વાયરલ વિડિયોમાં કાશ્મીરી પંડિત મહિલા કાશ્મીર ફાઇલ બનાવનારાઓ પર પ્રહાર નથી કરી રહી…જાણો શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત “ધ કાશ્મીર ફાઇલ્સ” નામની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મની પૃષ્ઠભૂમિમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ફરતો થઈ રહ્યો છે. વિડિયોમાં કથિત રીતે એક હિંદુ મહિલા બતાવવામાં આવી છે જેણે કાશ્મીર ફાઇલના નિર્માતાઓ પર હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા માટે બનાવટી અને જૂઠાણું બતાવવાનો આરોપ લગાવ્યો હતો.

આ ફિલ્મ કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરત પર આધારિત છે. જ્યારથી આ ફિલ્મ રીલિઝ થઈ છે ત્યારથી ચારે બાજુ તે ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને મળી રહેલી લાઈમલાઈટ અને મહત્વના કારણે, આ ફિલ્મને લગતી ઘણી ખોટી માહિતીઓ ઓનલાઈન ફરતી થઈ રહી છે.

આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મહિલાનો વિડિયો હાલમાં ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ જોયા બાદનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વાયરલ વિડિયોમાં હિન્દુ પંડિત મહિલા કાશ્મીર ફાઇલ્સ પર દોષારોપણ નથી કરી રહી. આ વિડિયો 2020નો છે જ્યારે એક મહિલાએ કાશ્મીર પંડિતની હિજરત પર આધારિત ફિલ્મ શિકારાના દિગ્દર્શક પર પ્રહારો કર્યા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ભાજપનો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મહિલાનો વિડિયો હાલમાં ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ જોયા બાદનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

વિડિયોને ધ્યાનથી નિહાળવા પર તેના પર લખેલું વાક્ય જોઈ શકાય છે કે “વિધુ વિનોદ ચોપરાના શિકારાની પ્રતિક્રિયા જે કાશ્મીરી પંડિતોના નરસંહારને બિનસાંપ્રદાયિક બનાવતી હતી.” 

આ સંકેતને લઈને, અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 8 ફેબ્રુઆરી 2020 ના રોજ ઈન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત એક સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલ મુજબ, શિકારાના સ્ક્રીનિંગમાં દિલ્હીના કનોટ પ્લેસના એક થિયેટરમાં વિધુ વિનોદ ચોપરા દ્વારા આયોજિત સ્પેશિયલ સ્ક્રિનિંગમાં કાશ્મીરી પંડિત મહિલા ભાંગી પડી અને ડિરેક્ટર પર તેમની દુર્દશાનું વ્યાપારીકરણ કરવાનો આરોપ લગાવ્યો. 

એક ટ્વિટર યુઝરે 2020માં આ વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે મહિલાઓ શિકારા ફિલ્મ પર પ્રતિક્રિયા આપી રહી છે. આ ફિલ્મ 1990ના દાયકા દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં બળવાખોરીના શિખર પર એક યુવાન કાશ્મીરી પંડિત દંપતીની પ્રેમકથા અને ત્યારબાદ કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત છે. આ ફિલ્મ 7 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થઈ હતી.

Archive 

ફિલ્મના કાસ્ટ મેમ્બર દર્શન કુમારે વાયરલ વિડિયોનો બીજો ભાગ પોસ્ટ કર્યો હતો જેમાં એક મહિલા વિવેક અગ્નિહોત્રીના પગને નમીને સ્પર્શ કરતી જોવા મળે છે. પ્રેક્ષકોના સભ્યો તેમની આંખોમાં આંસુ સાથે થિયેટરમાંથી બહાર આવતા જોઈ શકાય છે. તેઓ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીના પગને સ્પર્શ કરતા, તેમને ગળે લગાવતા જોઈ શકાય છે કારણ કે તેઓ તેમને કહે છે કે આ ફિલ્મમાં તેઓએ જીવનમાં જે ભયાનક વાસ્તવિકતાઓ ભોગવી છે તેનું ચિત્રણ કરવામાં આવ્યું છે. ન્યૂઝ 18 એ આ અંગે સમાચાર પ્રકાશિત કર્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વિડિયોમાં હિન્દુ પંડિત મહિલા કાશ્મીર ફાઇલ્સ પર દોષારોપણ નથી કરી રહી. આ વિડિયો 2020નો છે જ્યારે એક મહિલાએ કાશ્મીર પંડિતની હિજરત પર આધારિત ફિલ્મ શિકારાના દિગ્દર્શક પર પ્રહારો કર્યા હતા.

Avatar

Title:વાયરલ વિડિયોમાં કાશ્મીરી પંડિત મહિલા કાશ્મીર ફાઇલ બનાવનારાઓ પર પ્રહાર નથી કરી રહી…જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: Misleading