ટીવી અભિનેત્રી ઉર્ફી ગીતકાર જાવેદ અખ્તરની પુત્રી નથી, જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

બિગ બોસ (OTT) ફેમ ઉર્ફે જાવેદ ફરી એકવાર ફેક ન્યૂઝ પર ટ્રોલ થઈ રહી છે. ઉર્ફીને ગીતકાર જાવેદ અખ્તરની પુત્રી ગણાવતા, તેના ગ્લેમરસ પોશાકનો એક વિડિયો હિજાબ વિવાદ સાથે જોડી શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી મહિલા ગીતકાર જાવેદ અખ્તરની પુત્રી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઉર્ફે જાવેદનો વિડિયો છે. તે જાવેદ અખ્તરની પુત્રી નથી. ફરી એકવાર તેમના નામે ફેક ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

અમિતકુમાર એમ સોની નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી મહિલા ગીતકાર જાવેદ અખ્તરની પુત્રી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

તપાસની શરૂઆતમાં અમે વાયરલ વિડિયોને અલગ-અલગ કીવર્ડથી સર્ચ કર્યો હતો. પરિણામે, અમને NBT એન્ટરટેઈનમેન્ટ ફેસબુક પેજ પર વાયરલ વિડિયોનો ઓરિજનલ વિડિયો મળ્યો હતો જે 7 ફેબ્રુઆરીના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

વધુ તપાસ પર, અમને ખબર પડી કે ઉર્ફી જાવેદ ભૂતકાળમાં જાવેદ અખ્તરની પૌત્રી તરીકે ટ્રોલ થઈ ચૂકી છે. 8 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ જાગરણમાં પ્રકાશિત અહેવાલ મુજબ, જાવેદ અખ્તરની બીજી પત્ની શબાના આઝમીએ સ્પષ્ટતા કરી હતી કે ઉર્ફીને જાવેદ અખ્તર સાથે કોઈ લેવાદેવા નથી. તે તેની પુત્રી કે પૌત્રી નથી.

Jagran | India Today

અમને આઝમી શબાનાનું એક ટ્વિટ મળ્યું. જે 7 સપ્ટેમ્બર, 2021ના રોજ પોસ્ટ કરવામાં આવ્યું હતું. પોસ્ટમાં તેણે લખ્યું, ‘ઉર્ફી જાવેદને અમારી સાથે કોઈ લેવાદેવા નથી.’

ઘણા પ્રસંગોએ જ્યારે તેમનું નામ જાવેદ અખ્તર સાથે જોડવામાં આવ્યુ હતુ, ત્યારે ઉર્ફીએ ‘જાવેદ અખ્તરની પૌત્રી નથી’ (હું જાવેદ અખ્તરની પૌત્રી નથી) એવું દર્શાવવા માટે ટી-શર્ટ પહેરી હતી.

આ પહેલા પણ ફેક્ટ ક્રેસેન્ડોએ ઉર્ફી જાવેદ વિશે વાયરલ થયેલા સમાચારની તપાસ કરી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઉર્ફી જાવેદનો વિડિયો છે. તે જાવેદ અખ્તરની પુત્રી નથી. ફરી એકવાર તેમના નામે ફેક ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે.

Avatar

Title:ટીવી અભિનેત્રી ઉર્ફી ગીતકાર જાવેદ અખ્તરની પુત્રી નથી, જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False