Russia Ukraine war: ધડાકાના જુના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Missing Context આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ ઘણી પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને ન્યુઝ ચેનલ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં એક ધડાકો થતો જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાનનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલની યુદ્ધની ઘટનાનો નથી. આ વિડિયો જુનો છે. જેને હાલમાં ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ લેવા-દેવા નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

TV9 Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાનનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં વાયરલ વિડિયોની Tiktok લિંક શેર કરવામાં આવી હતી. અને માહિતી આપવામાં આવી હતી કે, ”આ વિડિયો અઠવાડિયા પહેલા Tiktok પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તે કોઈપણ આર્મી અટેક નથી.” જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 24happenings.comનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “પરંતુ આ વિડિયો યુક્રેન પર રશિયન હુમલાનો નથી પરંતુ 28 જૂન, 2021ના રોજ રશિયન શહેર વોલ્ઝસ્કમાં થયેલા વાવાઝોડાનો છે. બહેરા પાડતી લાઇટ્સ અને અવાજો વીજળી અને ગર્જના છે.” 

24happenings.com | Archive

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલની યુદ્ધની ઘટનાનો નથી. આ વિડિયો જુનો છે. જેને હાલમાં ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ લેવા-દેવા નથી.

Avatar

Title:Russia Ukraine war: ધડાકાના જુના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context