શું ખરેખર તાજેતરમાં RSS ના વડા મોહન ભાગવતે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈ ત્યાર બાદનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિવેક અગ્નિહોત્રી દ્વારા કાશ્મીરી પંડિતો પર બનાવવામાં આવેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે આ ફિલ્મ વિશે ઘણી બધી ખોટી માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તાજેતરમાં જ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી, અભિનેત્રી પલ્લવી જોશી અને RSS ના વડા મોહાન ભાગવતનો […]

Continue Reading

વાયરલ વિડિયોમાં કાશ્મીરી પંડિત મહિલા કાશ્મીર ફાઇલ બનાવનારાઓ પર પ્રહાર નથી કરી રહી…જાણો શું છે સત્ય…

વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત “ધ કાશ્મીર ફાઇલ્સ” નામની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મની પૃષ્ઠભૂમિમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ફરતો થઈ રહ્યો છે. વિડિયોમાં કથિત રીતે એક હિંદુ મહિલા બતાવવામાં આવી છે જેણે કાશ્મીર ફાઇલના નિર્માતાઓ પર હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા માટે બનાવટી અને જૂઠાણું બતાવવાનો આરોપ લગાવ્યો હતો. આ ફિલ્મ કાશ્મીર […]

Continue Reading

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈને ભાવુક બનેલા યોગી આદિત્યનાથના વીડિયો પાછળનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં ભાવુક થયેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સિનેમાઘરોમાં ચાલી રહેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાવુક બન્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

FAKE: શું પુતિને ભારતને રશિયા યુક્રેન યુદ્ધથી દૂર રહેવાની ચેતવણી આપી હતી…? જાણો શું છે સત્ય….

CNN ન્યૂઝ પ્લેટને શેર કરીને, સોશિયલ મિડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને રશિયા-યુક્રેનના ચાલી રહેલા સંઘર્ષથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. નહિંતર, ભારતે પુતિનના આદેશનું પાલન ન કરવાના પરિણામો ભોગવવા પડશે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, CNN ન્યૂઝ પ્લેટની નકલી અને ફોટોશોપ કરેલી […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનમાં ડીજે ચોરીની આ ઘટનાનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક કારની પાછળ પોલીસની કારને ભાગતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજસ્થાનમાં ચાલુ ક્રાર્યક્રમમાં ડીજે ચોરી થઈ તે ઘટનાનો વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર સીએનએન દ્વારા એક જ પત્રકારના મૃત્યુ અંગેની બે યુદ્ધ દરમિયાન મૃત્યુ થયાની ખબર પ્રસારિત કરી…? જાણો શું છે સત્ય….

હાલમાં બે સ્ક્રિનશોટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં સીએનએન ન્યુઝ ના બે સ્ક્રિન શોટ છે. અને જેમાં એક જ વ્યક્તિના બે ફોટો છે. આ ટ્વિટના સ્ક્રિનશોટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સીએનએન દ્વારા જુઠાણુ ફેલાવવામાં આવીર રહ્યુ છે એક જ પત્રકારના બે વખત મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

વરરાજા દ્વારા દહેજ માંગવામાં આવી રહ્યું હોવાનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવક દ્વારા જાહેરમાં લગ્ન સમયે દહેજ માંગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહાર ખાતે વરરાજાએ દહેજ ન મળવાને કારણે સ્ટેજ પર જ લગ્ન તોડી દીધા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

Russia-Ukraine War | શું ખરેખર એર ઈન્ડિયાની ફ્લાઈટ યુક્રેનમાં નો ફ્લાય ઝોન પર ઉડી હતી.? જાણો શું છે સત્ય…

રશિયન આક્રમણના પ્રકાશમાં, યુક્રેન દેશ યુદ્ધ ક્ષેત્રમાં ફેરવાઈ ગયો છે. રશિયાના હવાઈ હુમલાને કારણે યુક્રેનનું આકાશ પણ બંધ થઈ ગયું છે. આમ, આ વિસ્તાર નો-ફ્લાય ઝોનમાં ફેરવાઈ ગયો હતો. જોકે એક એક ફોટો શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “એર ઈન્ડિયા એકમાત્ર એરલાઈન છે જેને નો-ફ્લાય ઝોનમાં કામ કરવાની મંજૂરી […]

Continue Reading

શું ખરેખર વાહનો પર ભારતીય રાષ્ટ્રધ્વજ લગાડ્યો હશે તેવા ભારતીયોને રશિયાએ સલામત માર્ગનું વચન આપ્યું હતુ..?

રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી, વિસ્ફોટો અને હુમલાઓના વીડિયો અને તસવીરો સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ જ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મિડિયા પર એક તસવીર ફરતી થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “રશિયન સંરક્ષણ પ્રધાન જનરલ સર્ગેઈ શોયગુએ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેમના વાહનો, ઘરો પર […]

Continue Reading

શું ખરેખર રશિયા સામે લડવા અમેરિકા યુક્રેનમાં સેના મોકલશે…? જાણો શું છે સત્ય….

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દરરોજ કોઈ દેશના મુખ્યા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં અને સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં એક ન્યુઝ વેબસાઈટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે અહેવાલ પ્રસારિત કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકા રશિયા સામે લડવા માટે યુક્રેનમાં […]

Continue Reading

Russia Ukraine war: ધડાકાના જુના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ ઘણી પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને ન્યુઝ ચેનલ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં એક ધડાકો થતો જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીની જુની ફોટો ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહી… જાણો શું છે સત્ય…

યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ સોશિયલ મિડિયામાં ઘણી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહ્યી છે. હાલમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ આર્મીનો ગણવેશ ધારણ કરેલા જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હાલમાં ચાલી રહેલા યુદ્ધનો મોરચો સંભાળ્યો અને […]

Continue Reading

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સૈનિક પર ગુસ્સો કરી રહેલી બાળકીના વીડિયોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર સૈનિક પર ગુસ્સો કરી રહેલી એક નાની બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેનસ્કી હાલમાં યુદ્ધના મેદાનમાં ઉતરી ગયા તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

રશિયા યુક્રેન વચ્ચે દિવસે ને દિવસે યુદ્ધના વાતાવરણ વચ્ચે સમગ્ર વિશ્વના સોશિયલ મિડિયામાં અનેક સાચી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક પોસ્ટ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેનસ્કીનો આર્મીના ડ્રેસ પહેરોલો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

નમાજ માટે બંધ કરાયેલો રસ્તો ખુલ્લો કરાવવા માટે ભાજપના ધારાસભ્યએ લડાઈ ન કરી, જાણો શું છે સત્ય….

મુંબઈમાં શિવસેના દ્વારા નમાજ માટે રસ્તો બંધ હોવાથી પોલીસ સાથે ઝઘડો કરતી વખતે ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરે રસ્તા પરના બેરિકેડસ હટાવ્યા હોવાના દાવા સાથે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બીજેપી ધારાસભ્ય યોગેશ સાગર મુંબઈના કાંદિવલીમાં નમાઝ માટે બંધ કરાયેલો રસ્તો ખોલવા માટે બેરિકેડ હટાવવા […]

Continue Reading

શું ખરેખર સેનાએ અજમેરમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા લોકોને માર માર્યો…? જાણો શું છે સત્ય….

ઈન્ટરનેટ પર એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે આર્મી યુનિફોર્મમાં સૈનિકોને લાકડીઓ વડે લોકોને મારતા જોઈ શકો છો. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે, “રાજસ્થાનના અજમેરમાં કેટલાક મુસ્લિમ લોકો પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડાયા હતા અને સેનાએ તેમને લાકડીઓ વડે માર માર્યો હતો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

ટીવી અભિનેત્રી ઉર્ફી ગીતકાર જાવેદ અખ્તરની પુત્રી નથી, જાણો શું છે સત્ય….

