જાણો એક મહિલાએ ફોન પર વાત કરતાં-કરતાં બાળકને ફ્રીઝમાં મૂકી દીધું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મહિલા ફોન પર વાત કરતાં-કરતાં બાળકને ફ્રીઝમાં મૂકી દે છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફોન પર વાત કરી રહેલી એક મહિલા દ્વારા બળકને ફ્રીઝમાં મૂકી દેવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Ideas Factory નામના એક ફેસબુક પેજ દ્વારા 6 એપ્રિલ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોની સાથે એવું લખાણ લખવામાં આવ્યું હતું કે, કૃપા કરીને ધ્યાન રાખો કે, આ પેજ પર સ્ક્રિપ્ટેડ નાટકો અને પેરોડી પણ ઉપલબ્ધ છે. આ ટૂંકી ફિલ્મો માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે છે, આ વીડિયોમાંના પાત્રો મનોરંજન અને શૈક્ષણિક હેતુથી સંબંધિત છે.

Ideas Factory ના ફેસબુક પેજ પર અમને વાયરલ વીડિયો જેવા અન્ય વીડિયો પણ પ્રાપ્ત થયા હતા.

અ બધા વીડિયો જોયા બાદ અમને એ જાણવા મળ્યું કે, વાયરલ વીડિયોમાં પિતાની ભૂમિકા ભજવતો વ્યક્તિ આ પેજ પર ઉપલબ્ધ અન્ય ઘણા સ્ક્રિપ્ટેડ વીડિયોમાં અલગ-અલગ પાત્રો ભજવતો જોઈ શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફોન પર વાત કરી રહેલી એક મહિલા દ્વારા બળકને ફ્રીઝમાં મૂકી દેવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

 (જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો એક મહિલાએ ફોન પર વાત કરતાં-કરતાં બાળકને ફ્રીઝમાં મૂકી દીધું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *