બાળકના અપહરણનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એખ યુવક દ્વારા બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક યુવક દ્વારા બેગમાં ભરીને બાળકનું અપહરણ કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લોકજાગૃતિ માટે કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

SR vlogs નામના ફેસબુક પેજ દ્વારા 30 ડિસેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પોતાના બાળકોનું ધ્યાન રાખો આવા માણસો થી. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક યુવક દ્વારા બેગમાં ભરીને બાળકનું અપહરણ કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને આજ વીડિયો Raju Bharti નામના એક વીડિયો ક્રિએટર દ્વારા તેના ફેસબુક પેજ પર 27 ડિસેમ્બર, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથેના લખાણમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે, આ વીડિયો એક કાલ્પનિક અને સ્ક્રીપ્ટેડ છે. આ વીડિયો ફક્ત જનજાગૃતિ માટે જ બનાવવામાં આવ્યો છે.

Facebook Post

આ પેજના વિવરણમાં અમને એ માહિતી જોવા મળી હતી કે, આ પેજ પર કાલ્પનિક વીડિયો મૂકવામાં આવે છે. વીડિયોમાં દર્શાવેલ તમામ પાત્રો કાલ્પનિક છે. બનાવવામાં આવેલ વીડિયો સત્ય ઘટનાઓને આધારિત છે અને સામાજિક જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે બનાવવામાં આવ્યા છે. અમે કોઈ પણ રીતે કોઈ પણ ધર્મ, જાતિ, રાષ્ટ્રીયતા, લિંગ અથવા કોઈ પણ વ્યક્તિને બદનામ, અનાદર કરવા માંગતા નથી. ઝુકરબર્ગ

આજ માહિતી સાથે અન્ય ફેસબુક યુઝર દ્વારા પણ આ વીડિયો અપલોડ કરવામાં આવ્યા હોવાની માહિતી અમને પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 1 | Facebook Post 2

અમારી વધુ તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે, રાજુ ભારતીએ સામાજિક જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે અન્ય ઘણા પ્રાન્ક વીડિયો પોસ્ટ કર્યા છે. તમે લાલ ટોપી પહેરેલા એજ વ્યક્તિને અહીં, અહીં અને અહીં જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લોકજાગૃતિ માટે કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:બાળકના અપહરણનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context