બિગ બોસ (OTT) ફેમ ઉર્ફે જાવેદ ફરી એકવાર ફેક ન્યૂઝ પર ટ્રોલ થઈ રહી છે. ઉર્ફીને ગીતકાર જાવેદ અખ્તરની પુત્રી ગણાવતા, તેના ગ્લેમરસ પોશાકનો એક વિડિયો હિજાબ વિવાદ સાથે જોડી શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી મહિલા ગીતકાર […]

Continue Reading

109 વર્ષના થાઈ માણસનો વિડિયો 200 વર્ષના ભારતીય સાધુ તરીકે ખોટી રીતે વાયરલ… જાણો શું છે સત્ય…

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં કેસરી કલરના કપડા પહરેલા એક વૃધ્ધ માણસને જોઈ શકાય છે. એક નાજુક વૃદ્ધનો વિડિયો અસામાન્ય દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. ભગવા કપડા પહેરેલા માણસનો વિડિયો શેર કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટમાં જોવા મળતા આ વ્યક્તિ ભારતીય સાધુ […]

Continue Reading

શું ખરેખર શિવ મંદિરમાં ચોરી કરનાર ટોળકીના ત્રણેય શખ્સો મુસ્લિમ હતા….?  જાણો શું છે સત્ય….

હાલમાં એક સીસીટીવી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં મંદિરની અંદર રહેલા શિવલિંગને હથિયાર વડે કાઢતા શખ્સોને જોઈ શકાય છે. આ સીસીટીવીને સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો છે. અને આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મંદિરની અંદર ચોરી કરનાર ત્રણેય શખ્સ મુસ્લિમ છે અને ત્રણેયના નામ મોહમ્મદ, યુસુફ અને […]

Continue Reading

બુરખા પહેરેલા દારૂના દાણચોરની ધરપકડનો વિડિયો બુરખા તરફી આંદોલનકારીની તાજેતરની ધરપકડ તરીકે શેર કરવામાં આવ્યો….

સોશિયલ મિડિયા ચાલુ હિજાબ વિવાદથી સંબંધિત ગેરમાર્ગે દોરનારી અને ખોટી ઘણી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. વાયરલ થઈ રહેલી આવી બીજી પોસ્ટમાં એક વિડિયોનો સમાવેશ થાય છે જેમાં એક પોલીસકર્મી બુરખા પહેરેલા વ્યક્તિને તેમનો ચહેરો બતાવવા માટે કહે છે અને તે વ્યક્તિ આદેશનું પાલન કરે છે. અન્ય ત્રણ લોકો પણ જોવા મળે છે. તે […]

Continue Reading

શું ખરેખર 1917માં એક રૂપિયાની કિંમત 13 યુએસ ડોલર હતી…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જે મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લગભગ સો વર્ષ પહેલા ભારતના એક રૂપિયાની કિંમત 13 યુએસ ડોલર હતી. એટલે કે ભારતનું ચલણ અમેરિકા કરતાં વધુ મજબૂત હતું. જેમાં વધુ જણાવવામાં આવ્યુ હતુ કે, “વર્ષ 1917માં ભારતના 1 રૂપિયા બરાબર 13 અમેરિકન ડોલર હતા.” ફેક્ટ […]

Continue Reading

ભાજપના નેતાનું પ્રચાર વાહન ખાડામાં ફસાયા હોવાનો વિડિયો ઉત્તર પ્રદેશનો નથી, પરંતુ ઉત્તરાખંડનો છે…

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં આ વિડિયોને લઈને ભાજપના વિકાસ કાર્યોની મજાક ઉડાવવામાં આવી રહી છે.. જેમાં બીજેપીના પ્રચાર વાહન કાદવમાં ફસાયા હોવાનો વિડિયો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપના ઉમેદવાર સંજય ગુપ્તાની કાર ઉત્તરપ્રદેશમાં ખરાબ રસ્તા પર ખાડામાં ફસાઈ ગઈ છે.” […]

Continue Reading

શું ખરેખર રાખી સાવંતે હિજાબ પહેરીને કર્ણાટક ખાતે ચાલી રહેલા હિજાબ વિવાદને સમર્થન આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી રાખી સાવંતના હિજાબ પહેરેલા ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કર્ણાટક ખાતે ચાલી રહેલા હિજાબ વિવાદને અભિનેત્રી રાખી સાવંતે હિજાબ પહેરીને સમર્થન કર્યું તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

સુરતના ચક્ચારી હત્યા કેસમાં કોઈ કોમ્યુનલ એંગલ નથી, સોશિયલ મિડિયામાં વાયરલ મેસેજ તદ્દન ખોટો છે….

