શું ખરેખર રશિયા સામે લડવા અમેરિકા યુક્રેનમાં સેના મોકલશે…? જાણો શું છે સત્ય….

Missing Context આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દરરોજ કોઈ દેશના મુખ્યા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં અને સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં એક ન્યુઝ વેબસાઈટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે અહેવાલ પ્રસારિત કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકા રશિયા સામે લડવા માટે યુક્રેનમાં સેનાને મોકલશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, અમેરિકા દ્વારા યુક્રેનમાં યુદ્ધ માટે તેમના સૈનિકો મોકલવામાં નથી આવવાના, પરંતુ રશિયા દ્વારા ખતરો અનુભવતા પૂર્વ યુરોપના નાટો દેશોમાં હજારો યુએસ ગ્રાઉન્ડ અને અન્ય દળો તૈનાત કરવામાં આવ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

અમે ગુજ્જુ-Ame Gujju Ame Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમેરિકા રશિયા સામે લડવા માટે યુક્રેનમાં સેનાને મોકલશે.”

Facebook | FB  ARTICLE ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા અહેવાલને ઘ્યાનથી વાંચ્યો તેમાં અંદર જ લખવામાં આવ્યુ હતુ કે, “અમેરિકા યુક્રેનમાં સૈનિકોને નહિં મોકલે.”

આર્ટિકલ | સંગ્રહ

ત્યારબાદ અમે ગૂગલ પર વધુ સર્ચ કરતા અમને WIONની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “રાષ્ટ્રપતિ જો બિડેને પુનરોચ્ચાર કર્યો છે કે યુએસ દળો યુક્રેનમાં રશિયા સાથેના સંઘર્ષમાં નથી, અને કરશે પણ નહીં.” રશિયા દ્વારા ખતરો અનુભવતા પૂર્વ યુરોપના નાટો દેશોમાં હજારો યુએસ ગ્રાઉન્ડ અને અન્ય દળો તૈનાત કરવામાં આવ્યા છે.

તેમજ અમે વધુ તપાસ કરતા અમને સીએનએન દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ માહિતી આપવામાં આવી હતી કે, “યુ.એસ. સૈનિકોને યુક્રેનમાં સંઘર્ષમાં ભાગ લેવા માટે મોકલવામાં આવશે નહીં.

CNN.COM 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. અમેરિકા દ્વારા યુક્રેનમાં યુદ્ધ માટે તેમના સૈનિકો મોકલવામાં નથી આવવાના, પરંતુ રશિયા દ્વારા ખતરો અનુભવતા પૂર્વ યુરોપના નાટો દેશોમાં હજારો યુએસ ગ્રાઉન્ડ અને અન્ય દળો તૈનાત કરવામાં આવ્યા છે.

Avatar

Title:શું ખરેખર રશિયા સામે લડવા અમેરિકા યુક્રેનમાં સેના મોકલશે…?

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context