બાસ્કેટ બોલના રેફરી સાથે બનેલી ઘટનાનું જાણો શું છે સત્ય….
વાયરલ વીડિયો 1981ની સોવિયેત યુગની રશિયન ફિલ્મ “Eighth World Wonder” નો છે. ઈન્ટરનેટ પર બાસ્કેટબોલ મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફ્રાન્સ અને રશિયા વચ્ચેની મેચ દરમિયાન રેફરીએ ખોટો નિર્ણય આપતા ખેલાડીએ રેફરીને બાસ્કેટ બોલમાં ફેકી દિધો.” આ દ્રશ્યને ભીડ તરફથી જોરદાર પ્રતિસાદ મળે છે. […]
વાયરલ વીડિયો 1981ની સોવિયેત યુગની રશિયન ફિલ્મ “Eighth World Wonder” નો છે.
ઈન્ટરનેટ પર બાસ્કેટબોલ મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફ્રાન્સ અને રશિયા વચ્ચેની મેચ દરમિયાન રેફરીએ ખોટો નિર્ણય આપતા ખેલાડીએ રેફરીને બાસ્કેટ બોલમાં ફેકી દિધો.” આ દ્રશ્યને ભીડ તરફથી જોરદાર પ્રતિસાદ મળે છે. જ્યારે રેફરીએ બાસ્કેટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફ્રાન્સ અને રશિયા વચ્ચેની મેચ દરમિયાન રેફરીએ ખોટો નિર્ણય આપતા ખેલાડીએ રેફરીને બાસ્કેટ બોલમાં ફેકી દિધો.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને એક વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં વાયરલ વીડિયોના વિઝ્યુઅલ્સ સાથે восьмое чудо света (ધ એઈથ વર્લ્ડ વન્ડર) નામની મૂવી હતી.
એક યુટ્યુબ ચેનલ રશિયન ભાષામાં શીર્ષક સાથે સંપૂર્ણ મૂવી ધરાવતું જોવા મળે છે. વીડિયોના 33:36 મિનિટના ટાઈમસ્ટેમ્પ પર, મહિલા બાસ્કેટબોલ પ્લેયરની ભૂમિકામાં રહેલી વ્યક્તિ રેફરીને બાસ્કેટબોલ હૂપ્સમાં ફેંકતી જોઈ શકાય છે.
વધુ શોધમાં જાણવા મળ્યું કે તે 1981માં રિલીઝ થયેલી ધ એઈથ વન્ડર ઓફ ધ વર્લ્ડ નામની કોમેડી ફિલ્મ હતી. ફિલ્મનો પ્લોટ હેરા કપ માટેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેતા સોવિયેત બાસ્કેટબોલ ખેલાડીઓની આસપાસ ફરે છે. સેમસન સેમસોનોવે ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, જે વ્લાદિમીર કપિતનોવ્સ્કીએ લખી હતી. તેમાં લિયા અખેદઝાકોવા અને તાત્યાના ક્રાવચેન્કો સહિતના ઘણા જાણીતા કલાકારો હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દ્ર્શ્યો સત્ય ઘટનાના નહીં પરંતુ 1981માં રિલિઝ થયેલી એક ફિલ્મના દ્રશ્યો છે. જેને વાસ્તિકતા સાથે કોઈ લેવા-દેવા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:બાસ્કેટ બોલના રેફરી સાથે બનેલી ઘટનાનું જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: False