સમગ્ર દેશમાં સુરતના ચકચારી હત્યા કેસનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. એક તરફી પ્રેમી દ્વારા તેની કથિત પ્રેમિકાની જાહેરમાં ગળુ કાપી અને હત્યા કરવા માં આવી, ત્યારબાદ પોતે પણ પોતાના હાથની નશ કાપી નાખી હતી. જેનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે જોનારના રૂવાળા ઉભા કરી દે છે. હાલમાં આ વિડિયોને શેર કરીને […]

Continue Reading

14 ફેબ્રુઆરી, 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપવામાં આવેલી ફાંસીને લઈ માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 14 ફેબ્રુઆરીના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને […]

Continue Reading

શું ખરેખર પેટ્રોલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયાનો જેટલો સારો ઉપયોગ થઈ રહ્યો છે. તેટલો ખરાબ પણ ઉપયોગ ઘણા લોકો કરી રહ્યા છે. હાલમાં ઘણી વેબસાઈટ દ્વારા લોકોને આકર્ષક કરવા અને વેબસાઈટના વ્યુ વધારવા માટે આર્ટીકલની થમ્બ ઈમેજમાં ખોટી માહિતી પણ આપવામાં આવતી હોય છે. હાલમાં એક વેબસાઈટ દ્વારા આ રીતે જ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે. જેમાં મથાળામાં લખેલુ […]

Continue Reading

Karnataka: શિમોગાની સરકારી કોલેજમાં ત્રિરંગો હટાવી ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી…

કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા હિજાબ પહેરવાનો મામલો ગરમાયો છે. હિજાબ વિવાદને કારણે મંગળવારે રાજ્યના વિવિધ શહેરોમાં હિંસા પણ શરૂ થઈ હતી. શિમોગા શહેરની સરકારી કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ પોલ પર ભગવો ધ્વજ ફરકાવતા હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિદ્યાર્થીઓએ કોલેજમાં ત્રિરંગો ઝંડો ઉતારીને ભગવો […]

Continue Reading

દુબઈના ટાવરના ફોટોને સુરતના નામે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટા મોટા ટાવર જોઈ શકાય છે અને પહોડા રસ્તા પણ જોવા મલે છે. આ ફોટોને સોશિયલ મિડિયામાં  શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતના સુરત શહેરનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સને લગતી માહિતી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

એક ભારતીય યુવકે ગૂગલ હેક કરીને 3.6 કરોડ નોકરી મેળવી હોવાના સમાચાર ખોટા છે…જાણો શું છે સત્ય…

હાલમાં એક બિહારનો એક યુવક ખુબ ચર્ચામાં છે, આ યુવાનેનું નામ ગૂગલ સાથે જોડવામાં આવી રહ્યુ છે. આ મેસેજ ને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઋતુરાજ નામના યુવકને 51 સેકન્ડ માટે ગૂગલ હેક કરીને 3.66 કરોડ રૂપિયાના પેકેજની નોકરી મેળવી.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, માહિતીની […]

Continue Reading

એક સ્ત્રી 11 વર્ષે માતા બની હોવાની માહિતી સાથેના ફોટાની ભ્રામક કહાની વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નાના બાળક સાથેની એક સ્ત્રી તેમજ બાજુમાં દવાખાનના ડ્રેસમાં બેસીને રડી રહેલા એક વ્યકિતેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સ્ત્રી 11 વર્ષે માતા બની તો તેણે બાળકને જીવતું રાખવા પોતાના પ્રાણ ત્યજી દીધા ત્યારે બાજુમાં બેઠેલા ડૉક્ટર પણ […]

Continue Reading

RAPID FACT CHECK: અફવા છે કે આ વર્ષનો શુક્રવાર ખાસ છે…! જાણો શું છે સત્ય…

આ વર્ષે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે 1લી જાન્યુઆરી શુક્રવારના દિવસે આવે છે, તેમજ 2જી ફેબ્રુઆરી શુક્રવારે આવે છે, 3જી માર્ચ શુક્રવારે આવે છે, 12મી ડિસેમ્બર શુક્રવારે આવે છે.  આ વાયરલ મેસેજમાં બે દાવા કરવામાં આવી રહ્યા છે.  પહેલો દાવો, “વર્ષ 2022ના દર મહિનો ચમત્કારિક છે અને […]

Continue Reading

Explainer: શું NeoCovએ Omicron જેવું કોરોના વાયરસનું નવું સ્વરૂપ છે…? જાણો શું છે સત્ય….

