
હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક મહિલા ગીત ગાય રહ્યા છે અને એક પેન્ટિંગ આર્ટીસ દ્વારા પેંન્ટિગ બનાવવામાં આવી રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ગીત ગાય રહી મહિલા સંગીતકાર મોહમ્મદ રફીની પૌત્રી પરવેઝ મુસ્તફા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં કૃષ્ણભજન બેંગ્લોરની ગાયિકા અનુપમ્મા ગાય રહેલી છે. મોહમ્મદ રફીનો પૌત્ર પરવેઝ મુસ્તફા પુરૂષ છે. સ્ત્રી નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Devi Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ડિસમ્બર 2021ના श्याम दिवानी નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ગીત ગાય રહી મહિલા સંગીતકાર મોહમ્મદ રફીની પૌત્રી પરવેઝ મુસ્તફા છે.”
Facebook | Fb post Archive | Fb video archive
Facebook | Facebook | Facebook | Facebook | Facebook | Facebook | Facebook | Facebook | Faceboook | Facebook | Facebook | Facebook |
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને વર્ષ 2013ના યુટ્યુબ પર આ ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ગીત ગાય રહેલી મહિલાનું નામ અનુપમ્મા છે.
ત્યારપછી અમે ફેસબુક પર અનુપમ્માની પ્રોફાઈલ સર્ચ કરી અને તે મળી આવી. આ જ વિડિયોની યુટ્યુબ લિંક તેમના પેજ પર 13 જાન્યુઆરી 2017ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમના દ્વારા ગાયેલા અન્ય ઘણા ભજન અને ગીતો પ્રોફાઈલ પર ઉપલબ્ધ છે.
તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે અનુપમ્મા એનએનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ હું જ છુ. મોહમ્મદ રફી સાહેબના ગીતો માંથી મને ઘણી પ્રેરણા મળી હતી. આ વિડિયો ગત વર્ષે પણ આ જ દાવા સાથે વાયરલ થયો હતો. હું મોહમ્મદ રફી સાહેબની પુત્રી નથી. આ વાત તદ્દન ખોટી છે.”
તેમજ અમે અનુપમ્મા વિશે સર્ચ કરતા અમને જાણવા Deccanchronicleનો વર્ષ 2014નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અનુપમ્મા એનએ આર્યભટ્ટ ઈન્ટરનેશનલ એવોર્ડ જીત્યો હતો. તેને પ્લેબેક સિંગિંગ અને તેના ‘ઈન્ડી-મેલોડી’ આલ્બમ માટે આર્યભટ્ટ ઈન્ટરનેશનલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ તેણે જણાયુ હતુ કે, પરિવારમાં એક માત્ર સંગીતકાર છું, મારી આ પ્રતિભા ‘ભગવાનની ભેટ’ છે. મેં ખૂબ જ નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતુ અને હું હાઈસ્કૂલમાં હતી ત્યાં સુધીમાં હું કેટલીક ફિલ્મો માટે પ્લેબેક સિંગિંગ કરી રહ્યી હતી. મેં અત્યાર સુધીમાં 25 થી વધુ ફિલ્મો માટે ગીતો ગાયા છે.”

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે મોહમ્મદ રફીના પુત્ર શાહિદ રફીનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ખોટી પબ્લસિટી કરવામાં આવી રહી છે. પરવેઝ મુસ્તુફા નામની કોઈ પણ વ્યક્તિ રફી પરિવાર સાથે સંબંધ ધરાવતી નથી. તેમજ અમે આ પહેલા પણ આ વાતને નકારી કાઢી હતી. વિડિયોમાં જોવા મળતી વ્યક્તિને મોહમ્મદ રફી ફેમિલી સાથે કોઈ સંબંધ નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં કૃષ્ણભજન બેંગ્લોરની ગાયિકા અનુપમ્મા ગાય રહેલી છે. મોહમ્મદ રફીનો પૌત્ર પરવેઝ મુસ્તફા પુરૂષ છે. સ્ત્રી નથી.

Title:આ વિડિયોમાં ગાયિકા અનુપમ્મા છે. મોહમ્મદ રફીની પૌત્રી નથી..
Fact Check By: Yogesh KariaResult: False
