શું ખરેખર તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા બોમ્બમારાનો આ વીડિયો છે...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોમ્બમારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવી રહેલા બોમ્બમારાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચેના વાસ્તવિક યુદ્ધનો નહીં પરંતુ વર્ષ 2018 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mukhya_Samachar નામના ફેસબુક પેજ દ્વારા 25 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રશિયાનો યુક્રેન પર બોમ્બમારો, જુઓ ભયાનક દ્રશ્યો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવી રહેલા બોમ્બમારાનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમને Fedor Sivy નામના એક યુટ્યુબ યુઝર દ્વારા તેના યુટ્યુબ પર 21 ડિસેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો રશિયા-યુક્રેનના યુદ્ધનો નહીં પરંતુ એ પહેલાંનો છે.
vk.com પર પણ આજ વીડિયો 17 ડિસેમ્બર, 2018 ના રોજ મૂકવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ગ્રાડ રોકેટ લોન્ચર કઈ રીતે ફાયર કરે છે તેનો આ વીડિયો છે.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો wildhunt espada નામના યુટ્યુબ યુઝર દ્વારા તેના યુટ્યુબ પર 14 જાન્યુઆરી, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચેના વાસ્તવિક યુદ્ધનો નહીં પરંતુ વર્ષ 2018 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.
Title:શું ખરેખર તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા બોમ્બમારાનો આ વીડિયો છે...? જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False