ચીનના સંશોધકોએ કહ્યું છે કે તેમને એક પ્રકારનો કોરોના વાયરસ મળ્યો છે જે દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં ફેલાય છે. તેને NeoCov કહેવામાં આવે છે. તેમના તારણોના ઉદભવ સાથે, સમાચાર લેખોએ NeoCovનો ઉલ્લેખ કોરોના વાયરસના નવા ઘાતક પ્રકાર તરીકે કર્યો છે જે કોવિડ-19 રોગનું કારણ બને છે. યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવે છે કે ઓમિક્રોનએ વિનાશ વેર્યા […]

Continue Reading

શું ખરેખર IAS ઓફિસરનો આ વિડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મહિલા કરિયાણાના દુકાન સંચાલક જોડે ચર્ચાઓ કરી રહી છે. તેમજ વિડિયોના અંતમાં તેઓ ઇન્ટરવ્યુ આપતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ IAS મહિલા ગુજરાતના છે અને આ ઘટના ગુજરાતમાં બનવા પામી છે.” […]

Continue Reading

શું ખરેખર ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

સમગ્ર ગુજરાતમાં શિયાળાની ઠંડીએ ખુબ જોર પક્ડ્યુ છે અને તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે, “ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે અને લોકોને રાત્રીના બહાર ન જવા સુચના આપવામાં આવી.” […]

Continue Reading

પહાડી વિસ્તારમાં યુ-ટર્ન લઈ રહેલા કારચાલકનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખીણવાળા એક પહાડી વિસ્તારમાં ગાડીનો યુ-ટર્ન લઈ રહેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખીણવાળા પહાડી વિસ્તારમાં એક ડ્રાઈવરે કઈ રીતે સાહસ કરીને યુ-ટર્ન લીધો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર સાવરકુંડલા પાસેના પિળેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ રાત્રીના સમયે સુતો છે અને તેની આસપાસ ત્રણ ચિતાઓ આવી ને સુવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ સાવરકુંડલાના પિપળેશ્વર મહાદેવ મંદિરના પુજારી છે અને ત્યાની […]

Continue Reading

શું ખરેખર સિંગાપુર દ્વારા કોરોના બોડીનું ઓટોપ્સી કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોરોનાની ત્રીજી ચાલી રહી છે. તે વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સિંગાપુર દ્વારા કોવિડ-19 બોડીનું ઓટોપ્સી કરવામાં આવ્યું અને કોરોના એક વાયરસ નહીં પરંતુ બેકટેરિયા હોવાની જાહેરાત કરી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સિંગાપુર […]

Continue Reading

વર્ષ 2022નો ફેબ્રુઆરી મહિનો ચમત્કારીક છે, જે 823 વર્ષમાં એકવાર આવે છે તે એક અફવા છે… જાણો શું છે સત્ય….

ફેબ્રુઆરી મહિનો નજીક આવી રહ્યો છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,  “ફેબ્રુઆરી 2022એ ચમત્કારોનો મહિનો છે અને 823 વર્ષમાં એકવાર આવનારો શ્રેષ્ઠ મહિનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

જુઓ વિમાન દુર્ઘટનાના લાઈવ વીડિયો પાછળનું સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાન દુર્ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો એક વિમાન દુર્ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વીડિયો કોઈ વાસ્તવિક વિમાન […]

Continue Reading

શું ખરેખર PM મોદીની પંજાબની ઘટના બાદની આ ઘટના છે…? જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંજાબના પ્રવાસને લઈ સમગ્ર દેશમાં ચર્ચા છે. ત્યારબાદ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીની દિર્ઘ આયુને લઈ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા એક મહિલા અને પુરૂષ સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળે છે. જેમાં પાછળ કમલનું નિશાન અને ભાજપા પ્રમુખ જે.પી.નડ્ડા અને પીએમ નરેન્દ્ર […]

