આ ઘટના વર્ષ 2021માં રશિયામાં થયેલા મિલિટરી પ્લેન ક્રેશની છે. તાજેતરમાં નેપાળ વિમાન દુર્ઘટના સાથે તેને કોઈ લેવાદેવા નથી.

15 જાન્યુઆરીએ નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાને કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી. આ ઘટના સાથે જોડાયેલ પ્લેન ક્રેશનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ નેપાળની તાજેતરની વિમાન દુરઘટનાનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Newz Click નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જાન્યુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ નેપાળની તાજેતરની વિમાન દુરઘટનાનો વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb Article archive
FACT CHECK
અમે આ વીડિયોને ઈનવીડ-વી વેરિફાઈ ટૂલ દ્વારા નાના કીફ્રેમમાં કાપીને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 17 ઓગસ્ટ 2021ના રોજ સીએનએન ન્યૂઝ18 ચેનલ પર પ્રસારિત થયેલો તે જ વીડિયો મળ્યો. સાથેની માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, “રશિયાના મોસ્કોમાં એક સૈન્ય વિમાન ક્રેશ થયું હતું. તેમાં ત્રણ લોકો હતા અને ત્રણેયના મોત થયા હતા. તે ઘટનાનો આ વીડિયો છે.”
17 ઓગસ્ટના રોજ એપી ન્યૂઝ વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલમાં એવો પણ અહેવાલ છે કે, રશિયન પ્રોટોટાઈપ લશ્કરી પરિવહન વિમાન મોસ્કોની બહાર પરીક્ષણ ઉડાન ચલાવી રહ્યું છે. તે દરમિયાન તે ક્રેશ થઈ ગયો. રશિયાના યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશને જણાવ્યું હતું કે નવું હલકું લશ્કરી પરિવહન વિમાન, Il-112V, મોસ્કોથી 45 કિલોમીટર (28 માઇલ) પશ્ચિમમાં કુબિન્કા એરફિલ્ડ પર ઉતરાણ કરવા જતા જંગલવાળા વિસ્તારમાં ક્રેશ થયું હતું. બોર્ડમાં બે ટેસ્ટ પાઇલોટ અને એક ફ્લાઇટ એન્જિનિયર હતા, અને ત્યાં કોઈ બચ્યું ન હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ઘટના વર્ષ 2021માં રશિયામાં થયેલા મિલિટરી પ્લેન ક્રેશની છે. તાજેતરમાં નેપાળ વિમાન દુર્ઘટના સાથે તેને કોઈ લેવાદેવા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:વાયરલ થઈ રહેલો વિમાન દુરઘટનાનો આ વીડિયો નેપાળનો નથી…જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
