. તે માણસ પણ તે રીંછનાં બચ્ચા સાથે જાણે કોઈ સંબંધ બંધાઈ ગયો હોય એમ તેની સાથે જ ખુબ સમય વિતાવ્યો. વિડીયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો જુલીએ આ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે ‘રીંછનાં બચ્ચાને આગથી બચાવવામાં આવ્યું. બાદમાં બચ્ચાએ તે વ્યક્તિને જવા જ દીધો’. વિડીયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે જે તમે પણ પસંદ કરશો. ટ્વીટર પર આ વિડીયો એક જાન્યુઆરીએ શેર કરવામાં આવ્યો જે બાદ 68 હજારથી વધારે તથા યુઝર્સ તરફથી આ વિડીયોને ખુબ પ્રેમ મળી રહ્યો છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં જંગલમાં લાગેલી આગમાં એક વ્યક્તિ દ્વારા રીંછના બચ્ચાને બચાવવામાં આવ્યું ત્યાર પછી રીંછના બચ્ચાએ તેના પગ પકડી લીધા અને બંને વચ્ચે કોઈ સંબંધ બંધાઈ ગયો હોય એવું લાગવા લાગ્યું. આ પોસ્ટને 240 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 18 લોકો દ્વારા પોતાનો મત રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ 53 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ખાતે એક વ્યક્તિ દ્વારા બચાવવામાં આવેલા રીંછના બચ્ચાનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો છેલ્લા ઘણા સમયથી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયો 2011 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

વધુમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, આ વીડિયો યુટ્યુબ પર MrOkras દ્વારા 5 ઓગષ્ટ, 2011 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, “માણસ ઉપર ભૂરા રીંછનો હુમલો”. આ વીડિયોને 18 મિલિયનથી પણ વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ કેટલીક પ્રતિષ્ઠિત વેબસાઈટો પર પણ તેના લેખ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિ પર રીંછના બચ્ચા દ્વારા કરવામાં આવેલા ખોટા હુમલાના રૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે. 

અમારી વધુ તપાસમાં અમને huffpost.com નો એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેના અનુસાર, આ વીડિયો રશિયાનો છે. જેમાં એક બગીચામાં રીંચના એક બચ્ચાએ એક વ્યક્તિના પગમાં આવીને રમવાનું શરૂ કરી દીધું. આ સંપૂર્ણ સમાચારમાં એવી ક્યાંય પણ માહિતી આપવામાં નથી આવી કે, રીંછના બચ્ચાને આગમાંથી બચાવવામાં આવ્યું.

ત્યાર બાદ વધુમાં અમને digitalspy.com દ્વારા પણ આજ વીડિયોને 09.08.2011 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રશિયામાં એક બગીચામાં રીંછના એક બચ્ચા દ્વારા એક વ્યક્તિ પર આ પ્રકારે હાનિરહિત હુમલો કરવામાં આવ્યો હતો. જેથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે, આ બચ્ચાને આગથી બચાવવામાં નહતું આવ્યું. વધુમાં એ પણ તમે જોઈ શકો છો કે, વીડિયોમાં દેખાતું ભૂરા રંગનું રીંછનું બચ્ચું ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું નથી. નીચે તમે રીંછના બચ્ચાનો સંપૂર્ણ વીડિયો જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવોલો વીડિયો ઓસ્ટ્રલિયાના જંગલમાં લાગેલી આગમાંથી બચાવવામાં આવેલા રીંછના બચ્ચાનો નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઓસ્ટ્રલિયાના જંગલમાં લાગેલી આગમાંથી બચાવવામાં આવેલા રીંછના બચ્ચાનો નહીં પરંતુ રશિયાના એક બગીચાનો છે જે 2011 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

Avatar

Title:રશિયાનો જૂનો વીડિયો ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False