Continue Reading

શું ખરેખર ઈટલી થી પંજાબ આવેલા કોરોના પોઝિટિવ મુસાફરોએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી હતી…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોવિડ-19ના વધતા જતા કેસ અને દેશમાં આગામી ત્રીજી લહેર વચ્ચે, એક બ્રેકિંગ ન્યૂઝ જોયા જેમાં કહેવામાં આવ્યું છે કે અમૃતસરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઈટાલીથી પરત ફરેલા 125 યાત્રીઓ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે એરપોર્ટ પર હંગામો થયો હતો. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈટાલી થી પંજાબના અમૃતસર […]

Continue Reading

મોબાઈલ ચાર્જીમાં રાખીને વાત કરવાથી કરંટ લાગ્યો હોવાનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિને મોબાઈલ ચાર્જીંગમાં રાખીને વાત કરતાં કરંટ લાગ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક વ્યક્તિને મોબાઈલ ચાર્જીંગમાં રાખીને વાત કરતાં કરંટ લાગતાં તેને હેમરેજ થઈ જાય છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન કનુભાઈ ઠક્કર છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં અમિતાભ બચ્ચન જેવા વ્યક્તિ જોવા મળે છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન અને કચ્છના રહેવાસી કનુભાઈ ઠક્કર છે. જેનું હાલમાં અવસાન થયુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

આ વિડિયોમાં ગાયિકા અનુપમ્મા છે. મોહમ્મદ રફીની પૌત્રી નથી.. જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક મહિલા ગીત ગાય રહ્યા છે અને એક પેન્ટિંગ આર્ટીસ દ્વારા પેંન્ટિગ બનાવવામાં આવી રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ગીત ગાય રહી મહિલા સંગીતકાર મોહમ્મદ રફીની પૌત્રી પરવેઝ મુસ્તફા છે.” ફેક્ટ […]

Continue Reading

બાળકના અપહરણનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એખ યુવક દ્વારા બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક યુવક દ્વારા બેગમાં ભરીને બાળકનું અપહરણ કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર થર્મોકોલમાંથી ડુપ્લીકેટ ખાંડ બનાવવાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, થર્મોકોલમાંથી ડુપ્લીકેટ ખાંડ બનાવવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ થર્મોકોલના રિસાયક્લિંગનો છે. આ વીડિયોને […]

Continue Reading

શું ખરેખર બાળકના પિતાનું મૃત્યુ થતા તે ચા વહેચી રહ્યો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક પોલીસ અધિકારી સાથે એક બાળકનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકના હાથમાં રૂપિયા જોઈ શકાય છે અને બાળકના હાથમાં ચાની કિટલી પણ જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીની દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બાળકના પિતાનું બે વર્ષ પહેલા અવસાન થતા બાળક ચા વહેંચી રહ્યો છે અને પોલીસ […]

Continue Reading

શું ખરેખર સુરતથી ઉતપડતી તમામ એસટી બસ સેવા 10 દિવસ માટે બંધ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાનો કેસ છેલ્લા 4 દિવસથી ખૂબ જ વધી રહ્યા છે. તેમાં પણ મહત્મ કેસ ગુજરાતના અમદાવાદ અને સુરત શહેરમાં મળી આવ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ સાચા ખોટા સમાચાર વહેતા થઈ રહ્યા છે. દરમિયાન સંદેશ ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે, જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર જર્મનીમાં આકાશ માંથી આઝાન સંભળાય હતી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં રસ્તા પર લોકો આકાશ માંથી આવતા અવાજને રેકોર્ડ કરી રહ્યા હોવાનું જોવા મળે છે. અઢી મિનિટના આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જર્મનીના શહેરમાં લોકોને આકાશ માંથી અઝાનનો અદ્રશ્ય અવાજ સંભળાયો હતો. જેને લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો […]

Continue Reading