શું ખરેખર IAS ઓફિસરનો આ વિડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મહિલા કરિયાણાના દુકાન સંચાલક જોડે ચર્ચાઓ કરી રહી છે. તેમજ વિડિયોના અંતમાં તેઓ ઇન્ટરવ્યુ આપતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ IAS મહિલા ગુજરાતના છે અને આ ઘટના ગુજરાતમાં બનવા પામી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો નહિં પરંતુ યુપીના ગોંડાનો છે. તેમજ આ મહિલા પણ યુપી કેડરના IAS અધિકારી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bjp news નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ IAS મહિલા ગુજરાતના છે અને આ ઘટના ગુજરાતમાં બનવા પામી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને હિન્દુસ્તાન લાઈવ નો એક વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં આ ઘટનાનો બીજો વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ મહિલા ગોંડા શહેરના ડિસ્ટ્રિક મેજીસ્ટ્રેટ છે. સિટી મેજિસ્ટ્રેટ વંદના ત્રિવેદીએ મોંઘા રાશન વેચતા દુકાનદારોને ત્યા વેશપલટો કરીને પહોચ્યા હતા.

ANI દ્વારા પણ આ અંગે માહિતી આપતુ ટ્વિટ પણ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સિટી મેજિસ્ટ્રેટ વંદના ત્રિપાઠીએ આજે પોલીસ સાથે જિલ્લાની સ્થાનિક દુકાનો પર દરોડા પાડ્યા હતા. ચીજવસ્તુઓ પર વધુ ચાર્જ વસૂલવા બદલ એક દુકાનદારની પણ ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય મિડિયા હાઉસ Live Hindustan દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો નહિં પરંતુ યુપીના ગોંડાનો છે. તેમજ આ મહિલા પણ યુપી કેડરના IAS અધિકારી છે.

Avatar

Title:શું ખરેખર IAS ઓફિસરનો આ વિડિયો ગુજરાતનો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: Misleading