રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી, વિસ્ફોટો અને હુમલાઓના વીડિયો અને તસવીરો સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ જ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મિડિયા પર એક તસવીર ફરતી થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “રશિયન સંરક્ષણ પ્રધાન જનરલ સર્ગેઈ શોયગુએ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેમના વાહનો, ઘરો પર ભારતીય રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવા કહ્યું છે જેથી રશિયન સશસ્ત્ર દળો તેમને ઓળખી શકે છે, અને તેમના સલામત માર્ગની ખાતરી કરી શકે છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, રશિયાએ એવું કોઈ નિવેદન આપ્યું નથી કે રશિયન દળો ભારતીય નાગરિકોને તેમના વાહનો પર રાષ્ટ્રધ્વજ લગાવેલો હશે તો તેમને સલામાત માર્ગ આપશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rocky Bhai Hindu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વાહનો પર ભારતીય રાષ્ટ્રધ્વજ લગાડ્યો હશે તેવા ભારતીયોને રશિયાએ સલામત માર્ગનું રશિયા દ્વારા વચન અપાયુ હતુ.

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે સંબંધિત કિવર્ડથી શોધ ચલાવીને અમારી તપાસ શરૂ કરી, જો કે, અમને કોઈ વિશ્વસનીય સમાચાર મળ્યા નથી કે જે પુષ્ટિ કરે કે રશિયાએ યુક્રેનમાં ભારતીયોને તેમના ઘરો અને કાર પર ભારતીય ધ્વજ લગાવવાની સલાહ આપી છે.

આગળ, અમે રશિયામાં ભારતીય દૂતાવાસના અધિકૃત સોશિયલ મિડિયા એકાઉન્ટસ પણ તપાસ્યા પરંતુ ત્યા પણ વાયરલ પોસ્ટને સમર્થન આપતી કોઈ સૂચના અથવા નિવેદન મળ્યું ન હતુ.

ત્યારબાદ અમે ગૂગલ પર યુક્રેન અને રશિયા સંબંધિત કીવર્ડ સર્ચ પણ કર્યું હતું પરંતુ અમને રશિયન સરકાર દ્વારા એવું કોઈ નિવેદન મળ્યું નથી જે ખાતરી આપે કે તેમના દળો ભારતીયોને યુક્રેનમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.

આગળ વધતા અમને 26 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અને ઇકોનોમિક ટાઇમ્સ પરને એક અહેવાલ મળ્યો હતો, જેમાં જણાવાયું હતું કે ભારત સરકારે કટોકટી ગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સલામતી માટે તેમના વાહનો પર રાષ્ટ્રધ્વજ સાથે રાખવાની સલાહ આપી છે. અહેવાલોમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેનિયન સરહદોની નજીક જતા વાહનો પર અને અન્ય દેશોમાં ભારતીય રાષ્ટ્રધ્વજ દર્શાવવામાં આવી શકે છે જેની સાથે ભારત સરકાર તેમના નાગરિકોને બહાર કાઢવા માટે સંપર્કમાં હતી.

અમને 25 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેનમાં ભારતીય દૂતાવાસ દ્વારા એક ટ્વિટ મળ્યું જેમાં યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોએ મુસાફરી કરતી વખતે તેમના વાહનો અને બસો પર ભારતીય ધ્વજની પ્રિન્ટ આઉટ કરાવવી આવશ્યક છે તે અંગેની સલાહ પોસ્ટ કરી હતી.

ANI ટ્વિટ મુજબ જેણે ભારતીય દૂતાવાસ, બુડાપેસ્ટ, હંગેરી દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકોએ ભારતીય ધ્વજની પ્રિન્ટ આઉટ કરવી જોઈએ અને તેમને તેમના વાહનો પર સ્પષ્ટપણે ચોંટાડી દેવી જોઈએ.

યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકારે 'ઓપરેશન ગંગા' નામનું ટ્વિટર એકાઉન્ટ શરૂ કર્યું છે. આ એકાઉન્ટમાંથી પસાર થતાં, અમે કોઈ સંદેશા વ્યવહાર શોધી શક્યા નથી જે જણાવે છે કે રશિયન સરકારે જાહેર કર્યું છે કે તેમના દળો ભારતીયોને યુક્રેનમાંથી બહાર જવા અથવા અન્ય કોઈ સુરક્ષિત સ્થાન પર જવા માટે મદદ કરશે.

અમે રશિયા અને યુક્રેનમાં ભારતીય દૂતાવાસોના ટ્વિટર એકાઉન્ટ પર રશિયન સંરક્ષણ પ્રધાનનું કોઈ નિવેદન શોધી શક્યા નથી.

અમે રશિયાના સંરક્ષણ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ પર ભારત (индийский) અને ફ્લેગ (флаг) શબ્દો સાથે રશિયન ભાષામાં સંબંધિત કીવર્ડ શોધ પણ કરી હતી, પરંતુ 2022માં આ બે શબ્દોનો ઉપયોગ કરીને કરાયેલી કોઈપણ ટ્વિટ અમને મળી ન હતી.

પરિણામ

ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં સોશિયલ મિડિયા પર વાયરલ તસવીર સાથે કરાયેલો દાવો ભ્રામક હોવાનું જણાયુ છે. જનરલ સેર્ગેઈ શોયગુએ રશિયન સંરક્ષણ પ્રધાનને જણાવ્યું હતું કે જો ભારતીય નાગરિકો તેમના વાહનો અને ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે તો રશિયન સરકાર દ્વારા તેમને સલામત માર્ગ આપવામાં આવશે.

Avatar

Title:શું ખરેખર વાહનો પર ભારતીય રાષ્ટ્રધ્વજ લગાડ્યો હશે તેવા ભારતીયોને રશિયાએ સલામત માર્ગનું વચન આપ્યું હતુ..?

Fact Check By: Yogesh Karia

Result: Missing Context