
ગુજરાતમાં કોરોનાનો કેસ છેલ્લા 4 દિવસથી ખૂબ જ વધી રહ્યા છે. તેમાં પણ મહત્મ કેસ ગુજરાતના અમદાવાદ અને સુરત શહેરમાં મળી આવ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ સાચા ખોટા સમાચાર વહેતા થઈ રહ્યા છે. દરમિયાન સંદેશ ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે, જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોરોનાના કેસ વધતા સોમવારથી 10 દિવસ માટે સુરતથી ઉપડતી તમામ ST સેવા બંધ કરવાં આવી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સોશિયલ મિડિયામાં ફરતો થયેલો મેસેજ તદ્દન ખોટો છે. આ જુનો મેસેજ છે. હાલ સુરતથી તમામ એસટી બસ સેવા રાબેતા મુજબ ચાલુ જ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોનાના કેસ વધતા સોમવારથી 10 દિવસ માટે સુરતથી ઉપડતી તમામ ST સેવા બંધ કરવાં આવી છે.”

Facebook | Fb post Archive | Facebook
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને zee24કલાકનો 26 જૂલાઈ 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં વાયરલ મેસેજમાં જે માહિતી શેર કરવામાં આવી છે. તે જ માહિતી શેર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમે પણ વધુ સર્ચ કરતા અમને એસટી ડિવિઝન દ્વારા ગત વર્ષે બહાર પાડવામાં આવેલી અખબાર યાદી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને AIG ન્યુઝની એક ન્યુઝ પ્લેટ પ્રાપ્ત થઈ હતી. જેમાં સુરત બસ ડિવિઝનના ડીસી સંજય જોષીનું નિવેદન આપવામાં આવ્યુ હતુ કે, “સોમવારથી 10 દિવસ માટે એસટી સેવા બંધ સુરતમાં કેસ વધતા લેવાયો નિર્ણય સુરતથી ઉપડતી એસટી અને ખાનગી બસ બંધ આ ફરતા થયેલા સમાચાર જુના છે.. આ વખતે સત્તાવાર બસ બંધ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સુરત બસ રાબેતા મુજબ જ ચાલુ છે.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે પણ સુરત ડિવિઝનના ડીસી સંજય જોષીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સુરતથી ઉપડતી એસટી બસ સેવા 10 દિવસ માટે બંધ રહેશે તે મેસેજ તદ્દન ખોટો છે. સોશિયલ મિડિયામાં ફરતો થયેલો મેસેજ તદ્દન ખોટો છે. હાલમાં આ પ્રકારે કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ નથી. આ જુનો મેસેજ છે. હાલ સુરતથી તમામ એસટી બસ સેવા રાબેતા મુજબ ચાલુ જ છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સોશિયલ મિડિયામાં ફરતો થયેલો મેસેજ તદ્દન ખોટો છે. આ જુનો મેસેજ છે. હાલ સુરતથી તમામ એસટી બસ સેવા રાબેતા મુજબ ચાલુ જ છે.”

Title:શું ખરેખર સુરતથી ઉતપડતી તમામ એસટી બસ સેવા 10 દિવસ માટે બંધ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
